________________
વય વતસ્થવિર પૂ. મુનિરાજ શ્રી
ય ભૂષણ વિજયજી મ. ને કાલધર્મ
પૂજ્ય આ. શ્રીમદ વિજય માનતુંગસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન પૂન્ય તપસ્વી વાયુદ્ધ મુનિરાજ શ્રી જયભૂષણ વિજયજી મ. સા. શ્રા. વ. ૧૨ બુધવાર, (પર્યુષણ પ્રથમ દિન) તા. ૨૩-૮ ૯૫ બપોરના ૧૨.૩૦ કલાકે પૂ. આ. શ્રી વિ. રત્ન ભૂષણ સૂ મ સા. આદિના મુખે નમસ્કાર મહામંત્રનું શ્રવણ-સ્મરણ કરતા કરતા પરમ સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા છે.
પૂમુનિરાજ શ્રી જયભૂષણ વિજયજી મ. સા. ની તબીયત આમ તે છેલ્લા પાંચેક વર્ષથી કથળેલી હતી. જેમ જેમ તબીયત બગડતી તેમ તેમ તેઓની આરાધના વધુ સતેજ થતી હતી. અહીં પ્રવેશના દિને તથા માસી ચૌદશે ડેકટરની ના હોવા છતાં પણ ઉલ્લાપૂર્વક ઉપવાસ કરેલ. તે પછી પેશાબની તકલીફથી પાંચેક દિવસ વધુ ગંભીર ગયા ન ળીથી પેશાબ કરાવતા થે છેક સુધારે થયે. પરંતુ કોને ખબર-એ સુધારે આભાસી હશે. શરીર ધીમે ધીમે ઘસાઈ રહેલ, ડાયાબીટીસ -બ્લડપ્રેશ૨– હાર્ટ–કીડની આ બધું નોર્મલ હતું. આવી અવસ્થામાં પણ વાંચીને (ચમા વિના) સ્વાધ્યાય કરતા. દરરોજની બધી ક્રિયાએ ખૂબજ ઉપગપૂર્વક કરતા. વ્યાખ્યાન-પ્રતિક્રમણ આદિ પણ બેસીને કરતાં. ઠેઠ છેલી ક્ષણ સુધી ભાન પણ બરાબર હતું. છેલ્લા દિવસે ૯.૩૦ વાગે લેચ પણ કરાયો. તે પછી બે વાર મુ. કુલભૂષણ વિજયજીએ દવા આપી, વ્યાખ્યાન પુરું થયે સકલ સંઘને આશીર્વાદ આપ્યાં. લગભગ ૧૨.૦૦ વાગે પરિસ્થિતી તદન બદલાઈ ગઈ. ડો. નિતીનભાઈ પણ આવી ગયા. નવકાર મંત્રનું શ્રવણ-મરણ ચાલુ જ હતું. સર્વ જીવે સાથે ભાવ પૂર્વક ક્ષમાપના કરી. છેલ્લે બે ચમચી પાણી પણ વપરાવ્યું. ધીમે ધીમે શ્વાસ મંદ પડતો ગયો અને કઈ પણ જાતની જરા પણ તકલીફ વિના જાણે કે પિતે તૈયાર થઈને સૂતા હોય એ રીતે ૧૨ ૩૦ સમયે ચિરનિદ્રામાં પોઢી ગયા.
આજીવન વૈયાવરા ગુણસંપન્ન મુ. કુલભૂષણ વિજયએ તેઓશ્રીની જીવનભર ખુખેજ કાળજીભરી સેવા કરી છે. જેનો જોટે મળવો મુશ્કેલ છે.
- પૂજયશ્રી કાલધર્મ પામ્યાના સમાચાર ઝડપથી બધે ફરી વળ્યા. ઠેક ઠેકાણે સંઘમાં બોર્ડ ઉપર લખાઇ ગયું અને શેકની ઘેરી લાગણી ફરી વળી. સુંદર પાલખી તૈયાર થઈ ગઈ, અંતિમ દર્શન માટે લોકેને ઘસારો ચાલુ થયું. બીજા દિવસે ગુરુવારે
સ્મશાન યાત્રાની બધી તૈયારીઓ થઈ ગઈ. ઉછામણીએ પણ ન ધારેલી થઈ, અને ખાણગંગામાં પૂજયશ્રીના અંતિમ સંસ્કાર થયા. એ વખતે ત્યાં પણ વિશાળ માનવમેદની ઉમટી હતી. વરસી દાન- જીવવા- અનુકંપાન પણુ કાર્યો સારી રીતે થયા.