________________
૧૧૦)
વેતાંબર જૈન પ્રજાનું વર્તમાન સાહિત્ય
સુઘટિત છે. મુખ્ય લેખ-સ્વતંત્ર વિચાર, સ્વતંત્ર કૃતિ અને સૂક્ષ્મદશિતાનું પ્રાકટય દર્શાવે છે. અન્ય સર્વ લખાણ ઉત્તમ માસિકને પૂર્ણ શોભાવે તેવું છે. તેમાં જૈન વિવિધ જ્ઞાન વિસ્તાર, પ્રાચીન શેધખોળ, પાશ્ચાત્ય વિદ્વાન સાથે પત્રવ્યવહાર, તેઓના લખાણનું ભાષાંતર, ઐતિહાસિક વૃત્તાંતો, વગેરે વગેરે જૈન સાહિત્યમાં અતીવ વૃદ્ધિ કરનારું છે. વળી અંગ્રેજી મેટરને પણ આમાં સ્થાન આપ્યું છે તે ઘણું જ એગ્ય છે. હાલમાં જેન સુશિક્ષિત વર્ગ મૂળ અંગ્રેજીમાં લેખ લખી શકે તેમ નથી–અગર લખવાની દરકાર કરતા નથી, તેથી તેમાં તો ફક્ત ઉતારા આવે છે. છતાં તેવા ઉતારાની પસંદગી પણ ઉત્તમ થાય છે. આ માસિકે હોપકિન્સ ( અમેરિકન વિદ્વાન ) જૈન ધર્મપર કરેલા આક્ષેપ બહાર પાડી ઉત્તમ ચર્ચા ઉપજાવી છે; આ માસિકના તંત્રીએ જેથી ગુજરાતી ભાષાને જન્મ સંભવે છે તે સંબંધી ઉત્તમ દલીલાપૂર્વક ચર્ચા કરી ગુજરાતી સાહિત્યપ્રિય પ્રજાનું જે ધ્યાન ખેંચ્યું છે, તે પ્રબળ છે. પરંતુ તેની મોટામાં મોટી ખામી કહેવાતી હોય તો તે એ છે કે તે ઘણું જ અનિયમિત છે. ઘણી વખત તે ચાર મહિનાનું, ત્રણ માસનું, બે માસનું ભેગું નીકળે છે, અને તેમ નીકળીને પણ વખતને પકડી શકતું નથી. તેને ત્રિમાસિકમાં ફેરવી નંખાય તો પણ તે બરાબર નિયમિત નીકળે એવું નિશ્ચિત તે કહેવરાવી શકતું નથી. છેલ્લે જુલાઈમાં નીકળ્યું છે, અને આ મહિને માર્ચ ચાલે છે છતાં પત્તા નથી કે તે આ મહિને નીકળશે. પત્રનું નામ માસિક છે, અને છતાં તેના અનિયમિત કાળને માટે તેને ત્રિમાસિક નામ આપવું, કે ચાતુર્માસિક કે શું આપવું તે એકદમ કહેવું મુશ્કેલ છે, છતાં તેને ત્રિમાસિક નામ અપાય તે યોગ્ય કહેવાશે. હમણાં તે તેના વિષે ભય રહે છે કે તે વાર્ષિક થઈ જાય એટલે બારે માસના અંક એક હોટા પુસ્તકને આકારે કદાચ બહાર પડે. અમે ઇચ્છીએ છીએ કે તેના પ્રચાલકે માસિકને નિયમિત કરવા બનતે પુરૂષાર્થ કરશે.
આ માસિકની અમે ફત્તેહ ઈચ્છીએ છીએ; તેનું કદ બધા માસિકો કરતાં વધુ, વિષય સંગીન, લવાજમ માત્ર સવા રૂપીઓ એટલે તેને અભ્યદય થાય, પરંતુ તેમ થવામાં પ્રબલ અનિયમિતતા બહુ આડે આવે છે એ જાણી ખેદ થાય છે.
જૈનપતાકા–આ મિત્રની થોડાં વર્ષ હયાતી થયા પછી બનારસ જૈન પાઠશાળાને તે સુપ્રત થતાં તેમાં વિષય આક્ષેપ સિવાય સારા આવવા લાગ્યા, પરંતુ દુર્ભાગ્યે તે એક વર્ષ ચાલી સૂતું છે, અને હવે આશા ઘણીજ છેડી રખાય છે કે તે જાગે; આ જાણી ઘણે ખેદ થાય છે.
તત્વવિવેચક–જાગ્ય ઉદય થયું, અસ્ત પામ્યું.
જૈન કેન્ફરન્સ હેર૯૭–આ માસિક શ્રી કોન્ફરન્સના આશરા તળે નીકળે છે. તેમાં સારા લેખકના લેખ થોડા થોડા ઠીક આવે છે. બાકી કેટલુંક તે તેના કાર્યવાહક અંગે છે. તેમાં જે પ્રયાસ કરે અને વિદ્વાન લેખકોને ખાસ આગ્રહથી આમંત્રે તે આ માસિક વધારે સારું બની શકે તેમ છે. હમણાં તે તરફ પ્રયાસ થતે જોવામાં આવે છે. ધર્મ કેળવણીને ખાસ વિભાગ આમાં જોડવાથી માસિકની