SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ 3०६ શ્રી જૈન શ્વે. કૅ. હેરડ, ભાષણકારને પિતાના ભાષણની દલીલો સામે પ્રતિસ્પદ્ધિઓની આવેલી દલીલે તેડવા માટે જેટલો હક્ક છે તેટલો હક રા. ગોકુળદાસે વ્યાજબીપણે લઈ ઉપરોક્ત લેખ તે “સાહિત્ય ના અધિપતિ પર પ્રસિદ્ધ કરવા મોકલી આપ્યો હતો; કારણકે અમુક લેખ જે પત્રમાં છપાયો હોય તેજ પત્રમાં તેના રદીઆરૂપે પ્રતિલેખ પ્રથમ મોકલવાને શિષ્ટાચાર છે, અને તે પત્રે તે ગંભીર ભાષામાં મનનપૂર્વક દલીલો (કે જે મનગમતી હોય યા ન હોય તોપણ) વાળો હોય તે પોતામાં પ્રસિદ્ધ કરવો જોઈએ એ પણ શિષ્ટાચાર છે; પરંતુ આ લેખ સંબંધે તેમ થયું ન હોવાથી એટલે સાહિત્ય પ ન છાપેલો તેથી અમારા પર પ્રસિદ્ધ કરવા અર્થે મોકલાવી આપ્યો હતો. આ લેખ ઘણો લાંબે હતા તેમજ ખંડિત થાય તે પૂરી અસર કરનાર નિવડે તેમ ન હતો તેથી તેને આવા ખાસ અંકમાં પ્રસિદ્ધ કરી શકાય તે વધારે યોગ્ય છે તેથી આટલા બધા લાંબા કાળ સુધી તેને અપ્રસિદ્ધ રાખવો પડે છે તે તે માટે રા. ગોકુળભાઈ અમને સંતવ્ય ગણશે. હવે સાહિત્યમાં આવેલ ઉપર જણાવેલ રા. બ. ને લેખ તેમાં મૂકેલી કેટલીક દલીલ અમને મનગમતી ન હોવા છતાં પણ અત્રે આપવા અમારે ઉઘુક્ત થવું જોઈએ કે જે વાંચવાથી અરસ્પરસ મુકાબલે થતાં એક યા બીજી દલીલની સત્યાસત્યતા જણાશે. તેથી અમે આ પછી જ તેને સ્થાન આપેલું છે. આ લેખના સંબંધમાં અમારું કેટલુંક વક્તવ્ય છે, પરંતુ તે પર જતાં ઘણું પ્રમાની જરૂર હોવાથી અવકાશાભાવે ન બોલતાં તે વક્તવ્યને છેડેક ભાગ સુચનારૂપે અત્ર નિવેદન કરીશું. (1) ગૌતમરાસાના કર્તાનું નામ “ઉદયવન્ત’ આપ્યું છે કે જે તેમાંની એક કડી પરથી કોઇપણું માની લે તેમ છે, પરંતુ રા. પુરનચંદજીએ તે બાબત પર લક્ષ ખેંચી બીજી કડીઓ પર ખાસ લક્ષ રાખી કર્તાનું નામ વિનય પ્રભ’ (ખરતરગચ્છીય) છે એવું પ્રમાણ સહિત બતાવી આપ્યું છે. (૨) તે ઉદયવતને “આદિકવિ' કહી તેના સં. ૧૪૧૨ના સમયને જૈન ગૂજરાતીને પ્રારંભકાળ ગણી ત્યાં સુધી તે ગૂજરાતીની પ્રાચીનતા લઈ જવામાં આવેલ છે પરંતુ તે સમયની પહેલાંનાં (જૈન) ગૂજરાતી કાવ્ય પ્રાપ્ત થયેલાં અને થતાં હોવાથી તેની અગાઉ ઘણાં વર્ષો પહેલાં થયેલા કોઈ કવિને આદિ કવિ” કહેવો પડશે એમ અમારું માનવું છે (૩) આદ્ય શંકરાચાર્યને ત્રેવીસ વર્ષ થયાં એ માન્યતાની સામે ઘણા પ્રમાણે છે અને હાલની શોધખોળના પરિણામે તેમને આઠમાં સિકામાં મૂકવામાં આવે છે. વળી વિશેષમાં પંચમ સાહિત્ય પરિષદમાં આ લેખને જે વિષય છે તેજ વિષય પર એક નિબંધ રા. ગોકુળભાઈએ મોકલી આપ્યો હતો. તે નબંધ ઉતાવળથી લખાયેલું હોઈ ટુંક અને અલ્પ પ્રમાણોવાળો છે તેથી તે અપેક્ષાએ આ લેખ વિશેષ ઉપયોગી નિવડશે. તંત્રી.
SR No.536511
Book TitleJain Shwetambar Conference Herald 1915 Book 11 Jain Itihas Sahitya Ank
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1915
Total Pages376
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy