________________
૧૦૩ર :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
એ માનવ મહેરામણ જોઈને જ પૂજારીઓ ઢીલા ઘેસ થઈ ગયા. અને એમણે જાહેર કર્યું કે, “આવતી કાલથી બેકડાની બલિબંધી જાહેર કરવામાં આવે છે. આ જાહેરાત થતાં જ આખું અમદાવાદ નાચી ઉઠયું. સૌએ નકકી કર્યું કે, વધ માટે લવાયેલા બોકડાઓનું એક સરઘસ કાઢીને અહિંસાના જયજયકારથી અમદાવાદના રાજ માર્ગોને ગજવી મુકવા !
દશેરાની સવારે આંદોલનના અગ્રણીઓ ગુરુશિય પાસે આવ્યા. આંદોલનને વરેલી સિદ્ધિની વધામણી આપીને સરઘસમાં પધારવા એમણે વિનંતિ કરી, તે જવાબ મળે કે, અમારું કર્તવ્ય પૂરું થઈ જાય છે. અમારે તે “બલિબંધી થી જ સંબંધ હતે. સરઘસના માન સન્માન પામવા કઈ અમે આ અદ્દેલન જગાડયું ન હતું. માટે સરઘસ માં અમે તે ન જ જોડાઈ શકીએ. અમારું કામ પૂરું થઈ ગયું. હવે તમને એમ લાગતું હોય કે, આ સરઘસ દ્વારા અહિંસાને જયનાદ વધુ ફેલાઈ શકે એમ છે, તે તમે સરઘસમાં જોડાઈ શકે છે.
અહિંસાના આંદોલન–અભિયાનને મળેલી આ સિદ્ધિ પછી ગુજરાતના ગામડે ગામડે અનુપમરીતે ગવાઈ અને છવાઈ ગયેલા શ્રી સમવિજયજી મહારાજના નામ કામને વખાણવાને બદલે અહિંસાના ફિરસ્તા તરીકે ગવાતા, ગાંધીજીએ વડતા એવી પ્રતિક્રિયા વ્યકત કરી કે, “બલિબંધી કરાવીને તે શ્રી રામવિજયજી મહારાજે પૂજારીએના પેટ પર પાટું માર્યું છે. '
ગાંધીજીના આ વિકૃત વિચારને શ્રી રામવિજયજી મ. સટ જવાબ વાળ્યો. આ પછી અમદાવાદના એક જૈન ઉદ્યોગપતિએ પિતાના બંગલાના કંપાઉન્ડમાં સાઠ કુતરાઓને સંવત્સરી જેવા મહાન દિવસે મારી નખાવ્યા. ગાંધીજીએ આ હિંસાની તરફેણ કરતા વિચારે વ્યકત કરતા શ્રી રામવિજયજી મહારાજને થયું કે, આંધીની જેમ ફેલાતા ગાંધી-વિચારેને જડબાતોડ જવાબ આપીને સંઘ અને સમાજને સાચે માર્ગ દર્શાવો જ રહ્યો. એમની લાલબત્તી સમી આ પ્રવૃત્તિ સામે સોળ લેખ લખવાની જાહેરાત સાથે એક લેખમાળાને પ્રારંભ ગાંધીજીએ પોતાના “નવજીવન’ પત્રમાં કર્યો.
પણ લેખ પ્રગટ થાય, એ જ દિવસે પૂજ્યશ્રી વ્યાખ્યાનમાં એ સચેટ પ્રતિકાર - આપવા માંડયા કે, એ લેખેની કેઈ એવી અસર ઊભી થવા ન પામી, એથી હતાશ
થઈને આઠ લેખમાં જ એ લેખમાળા પૂરી કરવાની. ગાંધીજીને ફરજ પડી. આવા બધા 'નિમિત્તથી ગાંધીજીને ઘણાખરા ખરેખરા સ્વરૂપમાં ઓળખી ગયા અને એમને સાબરમતી આશ્રમ આદિ પ્રવૃત્તિઓ માટે મળતા દાનને માટે ધકકે પહોંચે. એક વખત