________________
૫૮૦
શ્રી જૈન શાસન (અઠવાડિક) રહે છે. જેવી રીતે અષ્ટાપદ તીર્થ જયાં શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવતીએ બનાવેલ શ્રી તીર્થંકર દેવની સુવર્ણ અને રત્નની શરીર પ્રમાણ મૂતિઓ અને બહુમુલ્ય દેવવિમાન તુલ્ય જિન પ્રાસાદ મંદિર તથા ગિરીરાજ શ્રી શત્રુંજય તીર્થ ઉપરની હજારે મંદિર અને મૂર્તિએ આબુ દેલવાડા, અચલગઢની કરોડ રૂપિયા ખર્ચ કરીને બનાવેલ કલામય, સુંદર મંદિર અને મૂર્તિઓ. રાણકપુરને ભવ્ય જિનપ્રસાદ, શ્રી કુંભારિયાજીનું સુંદર કલામય મંદીર, શ્રી નાદિયા, શ્રી દિયાણજી, મહુવા અને નાણાની શ્રી મહાવીર ભગવાનની હયાતીમાં બનાવેલ તેમની ભવ્ય અને સુંદર પ્રતિમાઓ, શ્રી અજારા પાર્વ. નાથ, શ્રી ભદ્ર શ્વરજી, શ્રી શંખેશ્વરજી, શ્રી ભોયણીજી વગેરે સ્થાનના પ્રાચીન સંદર મંદિરો અને ચમત્કારિક મૂર્તિઓ ઈત્યાદિ બધા મંદિરો અને પ્રતિમાઓ આજ હજારે લાખો વર્ષોથી ભવિ આત્માઓના માટે આત્મશાંતિ આપવાવાળા ચિરસ્મરણીય સ્થાન મૌજુદ છે. શું આપણું ભણેલ સુજ્ઞ ભાઈઓ એક વાર આ પવિત્ર સ્થાનમાં જઈ આવી શકશે?
આથી શાસ્ત્રકારોએ ફરમાવેલ છે કે જીવનમાં આપણે જે પ્રાપ્ત કર્યું છે, તેને ઉંચામાં ઉંચે સદ્દઉપયોગ કરવાનો જો કે ઈ માગ હોય તે તે શ્રી જિનચૈત્ય અને શ્રી જિન મૂતિના ભકિતમાં થવાવાળે વ્યય જ છે.
આ જ એકમેવ માર્ગ બધાના માટે કલ્યાણકારી છે. બીજી આત્મશુદ્ધિ માટે મહત્વની વાત આપણુ ભણેલ ગણેલ અને ડાહ્યા ભાઈઓ માટે એ છે કે તેઓ કહે છે “કંદમૂળ, (જમીનકંદ) બટાટા, કાંદા, લસણ, ગાજર, મૂળા, સુરણ, લીલી હળદર, લીલે આદુ આદિ ખાવા માટે ભગવાને સખત ના પાડેલ છે, કેમકે તેમાં અનત એકેન્દ્રિય જીવ છે.” તે કયાં દેખાય છે તેમાં અનંત જીવ? બતાવો તો ખરા ? આ તેમનો પ્રશ્ન છે. કંદમળોમાં એકેન્દ્રિય અનંત જીવ હોય છે, આ વાત શ્રી તીર્થંકર દેવે આત્મબળથી ઘાતી કર્મોનો નાશ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પોતાના નજરથી જયારે જોયું ત્યારે, તેઓએ તે આગમ સૂત્રો દ્વારા આપણને કહેલ છે. કેવળજ્ઞાન ચારધાતી કર્મ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, અને અંતરાય, સંપૂર્ણ નષ્ટ થયા પછી જ થાય છે. ત્યારે જ તેમને અનંતકાળની બધી વાતે નજરના સામે સ્પષ્ટ દેખાઈ આવે છે. આપણે તેમના જ્ઞાનની ઉંચાઈ અને ઉંડાઈ સુધી પહોંચ્યા વિના આપણને તે પ્રત્યક્ષ કેવી રીતે દેખાશે? આપણે તેમના માર્ગનું દ્રઢ શ્રદ્ધાપૂર્વક સંપૂર્ણ રીતે અનુકરણ કરીશું તે યથાકાળમાં આપણે પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી બધી વાતે તેમના જેવી જ અને તેમના જેટલી જ પ્રત્યક્ષ જોઈ શકીશું. જયાં સુધી આપણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરતાં નથી, ત્યાં સુધી તે સર્વજ્ઞ ભગવંતેના પર આપણને વિશ્વાસ રાખી આપણા આત્મકલ્યાણ માટે તેમની બધી વાતે માનવી જ પડશે જે કે આજે વિજ્ઞાન વનસ્પતિમાં જીવ સાબીત કર્યો છે. કંપળમાં અનંતાકાય પણ માનતા થયા છે સંયુકત સૂક્ષમ દર્શક યંત્ર દ્વારા વિદળ આદિમાં છે પણ જોતા થયા છે.
(ક્રમશ :)