SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ४३६ શ્રી જૈન ક. કે. હેરલ્ડ. જેમ જૈનમાં સાધુતા પ્રાપ્ત કરનારે સત્તાવીસ ગુણયુક્ત થવું જોઈએ તેમ વૈદિક સંસ્થામાં આગળ વધનારે વિવેક-જગત અને આત્માની સમજણ, વૈરાગ્ય, પર્ સંપત્તિ –શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન -અને મુમુક્ષતા એ સાધન ચતુષ્ટય સંપ્રાપ્ત કરવાં જોઈએ. સાધુના સત્તાવીશે ગુણો અને સાધન ચતુષ્ટયની એકતાજ છે. બંનેને એ ગુણ મેળવવામાં સરખી જ મહેનત છે. બને, પુર્નજન્મને માને છે. બંને કર્માનુસારેજ સુખ દુઃખ થાય છે એમ કહે છે. બને, કર્મથી રહિત થવાય ત્યારે જ મુક્તિ મળે એમ માને છે. બનેમાં કર્મથી રહિત થવાનાં સાધનો બતાવેલાં છે. બંને નિર્વાણ પદની જ ઈચ્છા રાખે છે. બંનેમાં આચાર્ય ગુરૂની ભક્તિ બતાવેલી છે. બંનેમાં જગત પ્રતિ સમાન ભાવ રાખવાનું ફરમાન છે. બંને, મુક્તાત્માઓને સર્વત કહે છે. બંને, આત્માને ઈશ્વર કહે છે. બંને, આત્માને ચૈતન્ય માને છે. વેદાંતમાં શંકરાચાર્યજી નિર્વાણ દિશામાં આત્માને સર્વવ્યાપક કહે છે, જેને આત્માને જ્ઞાનસ્વરૂપે સર્વવ્યાપક માને છે. શંકરાચાર્યજી જગતને વિવર્તરૂપે, વલ્લભાચાર્ય સતરૂપે, રામાનુજાચાર્યું પરિણામરૂપે, દયાનંદ સરસ્વતિ જડરૂપે માને છે, જૈનમાં જગતને અનાદિ સતરૂપ માનેલ છે. વૈદિક સંસ્થા અને જૈન એ બંનેને સ્વર્ગ, નરક માન્ય છે. બંને; નિજસ્વરૂપે સ્થિત થવું એને મોક્ષ કહે છે. વૈદિક સંસ્થામાં ઉપાધિરહિતને બ્રહ્મ, માયોપાધિકને ઈશ્વર અને અવિપાધિકને જવા કહેલ છે તેમ જૈનમાં અગીને સિદ્ધ કે પૂર્ણ બ્રહ્મ, ચાર કર્મ અવશેષ સગી ને કેવલ જ્ઞાની-ઈશ્વર-અને અષ્ટમવરણ યુક્તને ધસ્થ કે જીવ કહેલ છે. વૈદિક સંસ્થા કહે છે કે ચૈતન્ય સત્તા આખા વિશ્વમાં સર્વ વ્યાપક છે, જેને કહે છે કે આખા જગતમાં છ ઠાંસી ઠાંસીને એટલા બધા ભરેલા છે કે જીવ-ચૈતન્ય-વગર સાયના અગ્રજેટલે ભાગ પણ ખાલી નથી. જેનમાં જેમ લોકાગ્રે મુકિત કહી છે તેમજ વૈદિકમાં કેટલાક લેકે લોકાગ્રે ગૌલોક, અખંડ વૃદાવન, અક્ષરધામ, બ્રહ્મમહેલ, વગેરે કહે છે. આખા ભૂમંડલમાં જૈન અને વૈદિક સંસ્થા પ્રાચીનતમ છે, જૈન સુત્ર પુસ્તકારૂઢ થયાં પહેલાં વે પુસ્તકારૂઢ થયેલ છે માટે જ જૈન સૂત્રોમાં વેદનાં નામો ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે જેમકે સ્થાનાંગ સૂત્રમાં ઘણા વાકારે સિઘણે ઘરનતિ તંગ થઇ ગઇ તાકા-વૈદિક વ્યવસાય ત્રિવિધ કહેલ છે તઘથા ઋગ્રેદમાં, યજુવેદમાં સામવેદમાં આથી સિદ્ધ થાય છે કે મહાવીરના સમય પહેલાં વેદે પુસ્તકારૂઢ હતા અને સુની પરિપાટી જેમ ફરતી જાય છે તેમ વેદનું લખાણ બદલાયું નથી. મહાવીર પછી જ જોઈ. એ તે સુધર્મા સ્વામીએ સુ રચાં, વજી સ્વામીએ પાછળથી માં ગામનાં નામો
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy