________________
૨૬ ઃ
પવિત્ર આચરણવાળી મહાસતીએ જનતાનુ ચારિત્ર્ય શુદ્ધ કરવા માટે આંદાલન પણ ચલાવ્યુ' છે. આથી જ માજની નારીઓનુ પણ પરમ કર્તવ્ય છે કે આ ફેશનપરસ્તીમાંથી બહાર આવે અને આપણા ડતા જતા નૈતિક સ્તરને ઉપર ઉઠાવવા માટે પેાતાનાં બહુમૂલ્ય સહયાત્ર આપે. સ્ત્રીની મર્યાદાથી જ,સ'સારની મર્યાદા ટકી રહી છે, સાદાઈ અને સયમથી આપણી નારીએ જીવશે, તે જ આપણી સંસ્કૃતિનું સુપેરે રક્ષણ થઈ શકશે,
આપણે એ વાત વિચારી રહ્યા હતા કે, 'જ્ઞાની, વિનીત, સુભગ, સુશીલ. જ્ઞાન સાથે નમ્રતા અને શીલ હૈાવા જ જોઈએ. આમ થવાથી જ જ્ઞાન-શક્તિ અને રૂપશકિતની આપણ સારી રીતે આરાધના કરી શકીશુ.
આવીજ રીતે સંગીત આદિ કલાઓમાં પણ ગજબની શકત રહેલી છે. આ કલાઆની સમ્યક્ ઉપાસના કલાઓના ઉપયોગ પ્રભુકીન, ત્યાગ, વૈરાગ્ય અને લેાક-જાગ્ર તિના હેતુ માટે કરવા જોઈએ. વિકારાના પેલા માટે કલાઓના ઉપયોગ, એ
તેને
દુરૂપયાગ છે. કલાઓમાંથી સ`સ્કાર આવવા જોઈએ, વિકાર નહી. કલાઓની મદદથી આપણે પ્રભુભજન કરવું જોઇએ, કામનુ ભજન કરવુ ન ઘટે. આના અનુસંધાનમાં તાનસેનનું ઉદાહરણુ ખૂબ જ મનનીય છે.
(૪) કલા કલ્યાણ માટે, અકબરના દરબારમાં તાનસેન પ્રસિદ્ધ ગાયક હતા. બાદશાહની શાહજાદીને શીખ
૬ શ્રી જૈન શાસન (અઠવાડિક)
વવા બીજા એક ઉસ્તાદ આવતા હતા. એને તાનસેન ઉપર વેર હતુ. એક દિવસે તેમણે પેાતાની શિષ્યાને કહ્યુ* : તાનસેન દીપક રાગ ખૂબ સારી રીતે ગાય છે, આથી દીપક રાગ તેમની પાસેથી સાંભળેા ! શાહજાદીએ આ વાત અકબરને કરી. અકબરે તાનસેનને હુકમ કર્યો કે, તમારે દીપક રાગ ગાવા પડશે!
તાનસેન કહે જહાંપનાહ દીપક રાગ
ગાવાથી ગાગકનું શરીર સળગવા માંડે છે. તેને શાંત પાડવા માટે મેઘ મલ્હાર રાગ ગાનાર જોઇએ. : મેઘ મલ્હાર રાગ ગાઇ શકે, તેવુ' કાઈ હોય તે જ હું દીપક રાગ
ગાઇ શકું,
શબ્દોમાં અજબ સામર્થ્ય હાય છે. દ્વીપક રાગ ગાવાથી આપમેળે દીપક સળગવા માંડે છે. મલ્હાર રાગ ગાવાથી વાદળે વરસવા માંડે છે.
મદ્રાસમાં એક પ્રયોગ કરવામાં આવ્યું. કે, ગાય અને ભેસેને સંગીત સંભળાવવામાં લાગી.
આવ્યું, તે તે વધુ દૂધ આપવા વસંત રામ ગાવાથી વૃદ્ધા નવનિત થઇ
જાય છે. બિહાગ રાગથી કૃર પશુએ પણ વશમાં આવી જાય છે. પંડિત આંકારનાથે અફધાનિસ્તાનમાં એક પ્રયોગ ખૂબ સફ્ળ રીતે કરી બતાવ્યા. સંગીત શ્રવણ કરવાથી કેળાના પાંક ઘણા ઉતર્યાં. આ શબ્દેની તાકાત છે.
(ક્રમશ:)