________________
જથg]ળી
स्वभावो ब्रह्मचारित्वं दया सर्वेषु जन्तुषु ।
अनुग्रहश्च दानं च, शीलमेतद्विदुर्बुधा : ॥ જે જીવ આત્મ સ્વભાવમાં રમે તે બ્રહ્મચારી હોય, જીવ માત્ર પ્રત્યે દયાવાળે ? હાય, બધાનું ભલું જ કરવાની ભાવનાવાળો હોય તેથી તે દાનગુણ તેનામાં સ્વાભાવિક છે હોય” પંડિતેઓ આને જ શીલ કહ્યું છે.
શાસ્ત્રકારે ફરમાવે છે કે- “આત્મ સ્વભાવમાં જ રમણતા કરવી તે જ ઊંચામાં છે ઊંચી કોટિનું શીલ છે.” કારણ દરેક વસ્તુ પોતાના સ્વભાવમાં હોય તે જ સારા લાગે છે શોભે. પણ વસ્તુ પોતાના સ્વભાવ મૂકી, બીજામાં ભળે તે તે સારી ન જ લાગે. જેમ કે બીજાના અલંકાર ધારણ કર્યા હોય તે કેટલી ચિંતા હોય ? જેમ સાકર મીઠી જ છે હોય, મીઠું ખારું જ હોય અફીણ કડવું હોય, પાણી શીતલ હોય, અગ્નિ ઉષ્ણ જ 8 હોય. તેમ આત્મા પોતાના સ્વભાવમાં રહે તે જ શીલ સંપન ગણાય. આત્માને સાચે છે છે સ્વભાવ શ્રી સિદ્ધ પરમાત્મા જેવો જ છે. આત્મા તે શાશ્વત છે. આત્માને જમવાનું મરવાનું છે નહિ.
પણ કમને પરવશ બનેલા આત્માએ પિતાને આ સારો સ્વભાવ ગુમાવ્યા છે. તે પેદા કરવા પ્રયત્ન કરે તે જરૂર મૂળ સ્વભાવ પ્રગટ થાય તે સ્વભાવ પેદા કરવા દુનિ. યાના પદાર્થોને મોહ ઉતારવો પડે. તે મહ ઉતરે એટલે આત્મા સ્વભાવ દશાની સંમુખ છે. થાય અને વિભાવદશાથી વિમુખ થાય. સ્વભાવની સંમુખતા અને વિભાવની વિમુખતા છે આવે એટલે આત્મામાં સારો વિવેક જન્મ. વિવેક જન્મે એટલે જગતના સઘળાય જ છે છે ઉપર દયા ભાવ પેદા થાય. પછી જ સાચી રીતે પરોપકાર થાય અને તે જ દાન ધર્મ ? પણ વાસ્તવિક આવે. બાકી દુનિયાના પદાર્થોને મેહ ન ઉઠે તે આત્મા જેમ અનાચાર છે અને અધમં કરીને સંસારમાં રખડે છે તેમ સદાચાર અને ધર્મ કરીને પણ સંસારમાં છે રખડે. કેમ કે જગતના સુખ માત્રની ઈચ્છા. તેજ વિભાવ દશાનો આવિર્ભાવ છે. અને છે આત્મિક સુખની ઇચ્છા તે સ્વભાવ દશાને અવિર્ભાવ છે.
માટે આત્મન્ ! તારે કઈ તરફ જવું છે તે તું નકકી કરી લે.
વિભાવ દશામાં જ આનદ માનીશ તે સંસારનું સર્જન થશે. સ્વભાવ દશાની છે આ સંમુખ જઈશ તે મોક્ષ મહેલાત મલશે. માટે વિચારીને પગલું ભર !
–પ્રજ્ઞાંગ