________________
છે પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક
': ૧૬૩
સત્યની રક્ષા કરવા ખાતર કરવું જરૂરી પુરુષાર્થ તે થઈ જ શક્યા. અને એથી ફરજ બજાવવા પૂર્વક કર્તવ્યની રક્ષા તે થઈ જ છે.
જેન જગતમાં પૂ. આચાર્યદેવશ્રીને જયારે ઉદયકાળ હતું, ત્યારે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ, આદિ કેટલીય વ્યક્તિઓ દ્વારા સ્વરાજ આદિની ચળવળ પૂરજોશમાં ચાલુ હતી. આ રાજકીય આગેવાને શ્રી રામ વિજયજી મહારાજની ભલભલાના માથા ફેરવી શકનારી પ્રવચન-શકિતથી પરિચિત હતા, એથી સ્વરાજની ચળવળમાં જોડાઈ જવા આગ્રહ પણ કરતા હતા. તેઓ જે આવી ચળવળમાં જોડાયા છે હત તે કઈ ગણા વધુ માનપાન પણ તેઓશ્રીને મળ્યા હોત; પણ એમની વાતોમાં 8 8 ન આવતા આચાર્યદેવશ્રી એમને પોતાની સત્ય વાતે સમજાવવામાં જ સંનિષ્ઠ રહેતા,
અને સ્વરાજ આદિની ચળવળ ચલાવનારાઓને પણ એઓ જે બધપાઠ આપતા, તેઓ 8 કાનબુટ્ટી પકડીને એ વાતે કબૂલતા.
પૂ. આચાર્યદેવશ્રીના પ્રવચનમાં ધમ અને મોક્ષને મુખ્ય સૂર રહેવા છતાં જીવન છે જીવવા માટે જરૂરી અનેક વાતે એવી સહેલી ભાષામાં રજુ થતી કે, જેના શ્રવણથી છે ભલભલાના હવા હાલી ઉઠતા, વાત એકની એક હોવા છતાં, જુદા જુદા શબ્દો અને 8 સ્વરૂપમાં રજૂ કરવા છતાં, એ વાતે નિત્ય નવી જ લાગે, એવી અદભુત વકતવ્યકળા છે માટે પૂ. આચાર્યદેવશ્રી બિનહરીફ હતા. એથી જ સાચા અર્થમાં વ્યાખ્યાન વાચસ્પતિ 8 બિરૂદને તેઓ શોભાવી શકયા હતા. તેઓના જીવનમાં ડગલે ને પગલે મહાન કાર્યોની
હારમાળા રચાતી રહેતી. એવી કહેવત પણ પ્રચલિત હતી કે, રામ ત્યાં અધ્યા ! છે તેઓશ્રી જ્યાં જ્યાં જતા હતા, ત્યાં ખરેખર. અયોધ્યા અવતરી જતી. જેના દ્વારા જેન તિ આ શાસનમાં જયજયકાર થઈ જવા પામ્યું હોય, એવા પ્રસંગોની ઉજવણીની સામાન્ય નોંધ : છે કરવા જઈએ, તે ય પાનાઓના પાના ભરાઈ જાય ! જેમના જીવનમાં એક એક થી છે ચડીયાતા ધર્મ પ્રસંગે ઉજવાતા જ રહ્યા હોય, તેવા શાસન પ્રભાવક આચાર્યોમાં અગ્રણી P તરીકે તેઓશ્રી વિશ્વમાં વિખ્યાત હતા. જીવનનું ૯૬ મું વરસ જ્યારે ચાલી રહ્યું હતું, R ને વર્ષમાં તેઓની નિશ્રામાં જાણીતા હીરાના વેપારી યુવાન મુમુક્ષ શ્રી અતુલભાઇની દીક્ષા જે રીતે ઉજવાઈ, એનાથી દેશ-પરદેશની જનતા પરિચિત જ છે. આચાર્યદેવશ્રીની નિશ્રામાં આજ સુધી ઉજવાયેલા ધર્મ પ્રસંગમાં આ દીક્ષા પ્રસંગ અનેક રીતે શિરમોર બની જવા પામ્ય. ઇતિહાસમાં અનેક રીતે અનેખુ અનુપમ સ્થાન માન પામી જનારા પૂ. આચાર્ય દેવશ્રીનું જીવન અનેકવિધ વિશેષતાઓના સરવાળા સમું હતું. પ્રતિભા અને પુણ્યાઈની દષ્ટિએ આચાર્યદેવશ્રી અજોડ હતા. જેમનું માત્ર અસ્તિત્ત્વ પણ જૈન સંઘના સૌભાગ્યનું પ્રતીક હતું. એવા પૂ. આચાર્યદેવ શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા વિનાના