________________
(૧૦૪ : .
• શ્રી જૈન શાસન (અઠવાડિક) રહેવાનું ફાવે પણ બાવળને પડછાયે ન જોઈએ, એ વાત સાચી ને? કે વ્યવહાર ખાતર, ઔચિત્ય ખાતર ત્યાં જવાના ? સગા ભાઈની સાથે મેળ ન હોય તે તેના અઠ્ઠાઈ મહત્સવમાં પણ ન જાઓ—એવા મજબૂત માણસ તમે કુગુરુના ત્યાં માથું નમાવવા કેમ જાઓ છો એ સમજાતું નથી.! ભાઈને ગમે તે પ્રસંગ હોય છતાં પગ ન મૂકે. ભાઈ દુશ્મન કે કુગુરુ દુશ્મન? ભાઈ તે, છે એટલું લઈ જવાને, આ (કુગુરુ) તે જે મળ્યું નથી એ પણ ભવોભવ સુધી ન મળે તેવી પેરવી કરનાર છે! ભાઈના પ્રસંગે જરૂર પડે તે બહારગામ જતા રહે. ઉઘાડા પડે નહિ અને ધાર્યું પાર પાડે એવી ટેકનીક અહીં કેમ વાપરતા નથી ?
સાહેબજીને ભગત કયાં દેખાય? ભગવાનની આજ્ઞા મુજબ જે જીવતા હોય ત્યાં, વિકથાથી વિરકત હોય ત્યાં, ધર્મોપદેશ દેતા હોય ત્યાં. બરાબર ને? હું એકલો બેલબોલ કરૂં એ ન ચાલે, તમે પણ કંઇ લે તે ખબર પડે. સમજાય છે ને? અર્થ-કામ માટે કેઈને દશમન નથી બનાવવા-આટલું તે રાખવું છે કે નહિ? બીજું કશું ન કરે તે આજે આટલું તે નકકી કરીને ઊભા થવું છે કે અર્થકામ માટે કે અને દુશ્મન ન બનાવવા, ધર્મ-મોક્ષા માટે જે જરૂર પડે તે આખા ગામને દુશ્મન બનાવશું. અર્થકામ માટે માતા-પિતાનું માનવાનું. ધમમહા માટે કુગુરૂને પણ દુશ્મન માનવાના આટલું તે રાખવું છે ને? અર્થકામ માટે કેઈને દમન નહિ ગણવે. પૂ. સાહેબજી પણ કહેતા કે અર્થકામ માટે પિતાને અધિકાર રજૂ કરે છે મહામૂર્ખાઈ છે. અર્થ કામ માટે ઝઘડે કરાય નહિ. અને ધર્મ-મેક્ષ માટે ઝઘડે કર્યા વગર રહેવાય નહિ. બરાબર ને ?
સભા : સાહેબ! સંબંધ હોય તે રાખવા પડે ?
પૂ. સાહેબજી પિતાના સાધુને પણ દૂર કરે, અને આમને કુગુરૂને પણ ભેગા રાખવા છે. શું કરવા ધાર્યું છે તે જ સમજાતું નથી. સંબંધ ખાતર સિદ્ધાંત મૂકવાથી તૈયારી હશે ત્યાં સુધી ધર્મની યોગ્યતા પણ નહિ આવે. સિદ્ધાંતની ખાતર સંબંધ છોડવાનું સાહેબજીએ આપણને શીખવેલું. છતાં આપણે એ સવ ન કેળવ્યું તે પછી આટલા વરસમાં આપણે મેળવ્યું શું? કુગુરૂને તે આંગળી આપશે તે તે પાંચે પકડી લેવાના. ' “સભા : સુગુરુની આંગળી પકડીને ચાલશું.
' સુગુરૂને ઓળખતાં આવડે છે? તમારું માને તે સુગુરૂ કે ભગવાનનું માને તે ? : કેઈના બદલે કોઇને સુગુરૂ માની બેસશે તે એની એજ હાલત થવાની. સુગુરૂને ઓળખવા માટે પર્ણ ભ જશે. એ ઓળખાણ આપવા માટે જ આ ગુણે તમને બતાવ્યા છે, એ યાદ રહી જાય તે કામ થાય, અને આવા આચાર્ય ભગવંતની નિશ્રા પામ્યા પછી તેઓશ્રીના ગુણેની છાયા લઈને આપણે પણ તેઓશ્રીના માર્ગે ચાલી કમે કરીને સિધપદને પામીએ એજ એક શુભાભિલાષા સાથે પૂરું કરું છું