________________
વંદન કરીએ વિભુવર તમને શીશ નમાવી દરેક ભકતજને બહુજ ભાવથ આ ગાઈ રહ્યા હતા અને હાલમાં આનંદનું વાતાવરણ પ્રસરી રહેલ.
ત્યારબાદ નવકાર મંત્ર બેલી સ્નાત્રપૂજાની શરૂઆત કરવામાં આવેલ જે મંડળના ભાવિકે ખૂબજ ઉમળકાથી આ પૂજા ભણાવી રહ્યા હતા.
હારમોનીયમ વગાડનાર શ્રીયુત અંબારામભાઈ સારૂ સંગીત આપી રહ્યા હતા અને તેમનો ૬ વર્ષનો પૌત્ર ચિ. વીરેન તબલાની એવી રમઝટ કરેલ કે સીને આનંઠ ઘણોજ ઉભરાઈ ગયો હતે પછી શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજાની શરૂઆત થઈ અને આ પ્રસંગે પૂજાને ઘેર બહુ જ અદભૂત હતું, હાલમાં ચારે બાજુ દપિ કરીએ તે એમજ લાગે કે બધા દાદાના દરબારમાં કેટલા ભાવથી ભકિત કરી રહ્યા છે નેમ-રાજુલનું સ્તવન ગવડાવેલ તેમજ અન્ય બીજા સુંદર સ્તવનની રજુઆત થયેલ. હકિકતમાં સાડા ચાર કલાકની પૂજામાં કેઈને ઉઠવાનું મન ન થયું અને બધા ભકિતના રસીયા ભકિતમાં જ મિંજાયેલા હતા, * પંચકલ્યાણક પૂજા બાદ આરતી-મંગલદી-શાંતિ કલશ કરવામાં આવેલ જેની ઉછામણીના લાભ લેનાર પૂજ્યશાળીઓના નામ આ પ્રમાણે છે. ૧. આરતી – શ્રીમતી અંજમેંન મેશ મે તીચંદ શાહ
એકસ ફડી ૨. મંગલદિ – શ્રીમતી મુકતાબેન ભારમલ નરશી શાહ વેપલી ૩. શાંતિ કલશ - શ્રીમતી કુમુદબેન અમૃતલાલ કચરા શાહ ટેન મે ૨
ગુરૂમહારાજના ઉપકારનું ગીત ગાવામાં આવ્યું હતું ભલું થુલું ઉપકાર કેમ તારે રે ગુરૂની તમે સફલ કર્યો જન્માવે છે. શ્રી સે મચંદ લાધાભાઈએ ગુરૂમહારાજના જીવનની ઝરમર સંભળાવી હતી
' આ પ્રસંગે શ્રીમદ્દ કુંદકુંદસૂરિજી મહારાજ તેમજ શ્રી મહાન વિજયજી મ. ની વાત યાદ આવી જતી, તેઓ તેમના દરેક વ્યાખ્યાનમાળામાં “જીવદયા’ની વાતે અચૂક કરતા. જીવદયા તેમને મુખ્ય વિષય હતું, તેમને એક જ આદેશ કે કઈ પણ જીવ દુખી ન હોવો જોઈએ. આ વખતે જીવદયા સંદેશે પં. પ્રવર શ્રી વાસેન વિજયજી મ. પાસેથી આવ્યું હતું અને તેમણે જણાવેલ કે હાલારમાં ફરી દુષ્કાળની શરૂઆત થયેલ છે અને આપણા સહુની ફરજ છે કે આ બિચારા અબોલ જીવેને બચાવી લેવાના, આ ગુરૂમહારાજની વાતને સૌએ સ્વીકાર કર્યો અને જીવદયાની ટીપ શરૂ કરવાનો નિર્ણય લેવા અને આ મહોત્સવ પૂરો થતાની સાથે સારૂ એવું જીવદયા ભડળ એકઠું થયેલ. છેલે સમુહમાં એ ત્યવંદન કરી સહુ સ્વામીવાત્સલ્યને લાભ આપી ગયા. અને આ લાભ આપનાર અનામી વ્યકિત હતા. આ કાર્યક્રમ પૂરો થતા સહુના મુખે એક જ વાત હતી કે ખરેખર ભકિતમાં મઝા પડી. અંતમાં પ્રભુ પાસે એક જ પ્રાર્થના કરીએ કે અમને આવા શાસનના કાર્ય કરવાની શકિત અર્પે અને ગુરૂમહારાજાઓને વંદન કરી કહીએ કે અમને હરહંમેશ આવીજ પ્રેરણા આપો કે આવા ભક્તિના કાર્ય કરવામાં અમારી ભાવના વધૂતી જાય. સોને પ્રણામ- છે ? “લી. જયે મેહનલાલ વેરશી વીસરીયા ભકિત મંડળ, લંડન