________________
શ્રી જૈન . કે. હેરલ્ડ.
૨૯૯ તે જિન પ્રતિમાની આગળ બે બે નાગની પ્રતિમા, યક્ષની પ્રતિમા, ભૂતની પ્રતિમા, કુડધર પ્રતિમ-(નમસ્કાર કરતી થકી રહી છે. )
बत्तीसं चंदसयं बत्तीसं चेव सूरियाणसयं सयलं मण्णुस्सलोयं चरंति (હે ગૌત્તમ! ) એકસો બત્રીસ ચંદ્ર તથા સૂર્ય નિશ્ચય સઘળા મનુષ્ય લોકમાં ફરે છે.
અંગ અને ઉપાંગ સિવાયનાં બીજાં સૂત્રમાંથી:વગચૂલિયા સૂવ
बहुणं नरनारि सहस्साणं पुराउ नियगप्पा नियकप्पियं कुमग्गं आघवेमाणा पणवेमाणा जिण पडिमाणं भंजणयाणं हीलंता खिसंता निदत्ता गरिहंता परिहवंता चेइय तीथयाणि साहू साहूणीय उठावइसंति
(બાવીશ શ્રાવક વાણી સામે ભવે જન્મીને) ઘણે હજારો નરનારી આગળ પિતાને કલ્પિત કુમાર્ગ સામાન્ય અને વિશેષ પ્રકારથી હેતુ દષ્ટાંતથી કહેવાવાળા, જિન પ્રતિમાને ભાંગનારા, હીલના કરનારા, ખીસણું કરનારા, નિંદા કરનારા, ગહ કરનારા, પરાભવ કરનારા ( એવા થકા ) જિન પ્રતિમા–દેરાસર,-તીર્થ, સાધુ અને સાધ્વી ઉસ્થાપશે. આવશ્યક સૂત્ર:
शुभ सय भाउ गाणं, चउवीसं चेव जिणघरेकासि ।
सव्वजिणाणं पडिमां, वन पमाणेहिं नियएहिं ॥ (ભરત ચક્રવર્તિ કે જે ભગવાન ઋષભદેવજીને મોટો પુત્ર હતો. તેણે ) ભા ઈઓના સો સ્તૂપ, ચોવીશ તીર્થકરના જિનમંદિર કરાવીને તેમાં) સર્વે જિનોની પ્રતિમાઓ પિતાના વર્ણ તથા શરીરના પ્રમાણ જેવડી (અષ્ટાપદ પર્વત ઉપર ) ભરાવેલ છે. મહાકપ સત્ર:
से भयवं तहारूवं समणं वा माहणं वा चेइयघरे गच्छेज्जा ? हंता गोयमा दिने दिने गच्छेज्जा. सेभयवं जथ्थ दिने नगच्छेज्जा तउ किं पायछित्तं हवेज्जा ? गोयमा पमाय पडुच्च तहारूवं समणवा माहणं वा जो जिणघरं न गच्छेज्जा अहवा दुवालसमं पायछित्तं हवेजा।
“ હે ભગવાન તથારૂપ શ્રમણે વા માહણે ત્યઘેર એટલે જિનમંદિરે જવું જોઈએ? હા ગૌત્તમ ! દિને દિને-નિત્યપ્રતિ-જવું જોઈએ. હે ભગવાન ! જે દિવસે ન જાય તે દિવસે (સાધુને) શું પ્રાયશ્ચિત લાગે-થાય? હે ગોત્તમ! પ્રમાદવડે તથારૂપ શ્રમણ અથવા માહણ જે જિનમંદિરમાં ન જાય તે પાંચ ઉપવાસ-દુવાલસના પ્રાયશ્ચિતને પામે.
जे केइ पोसह सालापु पोसह बंभयारी जो जिणघरे न गच्छेज्जा तउ पायछित्तं हवेज्जा ? गोयमा ! जहा साहु तहा भाणियव्यं छठे अहवा दुवालसमं पायछित्तं हवेजा.