________________
એક ચિંતન
-પ્રજ્ઞાંગ चला विभूतिः क्षणभङ्गि यौवनं, कृतान्तदन्तारवति जीवितम् । तथाऽप्यवज्ञा परलोकसाधने, अहो नृणां विस्मयकारि चेष्टितम् ।।
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માએ એ આ આખા સંસારને, સંસારની સુખ સાહ્યબી, આબાદી-સંપત્તિ-સમૃદિધને અસાર કહી છે. તેમના જ પગલું હિત છી મહાપુરુષે એ મોહનિદ્રામાં મસ્ત બનેલા આમ રાજાને ઢઢળવા, સંસારની અસારતા ભિન્નભિન્ન રીતે સમજાવવા અનેક પ્રકારે પ્રયત્નો કર્યા છે! પણ આળસુને એદી બનેલો આતમ રાજા એવો આંધળો બને છે જાણે જાણ્યું ન જાણ્યું, સાંભળ્યું તે સાંભળ્યું કરી હિતના માગે “આળસુ અને અહિતના માગે “ઉદ્યમી' બની ઉપકારી એ.ની કૃપા દષ્ટિને ઝીલતે નથી કે કરૂણાને સમજી શકતે નથી, જગતમાં અનેક અજાયબીઓની ગણના થાય છે પણ તે બધા કરતાં ચઢિયાથી અજાયબી-આશ્ચર્ય આજના મનુષ્ય ખુદ છે. પણ તેને વિચાર કરતાં નથી.
હું શરીર નથી પણ આત્મા છું. કેક જગ્યાએથી આવ્યો છું અને કેક જગ્યાએ જવાનું છે તે પણ અહીંની કારવાઈ પ્રમાણે “ખાડે છે તે પડે? “વાવે તેવું લણે આવું બધું બેલવા અને અન્યને સમજાવવા છતાં પણ પિતાની જાતને સમજાવવાની બધાએ જાણે પ્રતિજ્ઞા લીધી હોય તેમ લાગે છે !!! ભૂતકાળમાં કાંઈ સારું કર્યું માટે આટલી સારી સામગ્રીવાળી જગ્યાએ આવ્યો છું અને અહીં સારૂં કરું તે ભવિષ્ય પણ સારું થાય. જે જમે તે બધા મરે જ, જન્મની પાછળ મરણનિયત છે અનેકને મારતા જોવે, સ્મશાનમાં મૂકી પણ આવે તેય જાણે મારે મરવાનું નથી તેમ જ જીવે તે બધા આશ્ચર્યરૂપ કહેવાય ! પરલેક બગડે નહિ તેમ જીવનારા તે બહુ જ વિ લ આત્માએ મળે.
માટે જ હિતેષી મહાપુરુષે આત્મપ્રબંધ સાથે અનેકને જગાડવા પિતાના હૈયાની વેદનાને વાચા આપતાં કહ્યું છે કે-“વિભૂતિ–આબાદી સંપત્તિ ચપલ છે અર્થાત આજ છે ને કાલ નથી, યૌવન ક્ષણભંગુર છે. દુનિયા પણ કહે છે “જવાની જવાની છે, ચાર દિનની ચાંદની છે. અને જીવન યમના દાંતની વચમાં ભીંસાયેલું છે. આ બધું જાણવા-અનુભવવા છતાં ય પરલોકની સાધનામાં જે અવજ્ઞા કરાય છે અર્થાત્ પરલોક ન બગડે તેની ચિંતાથી જ મુકત બનાય છે–તેજ મનુષ્યની મોટામાં મેટી વિસ્મયકારી ચેષ્ટા નથી ! અર્થાત્ છે જ.
માટે મહાપુરૂષના હૃદયના ભાવને સમજી પરલોકને સુંદર બનાવવા અને પરમપદને નજીક બનાવવા સૌ પુણ્યાત્મા પ્રબલ પુરુષાર્થ આદરી. સર્વથા નિ:સંગાવસ્થાના આનંદને પામે તેજ મંગલ કામના.