SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ - હા - --- - - -- - સમક્તિના સડસઠ બેલની ના સડસઠ અાવના સજઝાય ઉપર પ્રશ્નોત્તરી - -- -- --- | |–પૂ. મુનિરાજ શ્રી , | પ્રશાંતદશન વિજયજી મ. [ ગતાંકથી ચાલુ ]. પ્ર-૨૮૧ જ્ઞાનનયનું વિશેષથી સ્વરૂપ સમજાવે. ઉ–જ્ઞાનનય કહે છે કે જ્ઞાન જ આલેક અને પરલોકના ફળની પ્રાપ્તિનું પ્રધાન કારણ છે. તેના સમર્થનમાં કહે છે કે "नायम्मि गिण्हियव्वे अगिहि अवम्मि चेव अत्थम्मि। जई अव्वमेब इय जो उवए सो सो णओ नाम" ।। . (આવ. નિ. ગા. ૧૦૬૬) વતુ સારી રીતના જ્ઞાત થયા પછી અર્થાત્ વસ્તુનું વાસ્તવિક જ્ઞાન થયા પછી જ તેમાં ઉપાય-આદરવા લાયક, હેય એટલે છોડવા લાયક અને રેય એટલે જાણવા લાયક રૂપ પ્રવૃત્તિ થાય છે. એટલે કે, વસ્તુનું જ્ઞાન થયા પછી જ ઉપાદેયને આદર, હેયને ત્યાગ અને શેયમાં મધ્યસ્થ ભાવ રખાય છે. જેમકે, આલોકને વિષે જીવને જ્ઞાન થયા પછી પોતાને સુખ આપનારા પદાર્થોને વિષે આદરભાર હોય છે, દુઃખ આપનારા પદાર્થોને વિષે હેય ભાવ હોય છે અને સુખ કે દુઃખ આપનારા નથી તેને વિષે માત્ર રેય. ભાવ હોય છે, તેવી રીતના પરલેકમાં-સુખ આપનાર સમ્યગ્દર્શનાદિને વિષે ઉપાદેય ભાવ, દુઃખ આપનારા મિથ્યાવાદિને વિષે હેય ભાવ, અપેક્ષાથી અયુદયાદિને વિષે ય ભાવ હોય છે. | માટે આલેક અને પરલકના ફલની પ્રાપ્તિ માટે જ્ઞાનને વિષે જ પ્રયત્ન કરવું જોઈએ સારી રીતના નહિ જણાયેલી--અજ્ઞાત એવી વસ્તુમાં પ્રવૃત્તિ કરવાથી તે ફલનું વિસંવાદીપણું જોવામાં આવે છે. અન્ય એ પણ કહ્યું છે કે “વિદિત: Fા ઉં, કિયા સ્ત્રી મતા ' मिथ्याज्ञानात् प्रवृत्तस्य, फला संवाद दर्शनात्" । મિથ્યાજ્ઞાનથી પ્રવૃત્ત થયેલામાં ફલને વિસંવાદ જેવાથી, સાચી જાણકારી-સાચું જ્ઞાન જ મનુષ્યને ફલદાયી મનાયું છે પણ માત્ર ક્રિયા ફલદાથી મનાઈ નથી. વળી આગમમાં પણ કહ્યું છે કેपढमं नाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए। . ના વિ તિ?, વિ નાદિ છે ?” | પ્રથમ જ્ઞાન અને પછી દયા-સંયમ એ રીતે સર્વકાર્યોમાં સંયત-સંયમી રહી શકે. અજ્ઞાની શું કરશે? અથવા હિત અને અહિતને શું જાણશે ?
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy