________________
૪
૫૪ .
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨
આ પણ ફેર ન પડયો. કેસ ચાલ્યો. જુબાની લેવાઈ. ચુકાદાને દિવસે ઝગારા મારતી પ્રતિભા
અને સત્ય-સમર્થનની ખુમારી જોઈને મેજીસ્ટ્રેટ મોમાં આંગળા નાખી ગયે. ચુકાદે શ્રી | રામવિજયજીની તરફેણમાં આવ્યા. દીક્ષાને વગોવનારા વિરોધીઓને પવન ત્યાં ને ત્યાં સ્થગીત થઈ ગયે. દીક્ષાના જયજયકારથી સમગ્ર ગગન ગાજી ઉઠયું.
૧૯૮૫ ની સાલનું ચાતુર્માસ મુંબઈ કરવાનો નિર્ણય જાહેર થતાં યુવક સંઘ ? આદિ સુધારક વર્ગના પેટમાં તેલ રેડાયું. શ્રી રામવિજયજી મુંબઈ આવશે તે આપણે જે ઝંઝાવાતી પવન ઠરી જશે માટે આપણે કાવાદાવા કરવા લાગીએ, આગમને અટકાવવા ? કમ્મર કસીને મહેનત કરવા લાગ્યા પરંતુ શાસન રક્ષા ખાતર પ્રાણ આપનાર પૂ. ગુરુદેવે એમ કાંઈ ડરી જાય તેવા ન હતા. અનેક અવરોધો, અનેક વિદને અને અનેક ભયને સાથે અનેકને દબાણની સફળ-સામને કરી ચાતુર્માસ માટે પ્રવેશ્યા. પ્રવેશના દિવસથી જ જંગી મેદની સામે બાળદિક્ષા, દેવદ્રવ્ય, ઓચ્છવ-મહોચ્છવ, અને કેળવણું , અંગે સચોટ માર્ગદર્શન પ્રસ્તુત કરવા માડયું. વિરોધીઓ ઉમેરાતા તેઓનું વાવાઝોડું વધવા લાગ્યું. ખૂનની ધમકીઓ મળવા લાગી. કાવતરા થવા લાગ્યા, શાસન રક્ષા કાજે પોતાના શરીરની પણ પરવા કર્યા વગર સત્યનું સમર્થન કરવા લાગ્યા. વિરોધીઓને નિષ્ફળતા મળવા લાગી. ભયંકર ઝંઝાવાતી પવનની સામે પણ શ્રી રામવિજયજીની અડાલતા ગજબ પ્રકારની પુરવાર થઈ ગઈ. એ ચોમાસા મુંબઈમાં કર્યા અને આ બને
માસામાં ઝંઝાવાતી વિરોધ નાબૂદ કરવાના પ્રયત્ન સાથે ઘણી શાસ્ત્ર પ્રભાવના પણ કરી. | મુંબઈના ઝંઝાવાતી બે ચોમાસા પૂર્ણ કરી પૂ. ગુરુદેવ સાથે શ્રી રામવિજયજી અમદાવાદ પધાર્યા. ૧૯૮૭ માં ભગુભાઈના વડામાં દેશવિરતિ આરાધક સંઘનું પાંચમું અધિવેશન જે જાયું. તેમાં ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કદમ ભરવાની વાત આવતા શ્રી રામવિજયજી ગણીવરે રણહાક વગાડતા જણાવ્યું કે
“આકાશ-પાતાળ એક થાય, ગમે તેટલા કલંકે માથે ચઢે, ગમે તેટલી કનડગત થાય, તો પણ પ્રભુની આજ્ઞા વિરુદ્ધ એક કદમ પણ અમે નહિ ભરીએ, અને પ્રભુ માગના વિરોધીઓના પગમાં માથું મુકીને અમે નહિ જ જીવીએ પ્રભુ આજ્ઞા ખાતર
અમે એકલા પડી જઈએ તે ય અમને શું વાંધો છે ? એકલા રહીને પ્રભુની આજ્ઞા ન માનવાનું–પાળવાનું ગૌરવ અનુભવીશું.”
બસ, અધિવેશન પૂર્ણ થયું. જયાં જયાં પડે રામના પગલાં ત્યાં ત્યાં અધ્યા તે છે | સર્જાતી હતી જ પરંતુ ઝંઝાવાતી પવનનો વંટોળ તે તેઓશ્રી પહેલાં જ પહોંચી