________________
ધર્મ નીતિની કેળવણી.
“શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતામેં કેલિ કરે; બુદ્ધતા ચિર હે, અમૃતધારા વરસે”
CCM ધાર્મિક તથા નૈતિક શિક્ષણ વિષે કેટલાક
વિદ્રાના અભિપ્રાયે.. (૬) ધાર્મિક શિક્ષણની પદ્ધતિ કેવી હેવી જોઈએ?
હાનાં બાલકની સમજશક્તિ કાચી હોય છે. તેની વિવેક બુદ્ધિ અપરિપકવ હોય છે. તેની નિર્ણયશક્તિ તદન બીજાવસ્થામાં હોય છે. તેને ભવિષ્યનો કશે વિચાર હોતો નથી. આટલા માટે પર્યેષણુની પગથી પર ચડાવવાની લાલસા આપણે રાખવાની નથી. પણ અતિ સાદિ, રસિક, પરિચિત, ને તેના સ્વભાવને અનુકૂલ સૃષ્ટિ તરફ દેરી નીતિના શિખર ભણી તેને દેડતાં કરવાનાં છે. વાર્તાઓ અને સંગત્તિ એ બે તેનાં પ્રબલ સાધન છે. માબાપનું ઉત્તમ. ચારિત્ર્ય, સચરાની ઉત્તમ સંગત્તિ ને શિક્ષકનું અનુકરણીય વર્તન એ શબ્દ વગરનું પણ સફળ શિક્ષણ છે; અને ઉન્નત જીવનની રસિક વાત એ શાબ્દિક શિક્ષણ છે. જે ઉમ્મરે બાલક વાંચવાને અશકત છે તે ઉમ્મરે આવી વાતો મહેડેથી કહેવી; અને જ્યારે તે વાંચવાની સ્થિતિ પર (સમજીને વાંચવાની સ્થિતિ પર) પહોંચે ત્યારે તેને તેવી વાતનું પુસ્તક આપવામાં કશી હરકત અમે જોતા નથી. બાલવર્ગથી (તેથી ન્હાની ઉમરે પણ એટલે કે ઘરમાં) તે ત્રીજા ધોરણ સુધી વાતો મોંએ કહેવામાં આવે તે પણ ચાલે.
ડી. એ. તેલંગ, બી. એ.
જીવાભાઈ અમીચંદ પટેલ, જે પ્રકારના ધર્મના સંસ્કાર ખીલવવાના હોય તે પ્રકારના ઉત્તમ દષ્ટાતો રસભરી રીતે તે તે બાળક આગળ તેવાજ ઉત્સાહથી વર્ણન થવા જોઈએ; અને જે શિક્ષક હોય તેને ખાસ કરીને પિતામાં શ્રદ્ધા હોવી જોઈએ; એટલું નહિ પણ એણે તે તે સમયે તદાત્મ થવાની જરૂર છે. શિક્ષમાં ધર્મની દૃઢ લાગણી હતી નથી તે તેણે કરેલા પ્રયત્ન કવચિતજ