________________
તથા જો તે પૈસા મુનિયોના વૈયા વચ્ચમાં લઇ જવાય તો મુનિયોને તે પૈસા ઉપર પોતાના પૈસા એ રીતે આસક્તિ થવાની શક્યતા છે. માટે પરંપરા યથાયોગ્ય જણાય છે. લી. ચંદ્રશેખર વિજય.
ત્યારે સિધ્ધાંત ચુસ્ત સાધુ ભગવંતને સહેજે દુઃખ થાય અને હિંમતવાન હોય તે સાચો રાહો. હું તો હજીપણ જોઉં છું કે ઘણાં સાધુ સાધ્વીજી ભગવંતોને તમારી આ શાસ્ત્ર વિરૂધ્ધ પ્રરૂપ્રણાથી મનમાં દુ:ખે છે. અત્યારે જો સ્વ. આચાર્ય ભગવંત
મહાવીર ચોક વલસાડ
પૂજય હિતપ્રજ્ઞ વિજયજી મ. જૈન ઉપાશ્રય વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મા.સા. હૈયાત હોત તો તમને ખ્યાલ આવત કે તમને છોડીને કેટલા ગયા. જોકે હજી શું બને તે કહેવાય નહીં. આપને વિનંતી છે કે જે સંઘાડાના દાદા ગુરૂ, ગુરૂં, સંઘાડો, સિધ્ધાંત ચુસ્ત કહેવાતો, જૈન સંઘે જેને ચુસ્ત સિધ્ધાંતવાદી સંઘાડો માનતો હતો, જે બધા સંઘાડાથી વધુ માન ધરાવતો હતો, દીક્ષા લેનાર તથા તેના વડીલો દીક્ષા લેવીજ છે તો. આ સંઘાડામાં જ લેવાય, એ વિચાર ધરાવતાં હતાં, જે ગૌરવ હતું તે ક્યાં ગયું ? તે વિચારો.
ઇર્ષ્યા અને ઝગડામાં ગયું તેમ લાગશે. છેલ્લાં વર્ષો થયા. ગુરૂદ્રવ્ય અને દેવદ્રવ્ય કયાં કેવી રીતે વાપરવું એનો જ ઉહાપોહ ચાલે છે. ધાર્મિક વહીવટ વિચારના નામથી પુસ્તકો બહાર પાડે છે. એની સામે આ ખોટા સિધ્ધાંતની પ્રરૂપ્રણા છે, એમ સ્વ. આ વિજય રામચંદ્ર સૂરીશ્વજીના સંઘાડાના આચાર્ય ભગવંતો વ્યાખ્યાનમાં જાહેર કરે છે, સમજાવે છે. હવે એમના તરફ્થી સિધ્ધાંતો જાહેર થાય છે તે ખોટા છે. તેની દલીલ સાથે કેટલાક આચાર્ય ભગવંતોના અને ઘણા શ્રાવકોના સાધુઓના લેખ આવે છે તે જૈન શાસનમાં બહાર પાડીયે છીએ. એ લેખની સંખ્યા ભેગી કરી
પૂજય સિધ્ધાંત રક્ષક સ્વ. આ. ભ. ભુવન ભાનુ સૂરિશ્વરજી ના. તથા પૂ. મૂનિરાજ શ્રી ધર્મગુપ્ત વિજયજીના લખેલા દરેક પુસ્તકમાં લખ્યું છે કે ‘ધર્મ સંસાર માટે ન થાય ધર્મ મોક્ષ મેળવવાના ભાવથી થાય' એ દેશનામાં પણ લોકચાહના માટે દેશના ફેરવીને સંસાર માટે ધર્મ થાય આમ ઉપદેશ અપાય છે આમ બધા શાસ્ત્રોક સિધ્ધાંત ફેરવવા એજ પ્રવૃત્તિ ચાલે છે.
આ રીત ઉપર મુજબ
એમના લખેલા સિધ્ધાંત: અત્યારે એમને માન્ય નથી સિધ્ધાંત ફેરવી નાંખયા. કારણ એ સિધ્ધાંત સ્વ. આ વિજય રામચંદ્ર સૂરીશ્વરજીને માન્ય હતા. આપણે એથી ઉલટું કરવું તે પહેલો સિધ્ધાંત.
બીજું દુઃખ એમને એ છે કે અમારા સંઘાડાના ૫૦ સાધુ ભગવંતો સ્વ. આ વિજય રામચંદ્ર સુરીશ્વરજી લઇ ગયા. પણ સાધુ ભગવંતો કોઇના બોલાવ્યા આવે નહિ પણ એમને લાગે કે અહિંઆ તો સિધ્ધાંતનો ધ્વંશ થવા માંડયો છે વર્ષો પહેલાં શું કહેતા હતાં અત્યારે કહે છે, કરાવે છે,
.