SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧૦) જૈન ધાર્મિક ઇનામી પરીક્ષાનું પરિણામ. પાંજરાપોળે અને તપાસણી કામ પાંજરાપોળનું કામ કેવું હોવું જોઈએ. દેશની પાંજરાપોળોની ખરી સ્થિતિ તપાસી તે સંબંધમાં રીપોર્ટ કરવા તેમ પાંજરાપોળના વહીવટમાં જે જે ખામીઓ હોય તે સુધારવા સારૂ તેના વહીવટદાર સૂચના કરવાને અને ખાસ કરીને પાંજરાપોળમાં રહેતાં માંદાં જનાવરોની દવાદારૂ મલમપટા કરવા વિગેરે કામ માટે લગભગ ૧૭ સતર માસ થયાં શ્રી જૈન શ્વેતાંબ કોન્ફરન્સ તરફથી વેટરીનરીસ રજન ડૉકટર મેતીચંદ કુરજી ઝવેરી G. B. V. 0. પાંજરાપોળ ઈ-પેકટર નીમવામાં આવેલા. તેઓએ સંખ્યાબંધ પાંજરાપોળો તપાર તેના રીપોર્ટો કલી આપેલા છે. જેમાંના કેટલાક કેન્ફરન્સ હેરલ્ડમાં પ્રકટ થયા છે (બાકી અનુકૂળતાએ થશે.) તેમણે ઘણે ઠેકાણે દવાદારૂ અને મલમપટા કરેલા દે કે જે માટે (અપવાદ સિવાય) ઘણી પાંજરાપોળોમાં તેની સગવડજ નથી. તે કામ સંબંધીની ડીક હકીકતો જાહેરપત્રોમાં અને કોન્ફરન્સ હેરડમ પ્રગટ થવા પામી છે, પણ તેનો સામટો ક રીપોર્ટ હવે પછીના અંકમાં પ્રગટ થ પામશે. તે વાંરવા ભલામણ કરવી જરૂરી જણાય છે, એટલું જ નહિ પણ તેને લગતે બાબતે વિષે રંગ્ય સંસ્થાઓનું ધ્યાન ખેંચી પાંજરાપોળ જે કારણે સ્થપાઈ છે તે કામ આપે તેમ કરવામાં સમાજની કઈ પણ વ્યક્તિથી બને તે પ્રકારે હીલચા કરી પિતાની ફરજ અદા કરવાની છે. ઉપરના કારણે પાંજરાપોળ ઈન્સ્પેકટરે અમે કેટલીક સૂચનાઓ કરેલ છે, જે નીચે મૂજબ છે – Lપાંજરાપોળ અને જીવદયા કમીટી જોગ ઉપયોગી સૂચનાઓ. ૧ શ્રી ડેફરન્સ પાંજરાપોળ વેટરીનરી સ્કુલ કાઢવાની જરૂર. ૨ પાંજરાપોળ કોન્ફરન્સ બોલાવવાની અગત્યતા. ૩ પાંજરાપોળ ઈન્સપેકટરે તપાસેલી પાંજરાપોળમાં જે પાંજરાપોળની વ્યવસ્થ | સર્વથી ઉત્તમ જણાય તેને ઇનામ આપવાની જરૂર. ૪ બીજ સારી વ્યવસ્થાવાળી પાંજરાપોળને પારિતોષિક તથા પ્રશંસા પત્રે આપવાની જરૂર. ૫ જીવદયાનો ઝંડે ફેલાવવાને માટે પાંજરાપોળ અને જીવદયાના સંબંધમ ઇનામી નિબંધો જુદી જુદી હાઈસ્કુલના વિદ્યાર્થીઓ પાસે લખાવવા અને - તેમાં જે સારો જણાય તેને ઈનામ આપવું. આવતી વૈશ્નવ કોન્ફરન્સમાં જીવદયાને ઠરાવ પસાર કરાવવાને માટે કરે જોઈતે પ્રયત્ન. (ક) વૈશ્નવોના આચાર્યોને વિનંતિ પત્રો લખવા. (ખ , મહારાજે પોતાના અનુયાયીઓને પાંજરાપોળના લાગાઓ આપવાને અને પાંજરાપોળની વ્યવસ્થામાં ઉમંગથી ભાગ લે, એવી આજ્ઞાએ કરે તેમ વિનંતિ કરવી.
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy