________________
વર્ષ ૯ : અંક ૧૬ તા. ૧૦-૧૨-૯૬ છે
બની જાય છે, અને ભગવાનની આજ્ઞાને ભંગ થાય છે. (નદી ઉતરતાં ઉપગ થયે તેને માગ ન ગણાય.)
| વળી ભગવતી સૂત્ર શતક-૫ ઉદેશા-દમાં નિગ્રંથેનું વર્ણન આવે છે, જેમાં - અતીથ એટલે સ્વયં બુદ્ધ-પ્રત્યેકબુદ્ધને ત્રણ નિયંઠ્ઠા કષાયકુશીલ-નિગ્રંથ-નાતક કહ્યા છે.' તીર્થકર ભગવાન સ્વયં બુદ્ધ હોય છે તેથી તેઓને કષાયકુશીલાદિ ત્રણ નિયંઠ્ઠા જ હોય છે. આ ત્રણ નિયંઠ્ઠાવાળા કદીપણ સંયમમાં દેવ લગાડતા જ નથી.
" (૨) પ્રસ્તુત લેખમાં ધર્મના પ્રચાર માટે વિદેશ જવું હોય તે વિમાન વગર કેમ ચાલે ? તેમ જણાવી વિમાનના ઉપયોગની છૂટની દલીલ કરવામાં આવેલ છે. અરે ! ભઇ, ભારત દેશમાં સેંકડે ગામડાઓ (ખાસ કરીને ગુજરાત-રાજસ્થાન કે જ્યાં જેનેની સૌથી વિશેષ વસ્તી છે તેવા રાજ્યો છે કે જ્યાં પૂ. સાધુ-સાધ્વીજીએના દર્શન પણ દુલભ હે ય છે, વસે સુધી ચાતુર્માસથી પણ વંચિત હોય છે. તેઓને ધર્મથી ભાવિત કરવાને બદલે મહાવ્રતને ભંગ કરીને (પ્લેનમાં ઊડીને) વિદેશીઓને ધર્મ પમાડવા જવું તેમાં શું ડહાપણ છે? ઘર બાળીને [મહાવત ભંગ કરીને-જિનાજ્ઞા ભંગ કરીને સંયમમાં દોષ લગાડીને તીરથ કરવા (વિદેશીઓને ઉપદેશ દેવા)ની શું જરૂર છે?
. (૩) આ જ લેખમાં આગળ પગરખા પહેરવાના બચાવમાં એવી દલીલ કરેલ છે કે મહાવીર ખુલા પગે વિહાર કરતા ત્યારે કાચી માટીની કેડીઓ હતી જે ડામરના રહતા જેટલી ગરમ થતી નહીં વિગેરે. દશવૈકાલિક સૂત્ર અધ્યયન ૩ વમાં ભગવાને પગમાં પગરખા પહેરવા તે સાધુના બાવન અનાચાર માંહેને એક અનાચાર કહેલ છે. વળી પગખા નહીં પહેરવાની આજ્ઞા સાથે કેડી કે સડકને કઇ સંબંધ જ નથી. પગરખા નહીં પહેરવાની આજ્ઞા પાછળનું મુળ કારણ ઈર્ષા સમિતિનું પાલન [છકાય છિની દયા] કરવાનું છે, તથા દેહદમનને તે ભગવાને પાંચમું બાહ્યત૫ કરેલ છે જે, સાધકે કર્મનિર્જરા અર્થે કરવાનું હોય છે. સાધકે તે સુખશીલતા છેઠવાની હોય છે જેને ઉલેખ દશવૈકાલિક સૂત્ર અધ્યયન ત્રીજામાં આયાવયાહી... સંપરાએ કરેલ છે. વધારે શું કહેવું? આજે પણ ૧૦,૦૦૦ જૈન સાધુ-સાદવજી ભારતભરમાં ખુલ્લા પગે વિહાર કરે જ છે ને ? '
(૪) આગળ લેખિકા શ્રી જણાવે છે કે અહીં વિરાયતનમાં] દેહદમનને મહત્વ અપાતું નથી. દેહદમનને તે ભગવાને કર્મનિજ નું અમેઘ સાધન કહ્યું છે. કર્મનિજરે માટે નીકળેલા સાધક એમ કહે કે મારે મન નિજ રાનું કાંઈ મહતવ જ નથી તે કેવું વિચિત્ર અને આશ્ચર્યકારક કહેવાય, તેને શું કહેવું ?
(૫) આગળ આ લેખમાં જણાવેલ છે કે સહન ન થાય તે પણ રડતા-રડતાય કેશન, લેગ કરો એમ મહાવીરે ક્યાંય કહ્યું નથી.