________________
www®જજ
દ, જ્ઞાન ગુણ ગંગા ?
--પ્રજ્ઞાગ
૦ યોગશાસ્ત્રમાં ગુરુને વંદન કઈ રીતના કરવું તે અંગે કહ્યું છે. કે'वन्दनं वन्दनयोग्यानां धर्माचार्याणां पञ्चविंशत्यावश्यकविशुद्धं द्वात्रिंशद्दोषरहितं नमस्कारणम'।
અર્થાત “વંદન” એટલે વંદનને ગ્ય ધર્માચાર્યોને પચીશ (૨૫) આવશ્યકથી વિશુદ્ધ અને બત્રીસ (૩૨) દેથી રહિત કરવામાં આવેલ નમસ્કાર.
પચ્ચીશ આવશ્યક શ્રી “આવશ્યક નિયુકિત'માં આ પ્રમાણે કા છે. 'दो ओणयं अहाजायं किइकम्मं बारसावयं ।
चउसिरं तिगृत्तं च दुपनेसं एगनिक्खमणं (गा०-१२०२ )
બે અવનત, યથાજાત મુદ્રા, કુતિકર્મ-દ્વાદશાવત્ત, ચાર શિરનમન ત્રણ ગુપ્તિ, બે પ્રવેશ અને એક નિષ્કમણ,
એ વખતના વંદનમાં આ ક્રિયાએ આ પ્રમાણે થાય છે.
૧) બે અવનત :-ઇaછામિ ખમાસમણે ! નિસાહિઆએ બેલતી વખતે પોતાનું અધું શરીર નમાવવામાં આવે તે પહેલું અધુવનત બીજી વારના વાંદણામાં પણ તેમ કરવાથી બે અવનત થાય છે.
૨યથા જાત મુદ્રા –જન્મતી વખતે કે દીક્ષા-ગ કરતી વખતે જેવી મુદ્રા બે હાથ જોડી લલાટે લગાડવા રૂપ ધારણ કરવામાં આવે છે તેવી જ મુદા આ વંદન માટે કરવામાં આવે છે, તેમાં એ કે ચરવાળે અને મુહપત્તી હાથમાં રાખી, બે હાથ જોડી, મસ્તક નમાવીને ઊભા રહેવાનું હોય છે.
૩} કૃતિકર્મ-દ્વાદશાવવંદના કરતી વખતે “અહ કાયં કાય” રૂપ ત્રણ અને “જત્તા ભે જવણિ, જંચ જે રૂપ બીજા ત્રણ એમ એક વખતના વંદનમાં બેસતાં ગુરુ-ચરણે હાથનાં તવાં લગાડી અને તે પોતાના લલાટે સંપર્શના રૂપ કરાય ત્યારે આ વત્ત થાય છે. એટલે બે વારના બાર આવ.
૪) શિરનમન :-“કાયસ ફાસં કહેતાં પિતાનું માથું ગુરૂ ચરણે નમાવું તે એક શિરમન, અને “ખામેમિ ખમાસમણે! દેવસિય વઈકકમ બેલતી વખતે ફરી પિતાનું માથુ નમાવવું તે બીજું શિરનમન. એમ બે વારનાં વંદનના મળીને ચાર શિરે નમન થાય,