________________
පපපපපපපපපපපපෙපපපපපපපපප
૨ એ મન મારા පපපපපපපපපපපපපපපපපාපසතු
હર પલ, હર ક્ષણ, સમય પસાર થઈ રહ્યો છે. બાકી રહેલો સમય આજ રીતે હું જવા દઈ રહ્યો છું. મહા અંધકારને પગરવ મને ડરાવવા આવી રહ્યો છે, ત્યારે એ ! મન !
મને આમ પ્રકાશને માર્ગ બતાવ, થાક લાગે નહીં અને વિશ્રામ સ્થાનને લાભ લેવાની વૃતિ થાય નહીં એ નિશ્ચિત ધ્યેયવાળે નિશ્ચિત માર્ગ પણ બતાવબતાવ... અને બતાવ! પ્રવાસી વિનાને એ માર્ગ શુન્ય અને ભેંકાર હોય તે શું થયું ? પવનને મુક્ત મને મારી જોડે વાતે કરવા દેજે. કેઈ વીરની વીરતાની વાતે કે ત્યાગીના સંયમની વાતેથી હું મારું મન ભરી દઈશ.
| મુશ્કેલીઓમાં મારૂં મન આકુલ વ્યાકુલ બની જાય, ત્યારે મહાત્માઓએ બતાવેલે શાંતિ માટેને વૈભવ અને તેમણે વહાવેલી જ્ઞાન ગંગાની સરવાણીઓ મારા રગેરગમાં પ્રસરી જઈ શાંતરસની લહાણી કરે, એ તું જો જે.
જીવન દયેય પામવાનો માર્ગ સરળ કેમ નહિ હોય?
ભલે ન હોય. મુશ્કેલીઓ વચ્ચે શાંત ચિત્તે વિચારી શકું ને નહિ મત બન્યા વગર વીરની જેમ લડીને સરળતાથી નીકળી શકે એવી આશાને હિંમત તું આપજે.
માર્ગમાં શું લલચાવનારા ત ઠેરઠેર નહી આવે? આવવા દેજે, તારી નયનજ્યતિ વડે એ બધા માર્ગના દર્શન કરાવજે. તારા નયનથી દર્શન પામન ૨ હું એવા અનેક દ્રશ્યોની લાલચને ફગાવી દઈશ, અરે ! જડમૂળથી મિટાવી દઈશ.
તારે આશરે આવેલાની આશ તું પૂરજે. મારા ઉચ્ચ ધ્યેયની પરીક્ષા કરજે. ઠેકરે પર ઠેકરે આપજે પણ લપસણી ભૂમિ ન આપતે હું લપસુ તે કરતા મારા દયેયની ઊંડી ખાઈ બતાવજે. મને અખેિ અંધાર નહીં આવે. જગત મને ચકકર ફરતું નહી દેખાય, મારૂં–જીવન ધ્યેય મને સ્થિરતા અપાવશે. આવી રહેલા મહાઅંધકારમાં સત્ય અને સમાજને સૂર્ય ઉગાડશે.
દૂર દેખાતા મારા ધ્યેયની નજીક ઝાંઝવાના જલ જરૂર તું પાથરજે. તરસ્ય હઈશ, તે પાણી જોઈને પણ ચાલીશ. મારામાં ઉમંગ ને ઉત્સાહ પેદા થશે. જેમ જેમ ઝાંઝવાના જલ અને વધુ તરસાવશે, તેમ તેમ મારે ઉલાસ વધશે હું વધુને વધુ જોરથી ચાલીશ. મારા દયેયને પ્રાપ્ત કરવા હું મુશ્કેલીઓમાંથી માગ કાઢતે જ જઈશ ને આખરે મારા ધ્યેય સમીપ આવીશ.
(ટાઈટલ ૩ ઉપર)