________________
- ૧૦૩૦ :
શ્રી જૈન શાસન (અઠવાડિક)
શ્રી રામવિજયજી મહારાજની દીર્ધદષ્ટિ, તીકણબુદ્ધિ અને હાજર જવાબીએ રાજચન્દ્રના ભકતના મન હરી લીધા. પુસ્તકમાં જે જે ખામીઓ હતી, એને સૌએ એકીમતે કબૂલ રાખી. થોડા મહિનાઓમાં એક પુસ્તક પૂરું થયું. સૌ. શ્રી રામવિજયજી મહારાજાને વિનંતિ કરી કે,
- શ્રીમદ રાજચન્દ્ર આ પુસ્તક આપની નિશ્રામાં વાંચતા અમને ઘણું બધું જાણવા મળ્યું છે. આ પુસ્તકની ખામીઓ જોતા અમને એમ થાય છે કે, આની ખામીઓ દૂર થવી જોઈએ. જેથી વાચકે ગેરમાર્ગે ન દેવાય. તે આ૫ આવી ખામીઓનું સંમાજંન કરતું લખાણ કરી આપે, તે અમે એ પુસ્તક ફરી છપાવીને પછી પ્રચારમાં મકીએ.”
- આ વિનંતીને જવાબ વાળતા દીર્ધદષ્ટિ અપનાવીને શ્રી રામવિજયજી મહારાજે વળતી જ પળે જણાવ્યું કે, તમારી ભાવના આ વકાય છે. આ રીતે પુસ્તકનું શુદ્ધિકરણ થઈ જાય, એ કોને ન ગમે ? આમ છતાં એક વાત તમને માન્ય હોય, તે શુદ્ધિકરણ કરી આપવાની મારી તૈયારી છે.
- રાજચન્દ્રનાં ભકતોએ “વાત જણાવવાની માંગણી કરતા શ્રી રામવિજયજી મહારાજે જણાવ્યું કે, નવું પુસ્તક છપાવે, એમાં મથાળે . મ- જેને સંઘના એક મુનિરાજે દર્શાવેલ સુધારાએ મુજબ આ પુસ્તક છપાવવામાં આવે છે.” આવું લખાણ મુકવાની તમારી તૈયારી હોય, તે શુદ્ધિકરણ કરી આપવા મને કઈ વાંધો નથી... . આ વાત આવતા જ રાજચન્દ્રના એ ભકતે વિચારમાં પડ્યા એમણે કહ્યું : અમે અમારા આશ્રમના કાર્યકર્તાઓ સમક્ષ આ વાત મુકીશું. અને એ કાર્ય કરે છે આ વાત માન્ય રાખશે, તે આપની પાસે શુદ્ધિકરણ કરાવવા આવીશું.
- શુદ્ધિકરણ કરી આપવા ઉપરાંત આવી ખાસ કલમ મૂકાવવા પાછળ પૂજ્યશ્રીને આશય એ હતું કે, આ કલમ મૂકાવાથી એ વાત નકકી થઈ જાય છે, પૂર્વે આ પુસ્તકમાં ખામી-ભૂલ હતી. જેને સુધારીને છાપી હોવાથી રાજચન્દ્રનું આ એક જ પુસ્તક શાસ્ત્રીય દષ્ટિએ ભૂલવિનાનું છે અને બીજા પુસ્તકે શુદ્ધિકરણની અપેક્ષા રાખે છે.. જે આવી કેઈ કલમ મુકયા વિના શુદ્ધિકરણ મુજબ પુસ્તક છપાવી દેવામાં આવે, તે આ કેઈ અર્થ તારવી ન શકાય અને આ પુસ્તક શુધ હોવાથી બધા પુસ્તકોને શુધ, માનવાની ભૂલના ભંગ અનેક વાચકે બની ગયા વિના ન રહે - (૮) ઝંઝાવાતને ઝુકાવનારા - ૧૯૭૬ની સાલ હતી. દેવદ્રવ્યાદિ અંગે શાસ્ત્રસિદ્ધ નિર્ણ લેવા ખંભાતમાં