________________
૨૧૬
શ્રી જૈન છે. કે. હેરલ્ડ. દેવાનંદાબ્યુદય મહાકાવ્ય આદિ છે, તેમજ બપ્પભદિ ચરિત્ર, સિદ્ધસેન દિવાકર ચરિત્ર વગેરે છે. આ સર્વે મુદ્રિત કરવા યોગ્ય છે. તેથી તે પર હાલની જૈન પુસ્તક પ્રસારક સંસ્થાઓનું ધ્યાન ખેંચીએ છીએ.
હમણાં કેટલાંક ઐતિહાસિક પુસ્તકે મુદિત થયાં છે તે આનંદની વાત છે વળી જૈન ઇતિહાસમાં ભરતેશ્વર બાહુબલિ વૃત્તિ, પરિશિષ્ટ પી વગેરે પણ ઉપયોગી છે. નેમીનાથ તીર્થકર સત્યના શ્રીકૃષ્ણ સંબંધે જૈનનાં વૃત્તાંત ઐતિહાસિક દષ્ટિએ નિરીક્ષવાથી કેટલું બધું પ્રકાશ પડી શકે છે તે અતિ પ્રમાણે રા. મનસુખલાલ રવજીભાઈ મહેતાએ રા. ક. મિ. ઝવેરીએ પ્રકાશેલ કૃષ્ણચરિત્રમાં સારી રીતે બતાવી આપ્યું છે.
જૂદા જૂદા અકડા એકઠા કરવાથી સાંકળ થાય છે, તેમ જજૂદા જૂદા ઐતિહાસિક પ્રબંધ, વિગતે એકત્રિત કરવાથી ઇતિહાસમાં તૂટતા મકડા સંધાય છે. એ હેતુથી આવે ખાસ અને દળદાર અંક કાઢવાની અમે પહેલ કરી છે તે પ્રાય: આવકાર વિકજ ગણાશે આવા અકોમાં જ લાંબા વિષયોને સમાવેશ થઈ શકે છે તેથી આમાં આવેલા વિષયો લાંબા હે તે માટે વાંચક દોષ નહિ કાઢે. ઘણા લાંબા લેખો અમારી પાસે છે, છતાં દળ ધાર્યા કરતાં પણ મોટું થઈ જવાથી તેને સ્થાન આપી શકાયું નથી તે માટે લેખકે અમોને સંતવ્ય ગણશે. અમારા પિતાના લેખો (માનતુંગ મૂરિનો સમય નિર્ણત કરવા માટેની સામગ્રીઓ એકઠી કરી લખેલ લેખ, જૂદા જૂદા એતિહાસિક પ્રસંગો વગેરે ) ને એક બાજુએ મૂકીને લેખકોને સ્થાન આપ્યું છે, છતાં પણ ઇતિહાસ અને સાહિત્યના વિષયની એક માર્ગદર્શક સૂચિ કરીને જુદા જુદા વિદ્વાને વિનતિ કરી હતી તેમાંથી જે જે સહદય સજજનોએ લેખ લખી મોકલ્યા છે તેમાંના જે કે કેટલાક આમાં સ્થાન પામ્યા છે, છતાં કેટલાક લેખને પ્રકાશિત કરવાનું વચન આપ્યા છતાં સ્થાન આપી શકાયું નથી તેથી અમને ઉપરનાં કારણે લક્ષમાં લઈ સંતવ્ય ગણશે.
જૈનેતર વિધાનોને સ્થાન આપવામાં અમે માન સમજીએ છીએ અને જે જે વિદ્વાનોએ લેખ લખી મોકલ્યા છે તે માટે અંતઃકરણ પૂર્વક વિશિષ્ટ ધન્યવાદ અર્પીએ છીએ કારણકે જૈન બાબતોમાં રસ લેવો એ તેમનું ઉદાત્ત હૃદય સચવે છે. આવી જ રીતે ગુર્જર સાક્ષરે રસ લેવાનો આરંભ કરે તો તે આપણને લાભ કરવા ઉપરાંત સમગ્ર ગુર્જર પ્રજાને કેટલું બધું નૂ ન, અને પ્રકાશ પાડનારું આપી શકે ! જેની પાસે એટલું બધું છે કે જેમ જેમ બહાર પડતું જશે તેમ તેમ તે વિદ્વાનો તે પ્રતિ આકર્ષાતા જશે એ નિઃસંદેહ છે તે જેનોને એ કર્તવ્ય છે કે પિતાની પાસે અપ્રકટ જે હેય ને કટ કરી પિતાની મૂડી બતાવવી. આ વર્ષમાં ગુજરાતી સાહિત્ય પરિષદ ભરાઇ અને તે આ અંક પ્રકટ થવાના સમયમાં, તેથી વિશેષ જનેતર વિદ્વાન પાસેથી મેળવી શકાયું નથી, છતાં તેમાંના કેટલાકોએ આ યન પ્રત્યે પેતાની સહાનુભૂતિ અને સહકારી થવાની ખુશી બતાવી છે તે માટે પણ તેમનો ઉપકાર છે.
જેને પગે સાહિત્ય દરેક વિષય પરત્વે એટલું બધું છે કે તેના આધારે જૈન સાહિત્ય પરિષદ્ કૌન ઈતિહાસને લગતું માસિક, જૈન મ્યુઝિયમ પણ આપણે કરી શકીએ તેમ છી એ –પરંતુ જ્યાં સુધી જેનેતર વિદ્વાનોની સાથે રહી ગુજરાતી સાહિત્ય પવિમાંજ જૈનસાહિત્ય સંબંઘા કરી શકીએ ત્યાં સુધી જુદા (isolated) થવાનું કોઈ કારણ કે હત નથી. પ્રસિદ્ધ વિદ્વાનોની નીચે ચાલતા ગુજર તેમજ અન્ય ભાષાના માસિકમાં જૈન સાહિત્યને લગતા વિષયો મૂકવામાં આવે તો ઘણું કર્ય થઈ શકે તેમ છે. જૈન મ્યુઝિયમ સંબંધે શ્રી મો ન લાલજી સેંટ્રલ લાયબ્રેરી–મુંબઈના ટ્રસ્ટીઓ કંઈક કરશે એવી અમો આશા રાખીએ છીએ.