________________
ના જનક
:
8 વિષમ કાલના પ્રભાવથી બચવું જરૂરી
–શ્રી વિરગચિ 83 382998@3%8
*
ભગવાન મહાવીર મહારાજાના તમામ પુત્ર એક જ મે ક્ષમાર્ગનું અવલંબન કરી મુક્તિ રમણ વરવાને જ જેઓનું લક્ષ્યબિંદુ છે. સાધુઓ ગુણ સંપન્નતા ધારણ કરનાર છતાં કેઈકને અહમિંદ્રપણું, કેઈકને મારે જ ગચ્છ તે સંબંધી ગૌરવપણું, કેઈકને ઉત્કર્ષ પણું, કેઈકને પ્રગભમતિનું ગેરવર્તન પણું. કેઈકને સ્વગુણગાનપણું, કેઈકને પગુણ અસહિષ્ણુપણુ, કેઈકને ગુણીનું દ્રોહીપણું, કેઈકને ગુણીજનેના ગુણોથી સ્વકપોલ કપિત અવર્ણવાદથી સામાને ઉતારી નાખવાપણું, કેઈકને કઈકે કરેલા કાર્યોને તોડી નાખવાપણું, કેઈકને કુબુદ્ધિ આપી દીક્ષા લેતા જીવોને ફેરવી નાખી બીજા પાસે જેતે અટકાવી પિતે દીક્ષા આપવાપણું, કેઈકને ઉભયથકી ભ્રષ્ટ કરવાપણું, કેઈકને પરના ગુણેને આચ્છાદન કરવાપણું, કેઈકને અવિદ્યમાન પોતાના ગુણેને દુનિયાના હદયરૂપી આરિસામાં પ્રતિબિંબ પાડવાપણું, કોઈકને મત્સર ધારણ કરવાપણું, કેઈકને અસત્ય બેટા આળ કલંક પરના ઉપર ચડાવવાપણું. કિં બહુના ! ગુણીના ગુણોને દ્વેષમાં લેખવાપણું, નિર્ગુણીના નિર્ગુણ છતાં ગુણે બનાવી સભામાં તેનું ગાનતાન કરી ગાઈ બતાવવાપણું અને હડહડતા દુષમકાળને વિષે પણ વીરશાસનને જયવંતુ વર્તાવનારા મહાત્મા જ્ઞાની, ધ્યાન, વૈરાગી મુક્તિમાર્ગના પ્રેમી નિષ્કલંકી સરલ અને ભવભયથી ભય પામનારા મહાનુભાવોને નિંદી–ગહીં અને વાફરાળી આડંબરી પ્રપંચી પહેલી મત્સરી. રાગી છેષી ભારે કમી મારા જેવાને ઉત્તમ સારા ગુણી, જ્ઞાની, ધ્યાન, સરલ, સત્ય વક્તા કહેવાપણું અને ગુણેનો નાશ કરી ગુણીના ગુણો ઉપર છીણી મુકવા-મુકાવવાને જ ઉદ્યમ કરવાપણું તથા ઉત્સવની સઘળી પ્રરૂપણ કરવાપણું જે હાલમાં જોવામાં આવે છે તે સર્વે ભસ્મગ્રહની ભુલભુલાવી નાખનારી ભભૂતિને જ પ્રભાવ છે.
ધન્ય છે ભસ્મગ્રહ તને ! બલીહારી છે ભસ્મગ્રહ તારી ! ! છત્રછાયા કરેલી છે ભરમઝહે!!!
વિષમ કાળના આ પ્રભાવથી બચવું જરૂરી છે.