________________
: શ્રી જૈન શાસન (અઠવાડીક)
સંસારિક, આર્થિક, કુરુક્ષેત્રમાં સમાધાનને માર્ગ સ્વીકારાય તે ફાયદો ઘણો થાય તેવું | મને તત્વજ્ઞાન પ્રગટ થયું. ગમે ત્યારે ચાલી આવેલી પ્રથામાં કોઈ નવું કંઈ કરવા જાય ? કે તરત તેનું બળ જોઈને નબળાઓએ સમાધાનવાદી રસ્તો જ લે. વિરોધ ર્યા કરે ના જોઈએ. આમેય નબળાઓનું મારી જેમ કંઈ ઊપજવાનું ન હોય તેનું કોઈ સાંભળવાનું ન હોય ભલે ને તેની વાત સાચી હોય તે ય નબળાઓએ નમતું જોખી દેવું | જોયે. નહિતર શું થાય કઉં? વગોવાઈ જવાય નક્કામું લેવા દેવા વિનાનું.
અને એક બીજી વાત હમણાં હમણાં કલિયુગના પ્રભાવથી સત્ય છે ને તે પણ હવે પુન્યશાળીનો જ પક્ષ લેવા માંડયું છે. સત્યવાદીનું જે હમણાં પુન્ય જાગતું ન હોય તે સત્ય તરત “સ કે તમેં લડડુ ઉસકે તડમેં હમ આ સિદ્ધાંતનું પાલન કરતું પુન્યશાળીના પક્ષમાં જ જતું રહે છે. પુન્યશાળી સત્યવાદી જ હોય તે નિયમ નથી ! હોતો તે ય કોણ જાણે કેમ સત્યને હમણાં હમણું પુન્યવાળા ગમવા લાવ્યા છે. એટલે જ દુનિયા એમ માને છે ને કે પુન્યશાળી માણસ જે બેલે તે સાચું. પુન્ય વગરને માણસ ? સાચું બોલે તો તેની કિંમત દુનિયા કરતી નથી.
એટલે મેં ય હમણાં હમણું સમાધાનવાદી માર્ગ સ્વીકાર્યો છે.
: જૈન શાસનને ભાગ્યવિધાતા :
પ. પૂ. પરમ વાત્સલ્ય નિધિ પૂ. આ. દેવ શ્રી વિજ્ય રામચંદ્રસુરીશ્વરજી મહારાજાના જન્મથી માંડીને સમાધિ મરણ સુધીના દરેક પ્રસંગો તદ્દન સરળ ભાષામાં આલેખવાને મેં નિર્ણય કર્યો છે. કામ પણ શરૂ કર્યું છે તે જેઓની પાસે પૂજ્યશ્રીજી અંગેના લેખો પ્રસંગેની (વ્યકિતગત પ્રસંગેની) માહિતી હોય તેઓ મોકલવા માટે કૃપા ! કરે. આર્થિક સહકાર અંગેની યોજના હવે પછી જણાવાશે. કોઈ એક જ વ્યકિતને આ અંગે ઇચ્છા હોય તે તેઓ સંપર્ક કરી શકે છે. નકલે નેંધવા અંગેની વિગત હવે આ પછી જણાવાશે. માહિતી મોકલવાં તથા લી. રાજુભાઇ શાંતિલાલ શાહ [પંડિત]. સંપર્ક કરવાનું સ્થળ :– બંગલા નં. ૩૨, પટેલ સોસાયટી,
આમ્રપાલી સિનેમા પાસે, ગોમતીપુર દરવાજા, અમદાવાદ-૩૮૦૦૨૧