________________
(૭૪)
જૈન કેન્ફરન્સ હેર૯૩,
(માર્ચ
૭૭ લેકમાં સકળ ક્રિયાનું મૂળ શ્રદ્ધા છે, તે શ્રદ્ધાનું પણ જે મૂળ (કારણ)
છે તે સમ્યગ જ્ઞાન મારે પ્રમાણ છે. ૭૮ જે મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ, અને કેવળ એમ પાંચ પ્રકારે સુપ્રસિદ્ધ છે તે સમ્યગ જ્ઞાન મારે પ્રમાણ છે.
- ૭૯ કેવળજ્ઞાની, મન:પર્યાવજ્ઞાની કે અવધિજ્ઞાનીનાં પણ વચન જે મશ્રિત
રૂપે લોકોને ઉપગાર કરે છે તે સમ્યગ જ્ઞાન મારે પ્રમાણ છે. ૮૦ દ્વાદશાંગરૂપ શ્રુતજ્ઞાન જ જેમાં જગ ઉપકારી કહેલું છે તે સમ્યગ જ્ઞાન
મારે પ્રમાણ છે. ૮૧ તેટલા માટેજ ભવ્યજનો જે ભણે છે, ભણાવે છે, દે છે, નિસુણે છે, પૂજે
છે અને લખાવે છે તે સમ્યગ જ્ઞાન મારે પ્રમાણ છે. ૮૨ જેના બળથી આજ પણ ત્રણે લેકના ભાવ હાથમાં રહેલા આંબળાની પેરે
જણાય છે તે સમ્યગ જ્ઞાન મારે પ્રમાણ છે. ૮૩ જેના પસાયથી ભવ્યજન લેકમાં પૂછવા જોગ, માનવા જોગ અને વખાણવા
જોગ થાય છે તે સાયન્ જ્ઞાન મારે પ્રમાણ છે.
“અષ્ટમ શ્રી ચારિત્રપદ વણનમ ' (૮૪ ૯૨) ૮૪ જે દેશવિરતિરૂપ અને સર્વવિરતિરૂપ અનુક્રમે ગૃહને અને મુનિને
પ્રાપ્ત થાય છે તે ચારિત્ર જગમાં જ્યવંતું વતે છે. ૮૫ જ્ઞાન અને દર્શન પણ જેની સાથે રહ્યા છતાજ જીવોને સંપૂર્ણ ફળ આપે
છે તે ચારિત્ર જગતમાં જયવંતુ વતે છે. ૮૦ જે સુસામાયિકાદિક પાંચ પ્રકારે મુનિજનોને અધિકાધિક ફળદાયી જિના
ગમમાં સુપ્રસિદ્ધ છે તે ચારિત્ર જગમાં જયવંતું વર્તે છે. ૮૭ જિનેશ્વરોએ જે પોતે સ્વીકાર્યું, આરાધ્યું, સમ્યક્ પ્રરૂપ્યું અને અન્ય
જનોને આપ્યું ને ચારિત્ર જગતમાં જયવંતું વતે છે. ૮૮ છ ખંડની અખંડ રાજરિદ્ધિને તજી ચક્રવર્તીઓએ જે સદ્દભાવથી આદર્યું
તે ચારિત્ર જગતમાં જયવંતું વતે છે. ૮૯ જેની પ્રાપ્તિથી રંક પણ ત્રિભુવનમાં સર્વ પૂજનિક થાય છે, તે
ચારિત્ર જગતમાં જયવતું વતે છે. ૯૦ જેનું પાલન કરતા મુની ધરોના ચરણમાં દેવ દાનવના નાયક ઉલ્લાસથી
નમસ્કાર કરે છે તે ચારિત્ર જગમાં જયવંતુ વતે છે. ૯૧ અનંત ગુણવાળું છતાં શાસ્ત્રમાં મુનિવરોએ જે સત્તર પ્રકારનું અથવા દશ
પ્રકારનું વર્ણવ્યું છે તે ચારિત્રનું મને શરણ છે. ૯૨ કરૂચ સમિતિ અને ત્રણ ગુપ્તિ, ક્ષમાદિક ગુણનું સેવન, અને મંત્રી પ્રમુખ
- વના ચતુષ્ટયવડે જેની સિદ્ધિ-પૂર્ણતા પ્રાપ્ત થાય છે, તે ચારિત્રનું શું રે શરણ છે.
અપૂર્ણ.