________________
પરમગુરૂદેવ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય
રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના ચરણે :; ગ તાં જ લિ યુગલ 'T
–પૂ. મુનિરાજ શ્રી મોક્ષરતિવિજયજી મ. (૧) (ગઝલ : તર્જ મંદિર છે મુક્તિત ) ચારે તરફ ધુમ્મસ-બિછાવેલી દિશા, સમજાય છે ખરતા સિતારા જેવી આ જિજીવિષા, સમજાય છે શ્રી રામચન્દ્રસૂરીન્દ્ર જ્યારે અખની સામે નથી, તે બંધ આંખમાં છવાયેલી નિશા, સમય છે રણરેતના સહેલાણીની મંઝિલ હવે સમજાય છે " ધુમ્મસભર્યું આકાશ, દિન્ પુમિલ, હવે સમજાય છે શ્રી રામચંદ્રસૂરી જયારે આંખની સામે નથી ક્ષિતિજે નિરખતી આંખની મહેફિલ હવે સમજાય છે ૨ દરિયાવને પણ હોય છે આરે, હવે સમજાય છે નિર્જલ સરોવર થાય અંગારો, હવે સમજાય છે શ્રી રામચંદ્રસૂરી જયારે આંખની સામે નથી , તે આંખને પણ હોય પલકારે, હવે સમજાય છે ૩. ભડભડ સળગતી આગ શી આશા, હવે સમજાય છે ને પાનખરના મૌન નીસાસા, હવે સમજાય છે શ્રી રામચન્દ્રસૂરીન્દ્ર જયારે આંખની સામે નથી આ સૂની પડેલી આંખની - ભાષા હવે સમજાય છે ૪. અંધારઘેરી રાતના પગરણ, હવે સમજાય છે સંગીતના અટકયા પછીની ક્ષણ, હવે સમજાય છે શ્રી રામચન્દ્રસૂરી જયારે આંખની સાથે નથી , આંખે અને આસુતાણું સગપણ હવે સમજાય છે ! અંધારછાઈ રાત તેજસ્વી ઝલક, સમજાય છે અને ભેંકાર જગલ ખીણ રણઝણ ખલક, સમજાય છે શ્રી રામચન્દ્રસૂરીન્દ્ર જયારે આંખની સામે નથી તે આંખ તેમજ આંખ વચ્ચે ફરક સમાય છે આજે તમસૂને અર્થ કંઈ ઝાંખે હવે સમજાય છે પિંજરતણું પંખી તણે પાંખે હવે સમજાય છે શ્રી રામચંદ્રસૂરીન્દ્ર જયારે આંખની સામે નથી આંખે પૂછે છે આંખને, અને હવે સમજાય છે? ૭.