________________
વર્ષ-૬ અંક-૪૪ તા. ૨૮-૬-૯૪:
: ૧૦૪૯
આ રીતે બિહાર સરકારે ૧૯૫૩ના નેટિફિકેશન દ્વારા શ્વેતાંબર જૈન વહીવટ દારો પાસેથી જે કંઈ ઝુંટવી લીધું હતું તે ૧૯૬૫ના કરાર દ્વારા તેમને પાછું આપ્યું. વેતાંબરને ધરપત થઈ, પણ દિગંબરોના પેટમાં તેલ રેડાયું અને તેમણે આ કરાર રઢ કરાવવા ઝુંબેશ શરૂ કરી. આ ઝુંબેશને પરિણામે બિહાર સરકારે દિગંબર સાથે એક અલગ કરાર ઉપર ૧૯૬૬ની સાલમાં સહીસિકકા કર્યા. આ કરારમાં દિગંબરને તીથની માલિકી, વહીવટ, અંકુશ, કબજા વગેરેને કેઈ અધિકાર ન મળ્યા, પણ અગાઉના કેર્ટના ચુકાદાઓ દ્વારા મળેલા પૂજાના અધિકારને સરકારે માન્ય રાખે. જંગલના વહીવટ માટે રચાનારી સલાહકાર સમિતિમાં જેનના જે બે પ્રતિનિધિઓ લેવાની વાત હતી, તેમાં એક પ્રતિનિધિ કાયમ દિગંબર સંપ્રદાયને જ હોય, એમ પણ ઠરાવવામાં આવ્યું.
' જો કે ૧૯૬૬ના કરારમાં એક મહત્વની શરત એ હતી કે તેની કઈ પણ કલમ દ્વારા શ્વેતાંબરેના અથવા દિગંબરના જે કેઈ અધિકારો આ તીર્થ પર પરાપૂર્વથી
સ્થા પત થયેલા છે, તેને ભંગ કરવામાં નહિ આવે કે તેમાં ફેરફાર કરવામાં નહિ આવે. દિગંબરેએ આ કરારને અર્થ એ કર્યો કે તેમને પારસનાથ પહાડ ઉપર ગમે ત્યાં, ગમે તે પ્રકારે બાંધકામ કરવાની છૂટ મળી ગઈ છે. હકીકતમાં, તેમણે ખેલત નં. ૧ ખાતા નં. ૨૫, પ્લોટ નં. ૬૭ની જમીન ઉપર ૨૦ ફૂટ બાય ૧૨ ફુટની સાઈઝને એક પતરાને છોડ અને ૬ ફુટ બાય ૬ ફુટની ઝાઈઝને એક તંબુ પણ ઊભા કરી દીધા. શ્વ તાંબરએ આ અતિક્રમણ સામે વાંધો ઉઠાવ્યા અને તેમાંથી એક લાંબા કાનૂની યુદ્ધને નવેસરથી પ્રારંભ થયો.
દિગંબરે દ્વારા સમેતશિખરજી ઉપર થતા ગેરકાયદે બાંધકામને અટકાવવા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ ગિરિડિહની જિલ્લા અદાલતમાં દિગંબરે સામે કેસ (નંબર ૧૦ એફ ૧૯૬૭)દાખલ કર્યો. તાંબરની દલીલ એવી હતી કે દિગંબર સંપ્રદાયના કે પ્રતિનિધિને પારસનાથ પહાડ ઉપર આવું બાંધકામ કરવાનો અધિકાર નથી.
તાંબરે બે એવી પણ માગણી કરી કે દિગંબરે સામે ભવિષ્યમાં પણ આવું કઈ પણ પ્રકારનું બાંધકામ કરવા સામે કાયમી મનાઈહુકમ આપવામાં આવે. તાંબરેએ એવી પણ વિનંતી અદાલતને કરી કે દિગંબરને આદેશ કરી તેમણે જે કંઈ મકાન બાંધ્યાં હોય તે હટાવી લેવાનું જણાવવામાં આવે અને મકાનના બાંધકામ માટે તેઓ જે માલસામાન વગેરે પહાડ પર લાવ્યા હોય, તે પણ તેઓ હટાવી લે.
શતાંબરના કેસ પછી દિગંબરોએ પણ ગિરિડિહની કેટેમાં એક કેસ (નંબર ૨૩ એફ ૧૯૬૮) તાંબરે અને બિહાર સરકાર સામે દાખલ કરી તા. -૨-૧૯૬૫નું એગ્રિમેન્ટ રદ કરવાની પ્રાર્થના કરી અને એવી માગણી કરી કે તાંબર અથવા તેમના