SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ જૈન શ્વે. કાન્ફરન્સ હેરલ્ડ હતા. જ્યાં વસ્તુ સ્થિતિ આવી હતી ત્યાં કાઈ રશૈવ કે વૈશ્નવ ધર્મના વિદ્વાન નરરત્ન આવે તેની જૈન રાજાએ કદર કરે એમાં નવાઇ નથી. જો કે દેખીતા ચુસ્ત વૈશ્નવેશ અને રોવે જૈનાને ન માનવા ઉપદેશ દે, છતાં પણ જૈન રાાએ તે તે થવા અને વૈશ્નવા પ્રતિ, આત્મભાવે પરમ ભાવ રાખે છે. હેમાચાયે સિદ્ધરાજને તથા કુમારપાળને સેામનાથનુ દહે સમરાવવાની સમજૂતી આપી અને જૈનધર્મના દેવી બ્રાહ્મણોએ સિદ્ધરાજને શૈત્રુંજ્યની જાત્રા કરતાં અટકાવવા પ્રયાસ કર્યા પણ નિષ્ફળ ગયા અને સિદ્ધરાજે આદિનાથની યાત્રા પૂર્ણ ભાવથી કરી હતી. જૈનના મુખ્ય સિદ્ધાંત પ્રાણી માત્ર તરફ પ્રેમ રાખીને આત્મસ્વરૂપે સ્થિત થવું તે છે. એ સિદ્ધાંતને જેટલે અંશે જે પ્રાણી સ્વીકારે તેટલે અંશે તે પ્રાણી જૈન છે ભલે તે ગમે તે દેશમાં હાય, ગમે તે જ્ઞાતિમાં હોય તથા ગમે તે વ્યવહારૂ ધર્મ પાળતેા હાય તાપણું તે જૈનજ છે. આવા ઉચ્ચતમ વિચાર વિના એકતા થતી નથી અને એકતા વિના દેશનું કલ્યાણ પણ થતું નથી. જે દેશમાં આવા પરમ જેની સિદ્ધાંતને માન મળે છે તે દેશનું કલ્યાણ પ્રત્યક્ષ આ લેાકમાંજ દિગ્વિજયીપણે અનુભવાય છે. આ દરજ્જે તે જૈતાનું સામ્રાજ્ય અત્યારે પણ છે. અત્યારે સિદ્ધાંતપે જૈતાનુ સામ્રાજ્ય છે અને પ્રાચીન કાળમાં વ્યવહાર એટલે લાકિક માર્ગ અને આત્મજ્ઞાન એટલે અલૈાકિક સિદ્ધાંત રૂપે જૈનાનું સામ્રાજ્ય હતું. k રા. બા. હરગોવિંદદાસભાઇ લખે છે કે “ શ્રીકૃષ્ણ પે।તે સેામનાથ અને ગિરનારની જાત્રાએ બે વખત ગયા હતા. ” અત્રે જાણવું જોઇએ કે ખુદ શ્રીકૃષ્ણ ભગવાન્ પરમ જેની એટલે અખંડ આત્મજ્ઞાની-ક્ષાયક સમકતવત-વીતરાગ પુરૂષ હતા. ગિરનારમાં શ્રીકૃષ્ણના કાકા સમુદ્રવિજયના પુત્ર તૈમનાથ પ્રભુનું રહેઠાણ તથા જ્ઞાન ધ્યાનનું સ્થલ હતું તેથી ત્યાં જવાથી સસમાગમ, તથા ધ્યાનાદિ સારી રીતે થઇ શકશે એમ ધારીને શ્રીકૃષ્ણજી જાત્રાએ ગયા હતા. સામનાથમાં સામ એટલે ચંદ્ર અને નાથ એટલે પ્રભુ, ચંદ્રપ્રભુ એ જીતેશ્વરનું એક નામ છે. જિનેશ્વર એ નિરંજન નિરાકાર જ્યોતિ સ્વરૂપ છે તે ખુખી શિવલિંગથી પ્રતીત થાય છે. વળી પ્રભાસ એ જેતેનું પ્રાચીન કાળનું પરમ પવિત્ર સ્થલ તથા એકાંત સ્થલ જેવું છે જેથી શ્રીકૃષ્ણુજી ત્યાં ગયા હતા તે પણ વ્યાજબીજ છે. એ બંને સ્થળાની યાત્રાવડે શ્રીકૃષ્ણ ભગવાનને જ્ઞાન ધ્યાન અને વીતરાગ દશામાં ઘણા લાભ થયા હતા. હેમચંદ્રસૂરિએ સિદ્ધરાજને સેામનાથનું નવું દેવલ બધાવવા સૂચના કરી હતી તે હેમચંદ્રની સમાન ભાવના અને વીતરાગીપણું બતાવી આપે છે. વૈશ્નવાચાર્યું કે શ'કરારાય જૈનનાં દેવલ બ ધાવવાની સૂચના કરી સમાનભાવ ભાવી ગયલા છે તેને પુરાવે! ઇતિહાસની તેાંધામાં જોવામાં આવતા નથી. આગળ જતાં રા. બા. હરગોવિંદદાસભાઇ કાંટાવાલા લખે છે કે ગિરનાર ઉપર જેમ જૈન દેવાલયેા છે તેમ ઉપરની ટ્રકે! પર અંબાજી ને કાલિકાજીનાં "" દેવાલયેા છે. આબુરાજ ઉપર જેમ જૈનતાં દેવાલય છે તેમ શૈવનાં તે દેવીઓનાં દેવાલયે। જુના વખતમાં પણ હતાં ” આગળ જતાં રા. . હરગોવિંદદાસભાઇ હ્યુએન્ત્યાંગનાં ક્કરથી જણાવે છે કે ( ઇ. સ. ૬૪૦ ) વલ્લભીપુર વિષે લખ્યું છે કે ત્યાં સેકડા દેવાલયેા તેા દેવનાં છે તેના સાધુની સખ્યા માટી છે. ’’ આમાં જૈનની વાત આવતી નથી અને સેંકડા દેવનાં દેવાલય કહ્યાં તે વૈદિક ધર્મનાં હતાં. વૈદિક ધર્મના મુખ્ય પાષકા બ્રાહ્મણા હતા. તેમાંના કેાએ ભાગ્યેજ જૈનધર્મ સ્વીકાર્યાં હશે. એ લોકાની વસ્તી "C
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy