SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજયશ્રી કહેતા હતા કે - - શ્રી ગુણદર્શી - ૦ ૦. ૦ ભગવાનની સેવા-ભક્તિ કરવા છતાં પણ ભગવાને જે કહ્યું તે જાણવાનું–સમજવાનું મન ન થાય તો તે બધા ભગવાનના ભગત નથી. ૦ ધર્મથી જે સુખ મળે તે જીવ સાવચેત હોય તે મુંઝવે નહિ. ધમ પાસે જે સુખ માંગે, તે માર્યા વિના રહે નહિ ! પોતે કરેલા કર્મોની સજા મજેથી ભોગવવી તે જ દુઃખ મુકિતને ઉપાય છે. ૦ જેને દુનિયાનું સુખ જ સારું લાગે છે અને દુખ ભૂંડું લાગે છે, તે કદિ સુધર્યો નથી, સુધરતું નથી, સુધરવાનો નથી ! • કોઈને દુઃખ આપીને, કેઈનું સુખ ઝુંટવીને કદિ મજા ન કરે તેનું નામ જ સાધુ જીવન ! ગમે તેવા ય કાળમાં અનંતજ્ઞાનીની આજ્ઞા મુજબ જ ચલાય. જીવાય પણ સમય કાળ મુજબ ન ચલાય ! ૦ મતને મારવાની કળા શીખવાડનાર ભગવાનનું શાસન છે. • સંસાર સુખમાં મજ તે દુર્ગતિનું દ્વાર! દુ:ખમાં મજા તે સદગતિની ચી-ચાવી ! - ભગવાન શ્રી જિનેશ્વર દેનાં જન્મ કલ્યાણકને એક જ સંદેશ છે કે-“આપણે હવે જન્મ જોઈ નથી. જમ ન જોઇએ તેને જન્મ ઘટાડવા સારી રીતના મરવું પડે, તે માટે સારી રીતના જીવવું પડે. તે માટે દુખ મજેથી વેઠવાનું અને સુખ ન છૂટી શકે તે કમને ભેગવવાનું અર્થાત્ અજન્મા થવા મહેનત કરવી તે જ તેને સંદેશ છે. હરપળ કમથી સાવધ રહે તેનું નામ ભગવાનને શ્રી સંઘ! ૦ આત્મા બળી બને અને કર્મ નબળા પડે તેનું નામ ગુણઠાણું ! ૦ ખોટું કરવાનું મન ન થાય અને શકિત મુજબ સારું કરવાનું મન થયા કરે તે જીવ દેવ-ગુરુની કૃપા બેલે તે સાચી ! ૦ મરજી મુજબ જીવવું તે જ મોટામાં મોટું પાપ ! ૦ જેને પાપ કરવું તે તે બધા “વતંત્ર' નથી પણ કમને ગુલામ છે. જેને પાપ નથી કરવું તે જ સવતંત્ર છે. • જે વડિલ હોય તેને પૂછયા વિના એક પણ કામ ન કરવું તે જ સાચી સ્વતંત્રતા છે! ૦ આજે મનમાં આવે તે ખાવા-પીવાથી, જ્યાં-ત્યાં જ્યારે-ત્યારે રખડવાથી અને બેટી વાસનાઓથી રેગ ફાટી નીકળ્યા છે. ૦ સંયમયાત્રા મેળવવા તીર્થયાત્રા છે.
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy