SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬૬ : શ્રી જૈન શાસન (અઠવાડિક) જગતમાં એવા પણ છે હેય છે, જેમને બીજાને હેરાન કરવામાં, બીજા હૈરાન થતાં હોય તે જોઈને જ આનંદ આવે. તેમ એવા પણ છે હોય છે, જેમને જેની સાથે કોઈ સંબંધ પણ ન હોય, ઓળખાણ પીછાન પણ ન હય, કાંઈ લાગતુ વળગતું પણ ન હોય, તે જીવે છે કે મારે છે તેને પણ ખ્યાલ ન રાખતા હોય પણ છે કે તેના કુટુંબીઓ ધર્મ માર્ગે જોડાય કે ધર્મને સ્વીકાર કરે તે જાણે તે તેના મુરબી કે વાલી ન હોય તેમ એવી કાગારોળ મચાવે કે જાણે તેના માથે આભ જ ન તૂટી પડયું હોય! પૂજ્યપાદશ્રીજીની અસરકાર દેશના સાંભળી નવપરિણીત આત્માઓ પણ વૈરાગ્યના રંગે રંગાઈ આત્મકલ્યાણુને પંથ સ્વીકારવા દીક્ષિત થવા લાગ્યા ત્યારે દીક્ષા ધર્મના વિરોધીઓને તે જાણે વિરોધનું મોટું મેદાન ન મલી ગયું હોય, જગતને જાણે અંત 'જ ન આવવાને હેય તેમ કાગને વાવ બનાવી એવી છે. હા... મચાવી અને આ બધાના મૂળમાં જાણે પૂજયશ્રીજી જ ન હોય તેમ તેઓની સામે ગલીચ અને અંગત આક્ષેપ કર્યા અને કાદવ ઉછાળવામાં બાકી ન રાખ્યું. પણ વનરાજની આગળ શિયાળિયાઆની ગુંજાશ શી? તેમાં પણ ન ફાવ્યા તે પૂજય પાદશ્રીજીને કોર્ટમાં ઘસડી ગયા. જેટલી વાર કોર્ટમાં લઈ ગયા તે દરેક વખતે પૂજ્યશ્રીજી સે ટચના સુવર્ણની જેમ સુવિશુદ્ધ થઈને વિજયની વરમાળા વરીને જ બહાર આવ્યા. સોગંદનામાં વખતે પૂજયશ્રી પાંચમહાપ્રત રૂપ પ્રતિજ્ઞા જે સચેટ રીતે, હદયમાં સેસરી ઉતરી જાય તેમ સમજાવતા તે જ પણ દંગ થઈ જતા અને તે જ વખતે મનમાં નકકી પણ કરી લેતા હશે કે- “આ સર્વથા નિર્દોષ જ છે પણ તે દ્રષ-ઈર્ષ્યાદિના કારણે જ આશે ને ભોગ બનાવ્યા લાગે છે.' - તેમાં પૂ. મુનિશ્રી તિલક વિજયજીના દીક્ષા પ્રસંગે તેમના ધર્મપત્ની રતનબાઈએ લોકોની ચઢવણુથી જે રીતના વ્યવહાર કર્યો કેર્ટમાં કેસ કર્યો “રતનબાઇ કેસ તરીકે જે પ્રસંગ પ્રખ્યાત થયે તેને ટુંકમાં જ જોઇએ. વિ. સં. ૧૯૮૨નું ચાતુર્માસ પૂજય પાદશ્રીજીએ ગુર્વાઢિ વડિલની છત્રછાયામાં અમદાવાદ-વિદ્યાશાળામાં કર્યું. ચાતુર્માસ પરિવર્તન શેખના પાડામાં કરવાનું નકકી થયું. બાલદીક્ષાને વિરોધી વર્ગ માટે હતા. તેમાંનો એક શેખના પાડામાં રહેતા હતા, રતનબાઈના પતિને અપાયેલી દીક્ષાથી એ ખૂબ ઉશ્કેરાયે હતે. એણે જાહેર કર્યું કે“મહારાજ સાહેબનું મારું પરિવતનનું સામૈયું મારા ઘર પાસેથી પસાર થશે તે
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy