________________
૪૨૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) એક મની વાર્તા-( ધન્યકુમાર ચરિત્ર) સં. પૂ. મુ. શ્રી કુલશીલ વિજયજી મ. લે. પૂ. મુ. શ્રી હર્ષશીલવિજયજી મ. પ્ર. શ્રી કથા સાહિત્ય ગ્રંથમાલા વતી ઉમેશચંદ્ર ભેગીલાલ શાહ ૯૧ મરીન ડ્રાઈવ, ૩ શાલીમાર, મુંબઈ-૨. ક્ર. ૮ પેજ ૧૦૦ પેજ મૂલ્ય રૂ. ૪૦] સુંદર ટાઈટલ અને સંખ્યાબંધ રંગીન ચિત્ર તથા મોટા ટાઇપમાં સુંદર રીતે આ પ્રકાશન થયું છે. બાળ અને પ્રૌઢ સૌને વાંચવામાં રસ પડે તે રીતે ૧૮ પ્રકરણમાં ધન્યકુમારનું જીવન આલેખાયું છે.
સમાજ અને ધર્મને ઉદ્ભવ–શ્રી કે. પી. શાહ પ્ર. કુસુમ પ્રકાશન, ૬૭–એ નારાયણનગર સેસાયટી, જયભિખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૭ ક. ૧૬ પેજી ૪૪ પેજ. સ્વામી સંપૂર્ણાનંદનના આશ્રમ તથા તેમના સંવાદનું નિરૂપણ છે જેમાં મને વૈજ્ઞાનિક રીતે સમજવવાને પ્રયત્ન કર્યો છે.
આત્મ વિશુદ્ધિ-લે. પૂ. આ. શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મ. પ્ર. પ્રેમજી હીરજી ૧૮૦-૩ એ. ગાંજાવાલા એપાર્ટમેન્ટ, બોરીવલી, ‘બઈ–૮૨. કા. ૧૬ પછ ૮૮ પેજ મૂલ્ય સદુપયોગ અઢાર પ્રકરણમાં આત્મ વિશુદ્ધિ અંગેના લેખોને સંગ્રહ છે જે મનનીય છે.
(૧) નમસ્કાર પદાવલી (૨) આત્મતત્ત્વ સમીક્ષણમ્ (૩) ગતવ વિવેચનમ્ (૪) આશા પ્રેમસ્તુતિ -લે. ગિરિશકુમાર પરમાણંદદાસ શાહ કલ્પેશ પ્ર. પં. પરમાણુંદ ઉજમશી શાહ, ૩ ગાર્ડન વ્યુ એસ. વી. પી. રેડ, કાંદીવલી વેસ્ટ, મુંબઈ-૬૭, ડેમી ૮ પેજ ૧ અને ૩ સંસ્કૃતમાં છે. ૨ અને ૪ સંસ્કૃત સાથે અંગ્રેજી અનુવાદ છે. સંસ્કૃતના વિષયમાં રસ લઈને આ કાવ્ય રચવા માટે ગિરીશભાઈ અભિનંદનને પાત્ર છે. તેમના પિતાશ્રી પરમાણુંદભાઈ વિદ્વાન પંડિત છે. વિષય પ્રમાણે લખાણો સુંદર સંકલન કર્યા છે.
ભવ અનંતમાં દરિશન દીઠુંલે. પૂ આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. પ્ર. દિવ્યદર્શન ટ્રસ્ટ, ૩૯ કલિકુડ સેસાયટી, ધોળકા (ગુજરાત) કા. ૧૬ પેજ ૧૪૪ પેજ મૂલ્ય રૂા. ૧૦ ૬૬ વિષયનું સંક્ષેપમાં વિવેચન કર્યું છે જે ચિંતનીય છે.
અમર યુગ પુરુષ-લે. પૂ. મુનિરાજ શ્રી જયદર્શનવિજયજી મ. પ્ર. મોક્ષમાર્ગ પ્રકાશન કે. પી. એ. શાહ, વાપી. કા. ૧૬ પેજ ૩૨ પેજ ચિ. વિશાળના પ્રથમ અઠ્ઠમ નિમિત્તે વાપીવાળા પ્રકાશકુમાર શાંતિલાલ શાહ તરફથી ભેટ સ્વ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના જીવન અંગે તેમના ઉત્તમ જીવનનું દર્શન છે,
સૂરિરામના સંભારણું-લે. પૂ. પં. શ્રી કાતિસેનવિજયજી ગણિવર પ્ર. જ્ઞાનદીપ પ્રકાશન ટ્રસ્ટ, કે. કંચનગિરિ શ્રેયાંસ સોસાયટી, ડીસા, કા. ૧૬ પેજ પર પેજ મૂલ્ય રૂ. ૧૦ સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્દ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના ૯૬ ઉપદેશ વચને તથા જીવન ઝલક અને પ્રસંગે આપ્યા છે તે મનનીય છે.