________________
૨૬૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પણ એક શરતે.
સાંભળતાની સાથે જ દિકરો ખચકા વળી દીક્ષા લેવામાં શું શરત. અધીરો બનેલો દીકરો ઉતાવળે બોલી ઉઠે.
મા એ મા, તું કેમ અટકી ગઈ. જે શરત કહેવી હોય તે જલદીથી કહી દે. શા માટે તેમાં વિલંબ કરે છે. તારો દિકરો તારી શરત પાળવા તલપાપડ થઈને બેઠો છે, દીક્ષા મળતી હોય તે બધું જ ઉચીત કરી છુટવા તૈયાર છું, પરંતુ દીક્ષામાં વિદન ન આવે તેવી વાત કરજે હોકે મા.. | દીકરી મારી ઉપર વિશ્વાસ છે ને ! બેટા, હવે તારી દીક્ષા લંબાવીશ નહી. તને જલદીમાં જલદી સંયમ મળી જશે બસને...
પણ, દીકરા, મારી વાત બરાબર સાંભળજે ધ્યાનથી સાંભળીને અમલી બનાવજે.
જે મારી શરત એટલી જ છે કે “હવે આ સંસારની અંદર મને છેલી મા બનાવજે. હવે કેઈની કુખે તારે જન્મ લે જ ન પડે તેવી સાધના કરી મુકિત રૂપી રમણીને વરી જજે.”
બસ ! જા, મારા લાડકવાયા લાલ! મારા અંતઃકરણ પૂર્વકના આશિષ સદા તારી સાથે છે.
આવી શરત અને આવા આશીવાદ આજ સુધી કેટલાને મળ્યા હશે ? પરંતુ આત્મતત્ત્વની બેજ કરવાને બદલે શાસનની ઘોર ખોદવાના કામ તે ઘણુએ કર્યા છે, નવા નવા કૂક કરીને શાસનને પાયા વગરના મકાન જેવું બનાવી દીધું છે.
માતાના આવા ઉત્કૃષ્ટ આશીર્વાદ પામીને આજે અનેક પૂણ્યાત્માઓ જૈન શાસનના સિદ્ધાંતને અણીશુદ્ધ રીતે સાચવી રહ્યા છે.
આ જોઈ અનેક માતાઓના મુખ હર્ષના આંસુઓથી પ્રક્ષાલિત થઈ જાય છે. અને, હર્ષના આંસુથી માતા દેવકીનું મુખ પણ પ્રક્ષાલિત થઈ ગયું.
ખરેખર, માતાની શરત પ્રમાણે આત્મતત્વના બળને ખીલવી, સમત્તા પૂર્વક કષ્ટ સહન કરી ગજસુકુમાલે તદ્દભવ મુક્તિ મેળવી લીધી. આપણે સૌ તે પ્રમાણે કરીશું કે કહીશું “આ ભવમાં કયાં મુકિત મળવાની છે !!!
–શ્રી વિસેના