________________
૩૦૮
શ્રી જે. ક. કૅ, હેરલ્ડ.
.
..
3
સર્વત્ર પ્રસર્યો હતે એ મુખ્ય વાત ઇતિહાસ તપાસતાં ખરી ઠરતી નથી. ઉગ્રસેન અને શ્રી કૃષ્ણ સુમારે ૫૦૦૦ વર્ષ ઉપર દ્વારકામાં રાજ્ય કર્યું હતું, અને યદુ કૂળના ક્ષત્રિઓની સંખ્યા ઘણી મોટી હતી. એ પછી મૌર્ય વંશનો અમલ છે. પૂ. ૩૧૪ માં એટલે જૈન ધર્મ સ્થાપનાર શ્રી વર્ધમાન સ્વામી સંવતની પૂર્વે ૪૭૦ વર્ષ પર થયા (વૃજલાલ શાસ્ત્રીના કહેવા પ્રમાણે) તે પછી થોડી મુદતે ગુજરાતમાં થયો હતો. તે પછી ગ્રીક લોકોને અને ક્ષત્રપોને અમલ થયો તે સન ૩૦૮ સુધી ચાલ્યો. તે પછી ગુમ રાજાઓને અમલ સન ૪૭૦ સુધી, વાભિવંશ ક૬૧, સુધી, ચાવડા વંશ ૯૧૧ સુધી, સોલંકી વંશ ૧૨૪ર અને વાઘેલા વંશ ૧૩૦૪ સુધી ચાલ્યો હતો. આ સિવાય ગુજરાતમાં ફટક, ચાલુકય, રાષ્ટ્ર અને બીજા ગુર્જર રાજાઓ પણ થઈ ગયા હતા. આ રાજાઓ ઘણે ભાગે ક્ષત્રિઓ હતા, અને તેઓ કેવળ જંગલી લોક ઉપરજ રાજ કરતા હતા એમ
ચીનને પ્રખ્યાત સાધુ હ્યુએન સાંગ સાતમાં સૈકામાં યાત્રા માટે હિંદુસ્તાન આવેલે, તેણે તે વખતને વાભિ રાજા બૈધ ધર્મને છે, તે પણ પાખંડ (અન્ય) મતનાં દેવળ આ દેશમાં ઘણાં છે એમ જણાવ્યું છે. “ગુપ્ત રાજાઓના શિકામાં તેમનું બિરૂદ પરમ ભાગવત લખ્યું છે. તથા તેમના શિલા લેખના મંગળાચરણમાં વામનજીની સ્તુતિ કરી છે, તે ઉપરથી જણાય છે કે તેઓ વિષ્ણુભક્ત હતા. વલ્લલિ રાજાઓનાં તામ્રપટ ઉપરથી જણાય છે કે તેઓ શિવ ધર્મ પાળતા (માત્ર શિલાદિત્ય જન ધર્મ સ્વીકારેલે એ વાત ખરી છે) ધ ધર્મ ઉપરથી ખશી લોકોનું મન સાતમા સેંકડો પહેલાં જુદા જુદા ધર્મો નરક ભટકવા માંડયું હતું. અણહિલવાડ રાજ્યના વખતમાં જૈન અને શિવ એ બંને ધર્મને રાજ તરફથી આશ્રય મળ્યાં કરતે. રાજાઓ જૂદા જૂદા મતના આચાર્યો વચ્ચે વાદવિવાદ કરાવતા, અને જે સારો માલમ પડે તેને ઉત્તેજન આપતા. તે સમયે વૈદિક તેમ જન બંને ધર્મ પળાતા. વિષ્ણુ, શિવ, શકિત ને તેની સાથે જ જિન એમ સર્વેની પૂજા થતી. કોઈએ એકજ ધર્મમાં આસક્ત થઈ જઈ બીજ ધર્મવાળાને પડયા હોય એવો રાજા થયો નથી. કુમારપાળ જેણે હિંસા માત્ર અટકાવી દીધી ને ઘણે અંશે જૈન ધર્મને સ્વીકાર કર્યો, તે પણ શિવ, શક્તિ આદિને ન માનતો એમ નથી. બધા રાજાએ બંને ધર્મને ઉત્તેજન આપતા એમ લાગે છે, અને લેકે પણ તેજ રીતે વર્તતા સમજાય છે.”
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત, કાઠીઆવાડ કઈ કાળે પણ જેનમય થયાં નથી, અને જેનનું સામ્રાજ્ય પણ થયું નથી. રા. ગોકળદાસે વલ્લભાચાર્ય વગેરેના દાખલા આપી વૈષ્ણવો વગેરેનું જણાવ્યું છે તે તે મુકાબલે આધુનિક સમયની વાત છે, પરંતુ શૈવ અને વૈષ્ણવ ધર્મ તો ઘણું પ્રાચીન છે. શ્રી કૃષ્ણ પતે એમનાથ અને ગિરનારની જાત્રાએ બે વખત ગયા હતા. સોમનાથ મહાદેવ બાર જ્યોતિલિંગમાંનું એક પ્રાચીન દેવ છે. એમને માટે નવું દેવાલય બંધાવવાની સુચના શ્રી હેમચંદ્રસુરીએ પોતે સિદ્ધરાજને કરી હતી. ગિરનાર ઉપર જેમ જૈન દેવાલયો છે, તેમ તેની ઉપરની ટુંક પર અંબાજી ને કાલિકાનાં દેવાલય છે. આબુરાજ ઉપર જેમ જૈન દેવાલયો છે, તેમ શિવનાં ને દેવીઓનાં દેવાલય જાના વખતમાં પણ હતાં, અને ચંદ્રાવતીને રાજાએ તેના ઉપાસક હતા. ચીનના યુએનસાંગ સાધુએ પોતાના પ્રવાસના પુસ્તકમાં વધ્યભિપુર (ઇ. સ. ૬૪૦) વિશે લખ્યું છે, કે “તેને
*jજને પ્રાચીન ઇતિહાસ,