________________
૪૫૨
શ્રી જૈન વે. કે. હેરલ્ડ
નાગર વાણિયાની જ્ઞાતિમાં અત્યારે જૈનધર્મ પાળનાર કોઇ નથી, પણ એ જ્ઞાતિના લેક પહેલાં જૈન ધર્મ પાળતા હતા એવું તેમણે ભરાવેલી પ્રતિમા ઉપરના લેખ ઉપરથ સાખીત થાય છે. સુરત તેમુભાઇની વાડીના દેહરાસરમાં એક પીતળની પ્રતિમા ઉપર આ પ્રમાણે લેખ છેઃ—
“सं. १५०५ वर्षे वैशाख नागर झातीय दो । हीरा भार्या मेनू पुत्र दो ॥ राज्जा केन भा. रमादे सुत विजायुतेन निज मातृ पितृश्व श्रेयसे श्री शांतिनाथ बिबं कारितं प्रतिष्टितं श्री तपा पक्षे श्री रत्नसिंहसूरि भिवृद्धशाखा.
બારડોલીના દેહરામાં એક પીતળની પ્રતિમા નાગર વાણિયાની ભરાવેલી છે અને ના ગરવાણિયાની પ્રતિમાએાના ખીજા પણ એક બે લેખ મને મળ્યા છે.
કપાળ વાણિયા પહેલાં જૈન ધર્મ પાળતા હતા એમ બતાવનારા લેખ સુરત સૈયદપરાની એક પીતળ પ્રતિમા ઉપરને આ પ્રમાણે છે.
संवत् १५४७ वर्षे वैशाख सुदि ३ सोमे कपोल ज्ञा. थे. सरवण भा. आसू सुत सं. नाना भा. सं. कडतिगडे नाम्ना निज श्रेयसे श्री संभवनाथ बिंबं aro प्रति तपा श्री लक्ष्मी सागरसूरि पट्टे श्री सुमतिसाधुसूरिभिः ॥ કપાળવાણિયાની ભરાવેલી ખીજી પ્રતિમા રાંદેરના દંહરામાં છે.
ગૂર્જર વાણિયાની ભરાવેલી પ્રતિમા સુરત સગરામપુરાના દેહરાસરમાં છે તેના ઉપરના લેખ આ પ્રમાણે છે.
46
सं. १५४७ वर्षे माघ शु. १३ खौ श्री गुर्जर ज्ञातिय म. आसा भा. ઝલકુ મુ. મેં । વયના મા. મહી સુ. મ. મેં [ ] મા. માંડ્ મ. મૂતિ મા. મૂ सुत मं० सिवदास भा. की बाई प्र. कुटुंब युतेन श्री अंचल गच्छे श्री सिद्धांतसागरसूरिणा उप. श्री पार्श्वनाथ बिंबं कारितं प्रतिष्ठितं श्री संघेन ॥
આ સિવાય પલ્લીત્રાલ વગેરે બીજી કેટલીક જ્ઞાતિના લેાકાએ ભરાયેલા પીતળની પ્રતિમાએ મે જોઇ છે અને તેના લેખ ઉતારી લીધા છે.
વાયડા વાણિયાએ ભરાવેલી અબિકાની પ્રતિમા સુરત નવાપુરાના દેરાસરમાં છે, તેના ઉપરના લેખ આ પ્રમાણે છે.
" संवत् १४७० वर्षे वायड ज्ञातीय पितृ महं खीमजीह सुत महं गोलाha श्री अंबिका कारापिता ॥
ઉપરના લેખા ઉપરથી એમ કહી શકાય નહિ કે એ જ્ઞાતિના સર્વ લોકો તે કાલે જૈન ધર્મ પાળતા હતા, શ્રીમાળી, પાર્ડ અને એશવાળ જ્ઞાતિના જૈનાનાં ભરાયેલાં બિબા અને પાષાણની પ્રતિમા જેટલા પ્રમાણમાં મળે છે તેટલા પ્રમાણમાં નાગર, કંપાળ કે ખીજી વૈષ્ણવ ધર્મ પાળતી જ્ઞાતિની પ્રતિમાઓ મળતી નથી, એથી એમ સમજાય છે કે નાગર, કપોળ વગેરે જ્ઞાતિના બધા લોકો પહેલાં જૈનધર્મ પાળતા નહિં હાય, પણ જૈનધમ પાળવામાં તે તે જ્ઞાતિએ કંઇ પ્રતિબંધ માનતી હોવી ન જોઇએ ને તેમનામાંના કેટલાક લોકો વૈષ્ણવ ધર્મના (રામાનુજી વૈષ્ણવ અથ। રામાન્ય ભાગવત ધર્મ-વલ્લભાચાર્યના વૈષ્ણવ માર્ગ તે કાલે ચાલતા થયા નહાતા. સંવત્ ૧૬૦૦ પછી ઘણે વર્ષે વલભી સપ્રદાય ગુજરાતમાં દાખલ થયા. ) તેમજ કેટલાક લોકો સેવી અને