________________
ટ્રસ્ટોને સ્પર્શતી આવકવેરા ધારાની જોગવાઈ
–નટવરલાલ એસ. શાહ
આવકવેરા ધારો જુદા જુદા સ્થળે પહોચતા રેલવેના પાટા જેવો છે. અમદાવાદ ની પોળમાં પોળ અને તેમાંય માર્ગ શોધતાં ગલીમાંથી પસાર થવું પડે તેના જેવો છે. હિમાલયના શિખર પર નજર નાંખી શકાય કિંતુ ત્યાં પહોંચતાં મુશ્કેલીઓને અનુભવ થાય તેના જેવું છે. આવકવેરા ધારો ગીતાના અઢાર અધ્યાયથી પણ વધુ પ્રકરણ ધરાવે છે. આવકવેરા ધારાની સઘળી જોગવાઈ સમજીને યથાયોગ્ય આયોજન કરવાનું કામ સહેલું નથી. કેટલાક કિસ્સામાં કરદાતાને અભિમન્યુના કેઠા વિતાવવા જેવી મથામણ કરવી પડે છે.
ધર્માદા અને ધાર્મિક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, દેરાસર અને ઉપાશ્રય તેમજ સંઘના વહીવટદારોને આવકવેરે સ્પર્શે છે અને તે કારણથી તેઓને પર્શતી ધારાકીય જોગવાઈ ને ખ્યાલ તેમને રાખવું પડે છે.
આ લેખમાં અગત્યની કેટલીક બાબતેને નિરશ સંક્ષિપ્તમાં કરવામાં આવે છે.
આવકવેરા ધારાની કલમ ૨ માં કેટલાક શબ્દની વ્યાયા આપવામાં આવી છે. એમાં આવકવેરાના અધિકારીઓ, ધર્માદા હેતુ, કરદાતા [એસેસી] આવક, વ્યકિત ઇત્યા દિની વ્યાખ્યા ખાસ ધ્યાનમાં રાખવાની છે.
કલમ ૧૦ હેઠળ કરમુકત આવકની યાદી આપવામાં આવે છે તેમાં કેટલીક જમીનગીરીઓનું વ્યાજ, યુનીવર્સિટી કે કેળવણીની સંસ્થાની આવક, હરિ પટલ કે અન્ય પરગજુ સંસ્થા જ દદીઓની સારવાર કરતી હોય તેની આવક જાહેર કરાયેલા ફંડે, ધર્માદા અને ધાર્મિક સંસ્થાઓ જેઓ પિતાની આવક પૂરેપૂરી અને મા વ તેના હેતુ માટે ઉપયોગમાં લે છે તેની આવક ઈત્યાદિને સમાવેશ થાય છે. આ કરમુકત આવકની યાદીમાં સમય અને સંજોગ અનુસાર ફેરફાર થતું રહે છે.
ધાર્મિક અને ધર્માદા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ખાસ કરીને આવકવેરા ધારાના પ્રકરણ ત્રીજાની કલમ ૧૧-૧ર,એ અને ૧૩ તેમજ તેની પેટા કલમને ખ્યાલ રાખવો જોઈએ.
કલમ ૧૧ ધર્માદા અને ધાર્મિક હેતુ માટેની મિલકતની આવકને લગતી છે. કલમ ૧૨ ટ્રસ્ટે કે સંસ્થાઓને મળતા ફાળાની આવક સંબંધી છે. કલમ ૧ર ટ્રસ્ટની સેંધણી અંગેની છે. (અનુ. ટાઈ. ૩ ઉપર)