________________
૯૩૦
: શ્રી જૈન શાસન (અઠવાડિક) સઘળાય સાવ–પાપ વ્યાપારોથી મનથી, વચનથી અને કાયથી કરવા રૂપે, બીજા પાસે કરાવવા રૂપે અને જે કંઈ કરતા હોય તેને સારા માનવા રૂપ અનુમાન રૂપે-વિરામ પામેલા હોય છે, જ્ઞાનાચાર, દશનાચાર, ચરિત્રા ચાર, તપ:ચાર અને વર્યાચાર એ પાંચે આચારના સ્વરૂપને જાણનારા અને પાળનારા હોય છે, જેઓ એકાતિક અને આત્યન્તિક એવો પર ઉપકાર કરવામાં તત્પર હોય છે, કમલાદિની જેમ નિલેપ હોય છે. અર્થાત કમલ જેમ કાદવમાં ખીલે છે અને પાણીથી વધે છે છતાં પણ તે બન્નેથી જેમ નિલેપ હોય છે તેની જેમ મુનિઓ પણ કામભાગ રૂપે પંદડી ઉત્પન્ન થઈ કામગવાળા સંસારમાં રહ્યા હોવા છતાં તે બંનેથી લેપાતા નથી એટલે કે તેનો સર્વથા ત્યાગ કરે છે, જેમાં એકાગ્રચિત્તે ધ્યાન કરવામાં અને વાંચનાદિ પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવામાં જ નિરંતર મગ્ન રહે છે, તેથી જ આજ્ઞા મુજબના ધર્માનુષ્ઠાન કરવા વડે તેઓના ચિત્તના પરિણામ અત્યંત વિશુધ-નિર્મળ હોય છે, જેઓ સમ્યગ્દર્શન, સમ્યાન અને સફર્ચારિત્રની આરાધના વડે મોક્ષને જ સાધનારા હેય છે એવા શ્રી સાધુ ભગવંતનું. મારે શરણ છે અર્થાત તેઓના શરણને. હું સ્વીકારું છું. *
હવે શું શરણુ શ્રી કેવલિભાતિ ધર્મનું સ્વરૂપ બતાવે છે. ... तहा सुरासुरमणुअपूइओ, मोहतिमिरंसुमाली रागद्दोस विसपरममंतो, हैऊ सय. लकल्लाणाणं, कम्मवणविहावसू, साहगो सिद्धभावस्स, केवलिपण्णत्तो धम्मो जावजीवं मे भगवं सरणं ।। - તથા સૂર-અસૂર અને મનુષ્યથી પૂજાયેલે, સમ્યગ્દર્શનાદિ આત્મગુણેને તક મેહ રૂપી અંધકારને નાશ કસ્વા માટે સૂર્ય સમાન, રાગ અને દ્વેષ રૂપી વિષને નાશ કરવા માટે પરમમંત્ર સમાન, સઘળા ય કલ્યાણનું કારણ. કર્મ રૂપી વનને બાળવા માટે અગ્નિ સમાન, આત્માના શુધ્ધ સ્વરૂપ મને આપનાર એ શ્રી કેવલી ભગવતે કરુપેલો સમગ્ર એશ્વર્યાદિ ગુણે કરીને યુકત એ ધર્મ યાવાજજીવ સુધી મારે શરણભુત હો. તે હવે દુષ્કતની નિંદા કરવા માટે કહે છે.
सरणमुवगओ अ एएसिं, गरहामि दुक्कडं ।। . - આ રીતે ઉપર જણાવ્યા પ્રમાણે શ્રી અરિહંતાદિ ચારનું શરણ કર્યા પછી હું મારા દુષ્કતની નિંદા કરું છું.
તે કૃતે કયા છે તે વાત કહે છે- - -
जं णं अरहंतेसु वा सिद्धेसु वा आयरिएसु का उवज्झाएसु वा साहुसु वा साहुणीसु वा अन्नेसु वा धम्मट्ठाणेसु वा माणणिज्जेसु पूअणिज्जेसु, तहा माईसु का