SearchBrowseAboutContactDonate
Page Preview
Page 991
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ - - લંબાતું જતું હતું. પણ આ વખતે તો એમણે દૃઢ સંકલપ જ કરી નાંખ્યું કે, માને કે ન માને, મારે આચાર્યપદ આપીને જ રહેવું છે, આ સંક૯પ મુજબ રાધનપુરના આંગણે ગુપત રીતે આચાર્યપદ પ્રદાનનું આયેાજને નકકી થયું. પત્રિકા પણ છપાવીને તૈયાર રાખવામાં આવી. બીજી તરફ પાટણ બિરાજમાન શ્રી પ્રેમવિજયજી મહારાજ ઝડપી વિહાર કરીને રાધનપુર આવે, એવી ગોઠવણ થઈ ગઈ. એમને વિહાર થતા જ - બધે પત્રિકાઓ રવાના થઈ ગઈ. ગુરૂદેવની તબિયત અંગે સાશક બનીને જલદી જલદી આવેલા શ્રી પ્રેમવિ. મ. સુંદર તબિયત નીહાળવા ઉપરાંત જ્યાં રાધનપુરમાં મંડાયેલા મહત્સવની વિગત જાણી, ત્યાં જ એમને કંઈક ખ્યાલ આવી ગયું. એમણે ગુરૂદેવને પૂછયું: “આપે મને યાદ કર્યો, એને આનંદ છે, પણ ઝડપી વિહારનું કારણ જાણવા હું આતુર છું” , ' , - શ્રી દાન મ.જ આચાર્યપદ પ્રદાનની પત્રિકા ધરી દેતા કહ્યું: “મારે તમારી કોઈ વાત સાંભળવી નથી. તમને આચાર્ય પદ અને શ્રી રામવિજયજીને ઉપાધ્યાયપદ આપવાને મારે મકકમ નિર્ણય છે.” ( શ્રી પ્રેમવિ. મ. એક બાળકની જેમ રડી પડ્યા. પણ શ્રી દાનસૂ મ. મકકમ જ રહ્યા, એથી રાધનપુરના આંગણે પદ પ્રદાનને એ મહોત્સવ ઉજવાતા ગુરૂદેવ પૂ. આ. શ્રી પ્રેમસૂ. મ. ના નામે તથા શિષ્ય પૂ. ઉપાધ્યાય શ્રી રામવિ, ગણિવરના નામે જાહેર થયા. એ જ વખતે શ્રી રામવિ. મ. ને આચાર્યપદ અર્પણ કરવાનું મુહુર્ત શ્રી જાસૂ. મ. નકકી કરી નાંખ્યું. ( શ્રી પ્રેમસૂ. મ. એક બીમાર મુનિની સેવા પડતી મૂકીને પાટણથી આવ્યા હતાં. એથી તેઓશ્રી તરત જ રાધનપુરથી પાટણ તરફ ચાતુર્માસાથે વિહાર કરી ગયા. શ્રી દાનસૂ. મ. આદિનું ચાતુર્માસ રાધનપુર થયું. આ ચાતુર્માસ દરમિયાન એકવાર પૂ. આચાર્ય, ઉપ્રાધ્યાય શ્રી રામવિ. ગણિવરને કહ્યું કે, તિથિ આદિના અને હવે તમારે સમજી લેવા જોઈએ. અમે તે હવે પાકા પાન ગણાઈએ, શાસનના સત્ય હવે તમારે જ જાળવવાના છે, આટલી ભૂમિકા બાંધ્યા પછી પૂ. આચાર્યદેવે સમય ફાળવીને ઉ૫. શ્રી રામવિ. મ.ને તિથિને પ્રશન સમજાવવા માંડ. એમણે એ વાત પણ કહી કે, આવતી સાલ સંવત્સરી જુદી આવે છે. આજ સુધી સાચી સંવત્સરી આરાધનારા પણ બેટી સંવત્સરી કરે, તે નવાઈ ન લાગે, એવું આજનું વાતાવરણ છે. મુનિ સંમેલન ભેગું થયું, ત્યારે
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy