________________
વર્ષ ૪ : અંક ૧-૨ ચતુર્થ વર્ષારંભ વિશેષાંક :
જે શાસ્ત્ર પ્રમાણે ન કરે તેના કરતાં બીજે કર્યો મિથ્યાદષ્ટિ છે. તે બીજાને શાસ્ત્ર પ્રત્યે પેદા કરતે મિથ્યાત્વ વધારે છે આજ્ઞાથી ચારિત્ર છે તે આજ્ઞા ભાંગે શું ન ભાંગ્યું કહેવાય આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર કોની આજ્ઞાથી બાકીને ચારિત્ર આદિ ધર્મ કરે છે?
શાસ્ત્રોની વાતે જુની છે. આ કાળમાં તે ચાવે તેવી નથી. આજે તે દેશકાળને ઓળખવા જોઈએ તેવી બેહુદી વાતે જેઓ કરે છે અને પોતાને મળેલ શક્તિની યુક્તિપ્રયુકિતઓની જાળને ગુંથી કરોળિયાની જેમ ભેળા જીવને ફસાવે છે. એટલું જ નહિ પણ શાસ્ત્રની જે સુવિહિત પ્રણાલિકાએ સર્વસંમત ચાલી આવે છે. તેને પણ લેપ કરી નવી પ્રણાલિકાના પ્રરૂપક તરીકેનું બીરુદ () ધારણ કરવા જેવી વૃષ્ટતા પણ આચરતા અચકાતા નથી. બાકી એટલું યાદ રાખવું જોઈએ કે સત્ય કયારે પણ જુનું થતું નથી. સત્ય હંમેશા નિત્ય અને નૂતન હોય છે. પરંતુ અસત્યમાં સત્ય ફસાયું છે. આજે અસત્યને એપ સત્યને એવો અપાય છે કે સાચું સત્ય તેમાં છૂપાઈ ગયું છે. છતાં પણ હંસ જેમ ક્ષીર નીરમાંથી ક્ષીરને ગ્રહણ કરે છે અને નીરને અલગ પાડે છે તેમ હંસદષ્ટિવાળા છ સત્યને શેધી કાઢે છે પણ જે તે સત્યના જ યથાર્થ ખપીપ્રેમી હોય છે તે. બાકી માટી સાથે ભળેલા સેનાને થાય છે તે અસત્યના વાવાઝોડામાં ય સત્ય છૂપું તે ન રહી શકે. તેને શોધવા મહેનત કરવી પડે તેની ના નથી. પણ કોઈપણ વસ્તુ પ્રયાસ વિના સાથે પણ કયાં બને છે ?
આવી સાચી શકિત શ્રી સર્વજ્ઞ ભગવંતના શાસ્ત્રો પાસેથી જ મળે છે તે નિર્વિવાદ વાત છે અને શાસનના પ્રેમી આત્માઓને તે મેળવ્યા વિના ચેન પણ પડતું નથી. અને સઘળા ય દુખે-કલેશે–ત્રાસે ચિંતાઓથી બચાવનારા પણ શાસ્ત્ર જ છે. તે આવું શાસન અને તે શાસનને સમજાવનારા સદગુરુઓને સુગ પ્રાપ્ત થયા છે તે તેને સફળ કરવા આજ્ઞાના પ્રેમી તે બનવું જ જોઈએ. આજ્ઞાથી વિરુદ્ધ તે ન જ થવાય તેની કાળજી રાખવી જોઈએ. તેની જેમ જે ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ કરતા હોય તેને સાથ પણ ન અપાય કે તેની પ્રશંસા પણ ન કરાય. તેવું કરનારા માટે શ્રી શાસ્ત્રકાર ભગવંતે એ જે શબ્દો વાપર્યા છે તે તેમના જ શબ્દોમાં જોઈએ. શ્રી દશનશુધિ પ્રકરણમાં જણાવ્યું છે કે
"आणाए अवटुंतं जो उववूहिज्ज जिणवरिंदाणं ।
तित्थयरस्स सुयस्स य संघस्स य पच्चणीओ सो ॥" ॥१९५।। શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં ન રહેનારની જે કઈ પ્રશંસા કરે છે, તે શ્રી તીર્થકરને, શ્રતને અને સંઘને શત્રુ છે.
ભગવાન શ્રી તીર્થંકરદેવની આજ્ઞા મુજબ ચાલતા શ્રી સંઘને પણ પચ્ચીશ