________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
|
_
ભંગના મોટા પાપ આજે મોટા ભાગના વ્યાખ્યાનોમાં ચાલી રહ્યાં છે. એમાં રાતે વ્યા- .
ખ્યાન કરવાનું પણ મોટું પાપ અનેક સ્થળે ચાલે છે અને આધુનિક વકતાઓ ચલાવી રહ્યા છે.
ભૂતકાળમાં સિંહાવલોકન કરીએ તે તીર્થકર ભગવંતેના : કયારેય પણ રાતે વ્યાખ્યાન-દેશના ચાલતી ન હતી અને કદાચ કેકવાર લાભ જોઈ એ રાતે પણ દેશના આપી હોય તે પણ એમનું દષ્ટાંત ને લેવાય. એએ અતિશય જ્ઞાનીઓ છે અતિશય જ્ઞાનીઓએ કઈ શાસ્ત્ર વિરૂદ્ધ પણ પ્રવૃત્તિ લાભ જોઈને કરી હોય તેનું દાન્ત લઈ એ પ્રવૃતિ અતિશય જ્ઞાન વગરનાએ એ કરવાની ન હેય અતિશય જ્ઞાન વગરના આપણા એવાઓએ તે અરિહંત પરમાત્માની આજ્ઞા મુજબનું કાર્ય કરવાનું હોય. ગણધર ભગવતેએ કે પૂર્વાચાર્યોએ પણ આજની માફક દિવસે વ્યાખ્યાનાદિમાં અથવા દેહરાસરાદિનોં ઉપર જાહેરાત કરીને રાતે વ્યાખ્યા કરાય છે તેવી રીતે કર્યા નથી એમ પૂર્વાચાર્યોને ઇતિહાસ અવલોકતા જણાય છે. વર્તમાનમાં પણ કેટલાક આચાર્યોએ આ રીતની જાહેરાત કરીને વ્યાખ્યાને કર્યા નથી અને કરાવ્યા નથી કેટલાક આચાર્યો દ્વારા એ પ્રવૃતિ તાત્કાલિક લાભ જોઈને ચાલુ કરાઇ છે પરંતુ તે હવેના કાળમાં કેટલે લાભ કરનારી છે એને વિચાર કરવાની અનિવાર્ય આવશ્યકતા છે. વર્તમાનના પણ કેટ. . લાક આચાર્યો રાતે વ્યાખ્યાન કરતા કે કરાવતા તે અપવાદ રૂપે જ હતું. '
કેઈકવાર સાંજના વિહાર કરીને ગયા હોય અને જૈન જૈનેતર કે વ્યાખ્યાન માટે વિનંતી કરતા તે અપવાદ રૂપે એકાદ દિવસ માટે રાતે ત્યાં વ્યાખ્યાન કરી લેતા અપવાદ રૂપે રાતે કેઈકવાર વ્યાખ્યાન કરી લેવું પડતું કે કરાવી લેવું પડતું એ વાત અલગ હતી એ અપવારિક પ્રવૃતિને ઉત્સર્ગ પ્રવૃતિ ન બનાવાય. - ઉત્સગની પ્રવૃતિને અપવાદની પ્રવૃતિ બનવાઈ રહી છે અને અપવાદની પ્રવૃતિને ઉત્સર્ગની પ્રવતિ બનાવાઈ રહી છે એમ લાગે છે. રાત્રિના વ્યાખ્યાનની પ્રવૃતિને વેગ વધી રહ્યા હોવાના કાસ્ટે દિવસે વ્યાખ્યાન કરવાની પ્રવૃતિ અપવાદ રૂપ બની રહી છે. અને રાતની વ્યાખ્યાન કરવાની અપવાદ રૂપ પ્રવતિ ઉત્સર્ગ રૂપે બની રહી છે જે ખરેખર અત્યન્ત અઘટિત છે.
' 1 સાધુએ જ્યાં વિહાર કરીને જાય છે. ત્યાં દિવસના વ્યાખ્યાન કરવા ઉપરાંત રાતને વ્યાખ્યાન કરવા માટે લોકોને પ્રેરણા કરે છે દિવસના વ્યાખ્યાનાદિમાં અને બેડું પર જાહેરાત કરાવે છે અને રાતે વ્યાખ્યાને બેસે છે અને લેકે રાતના શહેરનાં જુદા જુદા ઠેકાણેથી સ્કુટર-મેટર મોટર સાયકલ આદિ દ્વારા ભાગાભાગ કરતા વ્યાખ્યાનમાં આવે છે રાતે ૧૧ વાગે અને બાર બાર વાગે વહાનેને ફટાફટ અવાજ કરતા ઘરે જાય છે જેમાં જયણા ધર્મને તે ખાતમે જ બેલાઈ જાય છે. એ વાહનેથી કેટલાએ