________________
જૈન શાસન અઠવાડિક ચતુથી વર્ષારભ વિશેષાંક Reg. No. G/SEN 84
લંડન ના ઓ વારે થી ' શ્રી જૈન શાસનના સિદ્ધાંતના પ્રચાર અને રક્ષા માટેના
અઠવાડિક જૈન શાસનને હાર્દિક શુભેચ્છા.
અમારા મંડળ દ્વારા લંડનમાં બાઉન્સ ગ્રીન વિસ્તારમાં દર ગુરુવારે સત્સંગ બપોરે ૧ર થી ૩-૩૦ સુધી ચાલે છે અને તેમાં ભક્તિ જ્ઞાન વાંચન અધ્યયન વિગેરે સુંદર રીતે થાય છે ૮૦ થી ૮પ ની સંખ્યા એકત્રિત થાય છે.
જેમાં શ્રી જીવીબેન, દેવકુવરબેન ચંદ્રિકાબેન, મેતીબેન વિગેરે ખૂબ સારા રસ લે છે અને મંડળને દોરવણી અને ઉત્સાહ આપે છે અને મંડળ આરાધનામાં ઉજમાળ બને તે તને પ્રયત્ન કરે છે. ભાઈશ્રી વેલજી એમ. શાહ, મોતીચંદ એસ. શાહુ અને બીજું પણ ભાવિક ભાઈઓ આ મંડળના વિકાસમાં સુંદર સહયોગ આપી રહ્યા છે અને આરાધનામાં રસ લઈ રહ્યા છે. સત્સંગના કાર્યક્રમ વધુ ઉલ્લાસ અને આરાધના મય બને તે માટે પ્રયત્ન કરે છે.
*
* *
વિરોષમાં કેટલાક વર્ષોથી મંડળને એક સુંદર યોગ સાંપડયો છે અને મંડળની આરાધના જ્ઞાન દયાનમાં પ્રાણ પૂરવામાં સહયોગ મુલ્યા છે ભાઈશ્રી રતિલાલ દેવચંદ ગુઢકા રાસગપૂરવાળા જેઓ નાઈ રાબીથી અત્રે આવ્યા છે નાઈરોબીમાં તેમણે પૂજા ભક્તિ ભાવના આરાધના આચાર વિચારમાં સારી રીતે પ્રયત્ન કરી જાગૃતિ આણી હતી તેજ રીતે તેઓ અમારા મંડળમાં દૂરથી પોતાની ગાડીમાં આવીને, અમારામાં જોડાઈને અમને જ્ઞાન ધ્યાન આરાધનાના પ્રેરણા પાન કરાવી રહ્યા છે. હાલ ઉપદેશ પ્રાસાદ ભા-૩ પ્રવચનમાં ચાલે છે.
*
*
:
:
:
આટલા દૂર દેશાંતમાં પણ અમારૂ મંડળ શ્રી જિન શાસનના સિદ્ધાંતા, આયારો, વિધિઓ અને મર્યાદાઓને જળવીને વધારેને વધારે આમા સન્મુખ બનવા ઉદ્યમશીલ છે તે અમારૂ' અમારા મંડળનું પરમ સૌભાગ્ય છે અને તેથી આ જૈન શાસનના ચતુર્થ વર્ષારંભ વિશેષાંકને અમને ખ્યાલ આવતાં અમારા મંડળના સભ્યો વિગેરે અને અમારૂ મંડળ પણ આ તકે ખૂબ ખૂબ ધન્યવાદ સાથે શુભેચ્છા પાઠવે છે.
:
:
( વિશેષમાં અમારૂ મંડળ પ્રભુ મહાવીરના ઉપદેશેલા મેક્ષ માગે ખૂબ ખૂબ આગળ વધે અને કલ્યાણને સાધવા સો સભ્યો ભાગ્યશાળી બની એવી શ્રી જિન દેવ ગુરુને વંદના કરી શુભ અભિલાષા રાખીએ છીએ.
જય મહાવીર
શ્રી બાઉન્સ ગ્રીન સત્સંગ મંડળ
લંડન (યુ.કે.)
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક – સુરેશ કે. રે કે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને
જૈન શાસન કાર્યાલય વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર) થી પ્રસિદ્ધ કર્યું. ફેશન : ૨૪૫૪૬