SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૭ અંક ૩૪ તા. ૨૫-૪- = ૭૯૩ કે રોપવે આવવાથી અહીં ઠેર ઠેર દારૂના અડાઓ ખૂલી જશે. રય ગઢનો કિલે ચડવા માટે જે કષ્ટો વેઠવામાં આવે તે તેનાથી રાષ્ટ્ર માટે આત્મસમર્પણ કરવાની ધગશ નિર્માણ થાય છે. આ રીતે વિકટ પહાડ ચડનારા લોકે શિવાજી મહારાજને સાચી શ્રદ્ધાંજલિ આપી શકે છે. તેને બદલે એક મિનિટમાં ઉડનખટોલા તારા આ ગઢ ઉપર ચડી જનારાએ તે તેને પિકનિક સ્પોટ બનાવી દેશે અને તેની મહાનતા નષ્ટ થશે એ ભય શિવભકતેને છે. તેમના પ્રચંડ વિરોધને કારણે રેપવેની આ પેજના અટકી પડેલી છે. મહારાષ્ટ્ર સરકારના ઈરાદે તે રાયગઢ પછી પ્રબલગઢ, સિંહગઢ, શિવનેરી, રાજગઢ પ્રતાપગઢ વગેરે તમામ કિલાઓ ઉપર રેપની ચડાઈ લઈ જવાનું છે. આ તમામને તેઓ ટુરિસ્ટ આકર્ષણ બનાવે તે અઢળક ડુડિયામણ રળી શકાય તેમ છે. મહારાષ્ટ્ર ટુરીઝમ ડેવલપમેન્ટ કે ર્પોરેશન તે એક નિર્ભેળ વેપારી સંસ્થા છે અને તેનું કામ રાષ્ટ્રના સાંસ્કૃતિક વારસાને વેચવાનું અને નફો રળવાનું છે. આ ધંધામાં રેપ ખુબ મદદરૂપ પુરવાર થઈ શકે છે એટલે તેને માટે આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. રેપના આગમન સામે માત્ર ભારતમાં જ વિરોધ થઈ રહ્યો છે તેવું નથી. થઈ. લેન્ડમાં ચિયાંગમાઈ નામનું પવિત્ર ગિરિમથક આવેલું છે જેની ટેચ ઉપર એક પ્રાચીન બૌદ્ધ મઢ આવેલ છે. વિશ્વના કોડે બૌદ્ધનું આ શ્રદ્ધાસ્થળ છે. આજથી ૭૦ વર્ષ અગાઉ આ પહાડ ઉપર ચડવા માટે એક રોડ બાંધવામાં આવ્યું હતું જેના માટે આસપાસના ગામના લોકોએ શ્રમદાન કર્યું હતું. આરસ્તે પાકે થઈ ગયે તે પછી અહીં આતરરાષ્ટ્રીય સહેલાણીઓની સંખ્યા વધતી ગઈ. ટુરિસ્ટના આવાગમનને કારણે અહીંના મઠને ડોલરની પણ મેટી આવક ઊભી થઈ. ઈ. સ. ૧૯૮૧માં ટુરીઝમ એથેરીટી ઓફ થાઈલેન્ડના અધિકારીઓએ વિચાર્યું કે પવિત્ર પહાડની ટોચ ઉપર પહોંચવા માટે જે રેપ બાંધવામાં આવે અને તેના ઉપર કેબલ કાર શરૂ કરવામાં આવે તે ટુરિટેની સંખ્યામાં પ્રચંડ વધારે થાય અને દેશની તિજોરીમાં વધુ હુંડિયામણ પણ આવે. આ પેજના સાકાર કરવાનું કામ એક ખાનગી પેઢીને સોંપવામાં આવ્યું. પ્રિયાંગમાઈના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને અને બૌધ્ધ સાધુઓને જેવો આ જનાને ખ્યાલ આવ્યો કે તેઓ તેનાં સંભવિત પરિણામે વિચાર કરી ચિંતામાં મુકાઈ ગયા. તેમને ખ્યાલ આવી ગયો કે રોપવે શરૂ થશે એટલે ટુરિટેની સંખ્યા ખુબ વધી જશે. પછી આ સહેલાણીઓનું મનોરંજન કરી નફે રળવા માટે પહાડ ઉપર મંદિર, નાઈટ કલબ, સેકસ પારે, રિસેટ વગેરે શરૂ થઈ જશે. બોધ સાધુઓ કહે છે, કે ભગવાન બુદ્ધના અવશેષે આ દુર્ગમ પર્વત ઉપર એટલા માટેજ મૂકવામાં
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy