________________
૧૧૧૬ :
: શ્રી જૈનશાસન (અઠવાડિક)
નનું સુંદર પ્રતિપાદન કર્યું હતું, જે લેખે ત્યારના “વીર શાસન' માં પ્રગટ થયા હતા. એટલું જ નહિ પણ સન્મિત્ર મુ શ્રી કરવિજયજીને જાહેરમાં આહવાન પણ આપ્યું હતું કે-કેસર પૂજા તે શાસ્ત્રવિહિત છે (૫) કસોટીની એરણ પરથી ઝળકી ઉઠેલું સો ટચનું સુવર્ણ
શાસ્ત્રીય સત્ય-સિદ્ધાન્તનું પ્રતિપાદન-સંરક્ષણ કરતી, દંભીઓન દંભના લીરે લીરા ઉડાડતી, ઉન્માર્ગગામીઓને ખુલ્લા પાડતી, સન્માર્ગ ગામીઓને સન્માર્ગમાં મજબૂત બનાવતી, આરાધના માર્ગની જયપતાકા લહેરવતી, સંસારના રાગીઓના હૈયામાં વિરાગના અંકુશ પ્રગટાવતી, વૈરાગ્યની તિને વધુ દીપ્તિમંત કરતી, સંય માભિમુખ બનાવતી, વિરોધીઓના વૈરાગ્નિનું ઉપશમન કરતી, એવી તેઓશ્રીજીના શ્રીમુખેથી પ્રગટ થતી શ્રી જિનવાણીનું શ્રવણ કરી શાસન પ્રેમી આત્માઓ આહૂલાદ અનુભવવા લાગ્યા અને સુધારકેના પક્ષે ચઢી શાસન ના વિરોધી બનેલાઓ બળવા લાગ્યા. તે પણ તેઓશ્રીજીની પાસે તેઓશ્રીજીના ચરણેમાં જીવન - છાવર કરનારા આત્માએ પોતાની જાતને ધન્ય માનવા લાગ્યા.
તેઓશ્રીજીની અનુપમપ્રભાવક વ્યાખ્યાન શકિત જોઈને, શાસનના મહારથી એવા સંઘ સ્થવિર પૂ. શ્રી બાપજી મહારાજાના નામથી પ્રસિદ્ધ પૂ. આ. શ્રી વિ. સિદ્ધિ સૂરીશ્વરજી મહારાજાએ પણ વિદ્યાશાળાની વ્યાખ્યાન પાટ ઉપર તેઓશ્રીજીને આરૂઢ કર્યા. તે વખત નિત્ય શ્રોતાઓના મન પણ શંકિત બનેલા કે-“આ શું વ્યાખ્યાન વાંચશે?” પણ શ્રી જિનવાણીના જગમશહૂર જાદુગરના શ્રી મુખેથી જિનવાણીનું અમપાન કર્યા પછી પૂ. શ્રી બાપજી મ. પાસે તેઓશ્રી માટે જ માગણી કરવા લાગ્યા તેવી ચાહના એક જ વ્યાખ્યાનમાં પૂજ્યશ્રીએ પ્રાપ્ત કરી. પૂજયશ્રીજી સ્વયં કહેતા કે-તે વખતને શ્રોતાવર્ગ સાચા અર્થમાં શ્રોતા હતે. જે સભાઓ થતી, પાઘડી-દુપટ્ટાવાળા મોટા મોટા માથાઓ -આગેવાન ગણાતા શ્રાવકે સામે બેઠા હોય તે વખતે વ્યાખ્યાનમાં ગમે તેમ બોલાય જ હિ એવા બહુશ્રુત શ્રેતાઓ હતા. તેવા બહુશ્રુત શ્રેતાઓના દિલને જેઓએ જીતી લીધા તે જ વાસ્તવિક રીતે સરસ્વતીના કૃપાપાત્ર કહેવાય તેમાં લેશ પણ અતિશયોકિત નથી.
પૂ. શ્રી બાપજી મના પટ્ટધર ગાંભીર્યાદિ ગુગણનિધિ પૂ આ. શ્રી વિ. મેવસૂરીશ્વરજી મ.એ આગમના અર્કનું રહસ્યનું અમી પાન પૂ શ્રીજીને કરાવ્યું. પૂ.શ્રીજી પતે કહેતા કેવ્યાખ્યાન બેલતે થયે તે તેઓશ્રીજીને આભારી છે!” પ્રકાંડ પાંડિત્ય છતાં ય કેટલી લઘુતા, ગુણગ્રહિત, અને કૃતજ્ઞતા ! વિનીત એ જ્ઞાની આ કલિકાળમાં ક૯પ રુ ગણાય છે તેનો સાક્ષાત્કાર કરાવ્યું. આજે મોટાભાગના હયા છીછરા જ્ઞાનથી અધૂ ગ ઘ ાની જેમ છલકી ઊઠે છે. ગુરુગમ અને ગુરુકૃપા વિના આગમ રહસ્યને પામવાની ચ વી હાથ આવે જ નહિ. પૂ.શ્રીજી ઉપર તે વડિલેનું પૂર્ણ વાત્સલ્ય હતું તે ગુરુઓની સંપૂર્ણ કૃપા હતી. તેમાં આરાધકતા, અને પ્રભાવકતા ખીલી ઊઠે તે શી નવાઈ !