________________
શ્રી યશોભદ્ર સૂરિ.
૪૧૧
મૂકીને બે સર્પ બનાવ્યા. સર્પને દેખીને બેઠેલા લોકે ઘણું ડરી ગયા. વ્હારે આચાર્યો પિતાની મુહપત્તિના બે ટુકડા કરી બે નળીઆ બનાવ્યા. નળીયાને દેખી સર્ષ નાસી ગયા. તે યેગી વિષાદ કરવા લાગ્ય
એક દિવસ એક સાધ્વી ગુરૂને વંદણા કરવા આવતી હતી. હેને તે યોગીએ ગાંડી બનાવી. સાધ્વી ભિક્ષા માટે ઘેર ઘેર હસતી-નાચતી-ફરતી ચૌટામાં થઈને વનમાં ગઈ. શ્રાવકેએ આ હકીકત જાણી, હારે મેગીને વિનયપૂર્વક કહ્યું – આ૫ દક્ષ છે, આપને આમ કરવું ઉચિત ન ગણાય.” યોગીએ સકોપ કહ્યું – શું મહે સાધ્વીને કેડે બેસાડી છે?” તદનન્તર શ્રાવકેએ આ હકીકત આચાર્યને જણાવી. આચાર્યો દર્ભનું એક પૂતળું બનાવી શ્રાવકોને આપ્યું અને કહ્યું – પહેલાં શાન્ત વાક્યથી હેને સમજાવે. છતાં જે ન માને તે આ પુતળાની આંગળીને છેદ કરે.” શ્રાવકે પુતળું લઈ યોગી પાસે ગયા. આચાર્યના કહેવા પ્રમાણે મધુર વચનથી સમજાવ્યો, છતાં હેણે ન માન્યું. ત્યારે શ્રાવોએ તે પુતળાની આંગળીને છેદ કર્યો. પુતળાંની આંગળીને છેદ થતાંજ તે યોગીની આંગળી છેદાઈ ગઈ. શ્રાવકેએ કહ્યું – યદિ સાધ્વીને નહિ છોડે તે આ પ્રમાણે હારા મસ્તકને છેદ કરીશું.” થેગી ડરી ગયો, અને એકસો આઠ જલકુંભથી સાધ્વીને સ્નાન કરાવીને સ્વસ્થ કરી.
એક વખત તે ગીએ જિન પ્રતિમાના મસ્તકે ચૂર્ણ નાખીને બિબોને વિમુખ કરી દીધાં અને પોતે એક સ્થાને ઉભો રહ્યો. શ્રાવકોએ મૂર્તિઓની આવી સ્થિતિ જોઈ આ ચાર્યને જણાવ્યું. આચાર્યો તે ગીને બોલાવ્ય, અને બહુમાન પૂર્વક એક પાટ ઉપર બેસાડો. ગોચરીને વખત થયો, એટલે સાધુઓ ગોચરી નિકળ્યા. સાધુઓને ગોચરી જતા જોઈ યોગીએ આચાર્યશ્રીને કહ્યું – “હું પણ ભિક્ષા માટે જાઉ છું.' ગુરૂએ કહ્યુંભલે જાઓ.” યોગી ઉઠવા લાગે પણ પાટ સાથે ચીપકાઈ ગયેલ હોવાથી ઉઠી શક્યો નહિં. થોડીવાર પછી પાછું ફરી યોગિએ કહ્યું હું જાઉં છું. આચાર્ય કહ્યું-ખુશીથી જાઓ.’ આ વખતે પણ પહેલાંની માફક જ ચીપકાઈ ગયો. છેવટે યોગીએ કહ્યું – હું ઉઠી શકતું નથી. આચાર્યે કહ્યું- ઠીક છે. બીજે પણ એમ જ હોય છે. યોગીને ગર્વ ગળી ગયો. મેગી શરમ થઈ ગયે-પછી ૧૦૮ ઘડાથી સ્નાન કરાવીને યોગીએ જિન બિંબો જહેવાં હતાં હેવાં બનાવ્યાં હારે આયાર્યો ગીને 2 કર્યો
સુદ્રમંત્રાદિથી સૂરિને અજેય જાણીને રાજા સમક્ષ યોગીએ આચાર્ય સાથે શાસ્ત્રાર્થ શરૂ કર્યો. ગુરૂએ તર્ક શાસ્ત્રથી હેને જીતી લીધે. ગી લજિત થઈ ચાલ્યો ગયો પણ પાછો “ગમે તેમ હેને હરાવું એવા અભિમાનથી આવી આચાર્યની સાથે ચોરાસી વાદ કર્યા હૈમાં પણ હેની હાર અને આચાર્યનો વિજય જ થયો. - કોઈપણ રીતે આચાર્યને ન હરાવી શક્યો, હારે વેગીએ છલ કરવાનો વિચાર કર્યો. એક વખત મંદિરમાં શ્રાવકો બલી (બાકળા ઉછાળવા) ની સામગ્રી એકઠી કરતા હતા. બલી ઉછાળવાની વાર હોવાથી આચાર્ય પોતાના સ્થાનકે સૂઈ રહ્યા હતા. હેવામાં પેલે દી મંદિરમાં આવ્યો અને શ્રાવ પાસે ભિક્ષા માગી. હારે શ્રાવકે આ આપવા લાગ્યા હારે હેણે કહ્યું “સારું ખાધ આપ’ શ્રાવકોએ સારૂં ખાદ્ય આપ્યું હાર બાદ ગુરૂ ગ્યા. શ્રાવડાએ આ બધી હકીકત આચાર્યશ્રીને જણાવી.