________________
વર્ષ ૪ અંક ૧૮+૧ ] સંયમ અનુમોદન મહત્સવ વિશેષાંક
: ૫૨૭
દીધું. તમને શું ખબર પડે એ રામચંદ્રસૂરીજી મહારાજના ખાલી દર્શન કર્યા કરીએ તે ય કર્મ ખપી જાય આ તે જિનવાણીનું બહુમાન છે. આ કાયા તે માટીમાં મળી જશે. આ આંખેએ તે ભવોભવ ઘણાં પાપ કર્યો છે. આ ભવમાં તે માત્ર દેવના દર્શનગુરૂના દર્શન અને ભણવા ગણવામાં જ ઉપયોગ કરવો જોઈએ. પેલે પ્રશ્નકાર તે ફડક થઈ ગયે. હું વર્ષોથી સાંભળું છું. મારું જરાય પરિવર્તન ન થયું ? ધન્ય છે પૂ. આ. દેવશ્રીને કે જેમના દર્શન-શ્રવણથી ભલભલાના મિથ્યાત્વ ઓગળી ગયા અને સમ્યગ્દર્શ. નની પ્રાપ્તિ કરી. માનવભવ સફળ બનાવ્યા.
૦ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ચાલતા જિનમંદિરના વહિવટમાં દેવદ્રવ્યમાંથી પુજારીના પગાર અપાતા, તે બંધ કરી સાધારણમાંથી અપાવા માટે મોટી રકમનું ભંડળ તેમણે કરાવી આપ્યું હતું. દેવદ્રવ્યના રક્ષણ અને તેની વૃદ્ધિ માટે તેમના જીવનકાળ દરમ્યાન ખુબ સુંદર કાર્યો થયા. તેઓ વારંવાર કહેતા શ્રાવકે જિનભકિત સ્વદ્રવ્યથીજ કરવી જોઈએ. સુખી માણસે પોતાના દ્રવ્યથી જ દેરાસર ઉપાશ્રય નિર્માણ કરવા જોઈએ. દેવદ્રવ્ય જિર્ણોદ્ધારમાં જાય તે ઉચિત છે. આવું તે કહેતા.
છેડવા જેવો સંસાર, લેવા જેવું સંયમ, મેળવવા જે મોક્ષ.
પૂ. દાદા-પ્રદાદા-ગુરૂવારના અંતરના આશીશ. “રામવિજય ! સરસ્વતી તારા મુખમાં વાસ કરશે.” શાસ્ત્રના શબ્દો તારી જીભ ઉપર રમશે.”
-૦-
-૦બંધનને તેડી-સિંહ ગયે દેડી”
-૦જેન શાસનના સિંહ સમા, શાસનના એજન સમા પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મ. કિશોર વયમાં ઘરેથી નાશી ને દિક્ષા લેવા દેડી ગયા. (રંગોળી )
૦ તેઓશ્રીની પાવન નિશ્રામાં ઘણી અંજન શલાકાઓ તેમજ પ્રતિષ્ઠાઓ થઈ હતી. મુખ્યત્વે કલકત્તા, મુંબઈમાં શ્રી પાળનગર, ચંદનબાળા, બોરીવલી, આબુ, દેલવાડા વિગેરે તેઓશ્રી મહેન્સ એવા ઉજવાતા કે તેમાં ભાગ લેનારા હૈયામાં શ્રી જિનેશ્વરદેવ–શ્રી જિનશાસન સાંગોપાંગ ઉતરી જતું. સૌ કઈ બોલી ઉઠતાં, ભગવાનના મહત્સવે તે આનાથી પણ વધુ સારી રીતે ઉજવાવા જોઈએ,
૦ તેઓશ્રીના પ્રશિષ્યના સદુપદેશથી જામનગર ખંભાલીયા પાસે હાલાર તીર્થ, આરાધના ધામ અને વિશાળ પાંજરાપોળ નિર્માણ થયેલ છે.