________________
વર્ષ ૮ : અંક ૪૮ : તા. ૬-૮-૯૬ :
તમને પૈસા-ટકાદિના અને અમને માન-પાનાદિના તમને દેશવિરતિપણું લેવાનુ` પણુ મન થાય છે ખરૂ? તે ન લેવાય તે એક વ્રત પણ લેવાનું મન થાય છે ખરૂં? તે ય ન બને તે સમ્યક્રૂત્વ પામવાનું પણ મન થાય છે ખરૂ ? તમે બધા બહુ ઉદ્યમી છે! તમે જેવા સસારના સુખ માટે ઉદ્યમ કરે છે તેવા અમે મેક્ષ સુખ માટે નથી કરતા, તમે જેવા ઉદ્યમ કરેા છે તેવા જો અમે કરીએ તે અમારે માટે માક્ષ આ રહ્યો!
સસારમાં
. ૧૦૬૭
સંસારમાં તમે જેટલાં કષ્ટ વેઠા છે, જેટલાં અપમાન સહે છે તેટલાં કષ્ટ અને અપમાન અમે નથી વેઠતા. તમે દુનિયાના સુખ માટે અને પૈસા-ટકાદિ માટે ભુખ્યા પણ રહે છે., તરસ્યા પણ રહેા છે, ગાળા પણ ખાવ છે. અને અન્તે ધાયું" કામ પણ પાર પાડી છે. અને ધર્મોની વાત આવે તે માટે ભાગ મારાથી આ– આ ન થાય તેમ કહે છે. તમા ખબર થઈ શકે તેટ્લા ધમ કરવામાં આવે છે કે ન થાય તેટલા ધમ કરવામાં આવે ?
સૌંસારનાં સુખ માટે મહેનત કરવાની છે તેમ માના છે. તા મેક્ષના સુખ માટે તા ઘણી મહેનત કરવાની છે. ધમ સહેલાઇથી થાય તેવા નથી. સહેલાઈથી ધર્મ કરનારા વિધિ મુજબ ધર્મ કરી શકે જ નહિ. અનુકૂળતા હશે તે ધમ કરીશ' તેમ માનનાશ કેટલા ધમ કરે છે ? ધર્મ કરવામાં તે તકલીફ વેઠવી પડે ને? કેટલા વેઠે છે ? સૌંસારમાં સુખ માટે, પૈસા માટે તકલીફ વેઠને? કુટુંબથી પણ નાખા થાવ ને ? ગમે તેની નાકરી પશુ કરે ને ? શેઠ ખરાબ હાય તા તમને, તમારા મા બાપને ય ગાળ કે તે સાંભળી લા ને ? મોટા દલાલને પણ શેઠ બેવકૂફ કહે ના મઝેથી સાંભળે છે, તેને ઘેર મળવા માટે દશવાર આંટા મારે કલાક કલાક કલાક બેસી પણ રહે. આવાં બધિ અપમાન મઝેથી વેઠા છે. ધર્મસ્થાનમાં કહીએ કે આવુ આવુ ન થાય તા રહે કે, કાલથી નહિ આવીએ. આ બધુ સાંભળવા છતાં ય સ`સારનાં સુખ પ્રત્યે અભાવ આવે છે? સંસારનાં સુખમાં બહુ મઝા કરે ત્યારે તમે યાદ કરી કે-આ ખથી માજમજા મારી નાંખશે. આ બધી મઝા ઊંધી પડવાની છે. બહુ દુ:ખી દુ:ખી થઈ જવાના છીએ' તે વાત મગજમાં બેસે છે ખરી ?
આ સંસાર, સંસારનું સુખ અને સસારની માજ મઝા, જેને ભૂંડી લાગે તે કદી સાચી રીતે ધમ કરવાને તયાર થાય નહિ. જેને આ બધુ ભૂંડું નથી લાગ્યું તે ધર્મ કરે તેા ધર્મથી મળતાં જે સુખ-પૈસા ટકા, માન-પાન, ખ્યાતિ-પ્રતિષ્ઠાદિ માટે જ કરે. પણ આત્માના વાસ્તવિક સુખને માટે કરે જ નહિ. તમય આના અનુભવ નથી ?
( ક્રમશઃ )