________________
લેખકેને નમ્ર વિનંતિ.
પૂજ્ય મુનિરાજાઓ, જૈન ગ્રેજ્યુએટો તથા વિદ્વાન જૈન લેખકોને સવિનય વિનંતિ કરવામાં આવે છે કે જૈન વસ્તીવાળા લગભગ તમામ શહેરોમાં મહાન કેન્ફરન્સને વિજય વાવટો ફરકાવતા તથા કોન્ફરન્સના સર્વમાન્ય વાજીંત્ર ગણતા આ માસિક પત્રમાં કોન્ફરન્સે હાથ ધરેલા વિષયો સંબંધી તથા સમસ્ત જૈન કામની સામાજિક. નેતિક અને ધાર્મિક ઉન્નતિ સાથે પ્રત્યેક વ્યક્તિની આત્મિક ઉન્નતિ થાય તેવા સરળ ભાષામાં લખાયેલા લેખોમે પ્રથમ પદ આપવામાં આવે છે અને જૈન ભવ્યત્વ સૂચવનાર ઐતિહાસિક લેખોને પણ ખાસ સ્થાન અપાય છે. અમે આશા રાખીએ છીએ કે પદવીધારી જૈન ગ્રેજ્યુએટોની માફક અન્ય વિદ્વાન જૈન લેખકે તથા પૂજ્ય મુનિ મહારાજાઓ, વધારે નહીં તો માત્ર વર્ષમાં એકાદ વખત આઠ દશ પૃષ્ઠ જેટલા લેખ આ પત્રમાં લખી મોકલી સ્વધર્મી બંધુઓને પિતાની વિદ્વત્તાને લાભ આપવાનું મન ઉપર લેશે.
૧ આ પત્ર માટેનું લખાણ કાગળની એકજ બાજુએ, સારા અક્ષરથી અને શાહી વડે લખવા તસ્દી લેવી. કાગળની બન્ને બાજુએ, અથવા પેન્સીલથી લખેંલું લખાણ ટાઈપમાં ગોઠવતાં બહુ અડચણ પડે છે તેમજ ભૂલો થવાનો પણ વિશેષ સંભવ છે માટે આ સૂચના તરફ લક્ષ આપવા ખાસ વિનંતિ છે.
૨ લખાણ મેડામાં મોડું દરેક મહિનાની તા. ૧૫ મી પહેલાં અને મળવું જોઈએ.
૩ લેખકનો લેખ યોગ્ય જણાશે તો દાખલ કરી જે અંકમાં પ્રસિદ્ધ થશે તે અંક અને નિયમિત લેખકને નિયમિતપણે સર્વ અંક મત મેકલવામાં આવશે. * ૪ પસંદ નહિ પડેલા લેખે પાછા મોકલવાનું બનતું નથી, જેને જોઈએ તેણે ટપાલ ખર્ચ મોકલી મંગાવી લેવા.
- ૫ અપ્રકટ પ્રાચીન જૈન ગુજરાતી સાહિત્ય, ધાર્મિક અભ્યાસ વધે તેવા સંવાદ, શિક્ષણ સારી રીતે આપી શકાય તેવા અભ્યાસપાઠ, પટ્ટાવલિઓ, શિલાલેખો, ગ્રંથની પ્રશસ્તિઓ, પ્રાચીન જૈન પ્રભાવકનાં ચરિત્ર વગેરેને ખાસ પ્રથમ સ્થાન આપવામાં આવશે.
૬ રાજ્યકીય ધાર્મિક વિવાદવાળું, નિંદાત્મક વગેરે આડે માર્ગે દોરનાર અને કલેશ ઉપજાવનાર લખાણને સ્થાન બીલકુલ આપવામાં નહિ આવે. '
૭ લેખકે પિતાનું પુરૂ નામ તથા ઠેકાણું લખવા કૃપા કરવી. તે પ્રગટ કરવા ઈચ્છા હોય તો તે અગર તેમ ન હોય તો કઈ સંજ્ઞા-તખલ્લુસ મોકલવું. નનામાં લેખ લેવા કે પાછા મોકલવા બંધાતા નથી.
બી
પ્રીસેસ સ્ટ્રીટ, મુંબઈ
મોહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એસ્એ
તંત્રી. જૈન શ્વેતાંબર કોન્ફરન્સ હેડ.