________________
૪૮૮
શ્રી જૈન
ધે. કે. હેર ડ.
તે પ્રમાણે ગણતાં તે બહું પ્રાચીન કહી શકાય નહિ. આ બેમાંથી કયું ખરું તે વિષે કઈ જૈન શોધક વિદ્વાન ખુલાસો કરશે તે આ વિશે વધારે અજવાળું પડશે.
ઉપર બતાવેલી બે જૈન મૂર્તિમાંથી, મહટી મૂર્તિ હાલ ઝઘડિયાના જૈન દહેરાસરના મધ્ય ભાગમાં વિરાજે છે, હેમનાથી જમણા હાથ ભીની મૂર્તિ રણિીપુરાની છે, તે ડાબા હાથ ભણીની નવી મંગાવીને સ્થાપના કરી છે. દહેરાસરના અન્દરના ભાગમાં પેસતાં જમણા હાથ ભણી ગોખમાં જે મૂર્તિ બેસાડવામાં આવી છે તેમના નીચે ઉપરની સંવત લખેલે છે.
આ પ્રમાણે બે જૈન ધર્મની મૂર્તિઓ, અને માતાજીની મૂર્તિ સિવાય એક ત્રીજી ઇશ્વર પાર્વતીની કાળા પાષાણની મૂર્તિ પણ લીંબોદરાની સીમના એક ખેતરની જમીનમાંથી, નીકળી છે, તે પણ એક ધાણકાને જડેલી, ને તેણે તે દમણ જુવારના બદલામાં ઝગડિયાના એક બ્રાહ્મણને આપી હતી. આ મહાદેવની પ્રતિમા બેઠેલા આકારમાં છે ને હેમના ડાબા ભાગમાં પલાંઠી ઉપર પાર્વતીજીની હાની મૂર્તિને બેસાડવામાં આવી છે. જોવા જતાં આ બંને એકજ પાષાણુમાંથી કોઈ હોંશીઆર સલાટે કેરી કાઢેલી જણાય છે. હેમના પવિત્ર ને વિશ્વ ઉદ્ધારક ચરણ નીચે વરસ કે બીજી કોઇ હકીકત આપેલી જણાતી નથી તો પણ બારિકાથી તપાસ કરતાં તે પણ આદિનાથ ભગવાનની પ્રતિમા જેટલી જ જૂની જણાય છે. બ્રાહ્મણ કહે છે, કે આ મહાદેવને જોવા માટે લોકોનાં ટોળાં ભેગાં થયાં હતાં, તે વખતે તેમને મહાદેવને) પરસેવો વળી ગયો હતો. જે લોકો વેરાઈ ગયા પછી સમી ગયો હતો ! હાલ આ મૂર્તિ ઝઘડિયાના રણછોડજી મહારાજના મંદિર સામેના ચોકમાં આવેલા શિવાલયમાં પધરાવેલી છે. દરેક શિવાલયમાં મહાદેવના બાણની સ્થાપના કરેલી જોવામાં આવે છે, પણ આવી માણસ રૂપે, અને હેમાં વળી ડાબી બાજુએ પા. વતીને ખોળામાં બેસાડેલા હોય એવી મૂર્તિ તે કવચિત્ જ જોવામાં આવે છે.
ઝઘડિયાના આ અપાસરાની ઇમારતનું કામ દિનપ્રતિદિન વધતું જાય છે. પૂર્વ દિશાએ અપાસરાને મુખ્ય દરવાજો છે ને તેની પાસે સરીયામ રસ્તે આવેલો છે. દક્ષિણ દિશા તરફ પણ એક ન્યાને રસ્તો છે, પશ્ચિમે ભીડ ભંજન નામના હનુમાનજીનું મંદિર છે, એટલે આ ત્રણે તરફ અપાસરાને ભાગ વધારી શકાય તેમ નથી, ફક્ત ઉત્તર દિશા તરછે જે ટેકરાવાળું ફળીયું આવેલું છે તે તરફના નજીકના લોકોનાં ઘર વેચાણ રાખી અપાસરાન વધારવામાં આવ્યો છે, ને હજુ પણ વધશે એમ લાગે છે.
આ અપાસરાની સંભાળ રાખવાનું કામ, અંકલેશ્વર અને અંગારેશ્વરના બે ધના જેન શેઠીઆઓ કરે છે. ને તેમની દેખરેખ નીચે એક મહેતે ને એક પુત્રનરી બાહ્મણ ને બીજ હલકા નોકરોને રાખવામાં આવ્યા છે.
ઝઘડિયા. બી. બી. સી. આર રેલવેના તાબાની આર. એસ. રેલવે (રાજપીપળા સ્ટેટ રેલવે ) નું સ્ટેશન હોવાથી ત્યાં દરાજ ઘણા ભાવિક ને શ્રદ્ધાળુ જેને યાત્રા આવે છે, ને ત્યાંના હવા પાણી સારી હોવાથી કેટલાક શ્રીમન જેને કેટલિક મુદત સુધી રહે છે. મહું પ્રખ્યાત જૈન કવિ અમરચંદ. પરમાર માંદા હતા, તે વખતે આ સ્થળે, ડાક દહાડા હવા કેર કરવા માંટ રાજા હતા.
આ અપાસરાની પશ્ચિમે નકકમાં એક બગીચા છે, આ બગીચા સુરતના વતની, પણ હાઇ પારાર્થે મું:) : રહેલા ભાગમાં એ ફરા- . .