________________
૩૩૬]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
ડીસેમ્બર,
નહીં પણ શેઠ નેમચંદ પીતાંબરદાસની સંમતિ લઈને જ તેમના ફરમાવ્યા મુજબ કામ કરે છે. તેમજ ગામના ઘણાખરા લોકો સદરહુ વહીવટકર્તા ગૃહસ્થની પછાડી બોલે છે કે સદરહુ વહીવટકર્તા ગૃહસ્થ જે મેમ્બરોની નીમણુક કરાવી છે, તે સર્વે તેમના લાગતા વળગતાનીજ કરાવી છે. તેથી તેમના રૂબરૂમાં કે ઈ પણ ગૃહસ્થ તેમના વિરૂદ્ધ બેલવાની હિંમત કરતું નથી. માટે વહીવટ કર્તા શેઠ નેમચંદ પીતાંબરદાસે વગર ફેકટને અપવાદ દૂર કરવા માટે પોતાના ગામમાંથી મહાજનના વહીવટ માટે કોમે કોમના સરળ અને આગેવાન ગૃહસ્થાને ચુંટી કાઢી તથા દેરાસરના વહીવટ માટે જૈનીઓમાંથી સરળ માણસની મારફત સદરહુ વહીવટ ચલાવવાની ગોઠવણ કરવાની ખાસ જરૂર છે. વળી દરેક ધાર્મિક સંસ્થાઓનાં નાણું પિતાની ખુશી પ્રમાણે ગમે તેને વ્યાજે નહીં આપતાં સર્વે વહીવટકર્તાઓ સાથે એકમત થઈ જ્યાં નાણું વ્યાજે આપવાં કરે ત્યાં આપવાં.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણ તેને લગતું સૂચના પત્ર વહીવટકત પ્રહસ્થને આપવામાં આવ્યું છે.
જલે ગુજરાત શહેર અણહીલવાડ પાટણ મહાલક્ષ્મીના પાડામાં આવેલા શ્રી મુનિસુવૃત સ્વામીજી મહારાજના દેરાસરજીના તથા શ્રી શાંતિનાથજી મહારાજના
દેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ સદરહુ મેહેલાના જેનીઓમાં દેરાસરજીના વહીવટના સંબંધમાં મતભેદ પડી જવાથી તેમાં બે પક્ષ પડવાને લીધે બેઉ પક્ષવાળા જુદો જુદો વહીવટ ચલાવે છે. તેમાં એક પક્ષના વહીવટકર્તા શેઠ નગીનચંદ ગુમાનચંદના હસ્તકનો સં. ૧૯૫૮ ના ભાદરવા સુદી ૧ થી સં. ૧૮૬૩ ના અશાડવ. ૦)) સુધીનો હિસાબ અમોએ તપાસ્યો તે જોતાં મેહેલા મએના જેનીઓમાં દેરાસરજીના વહીવટ માટે મતભેદ પડવાથી બે પક્ષ પડી જઈ એટલી બધી અસાકસી ઉપર આવી ગયા છે કે જેથી દેરાસરજીને અનેક પ્રકારનું નુકસાન થાય છે. તે બાબત અમારા તરફથી ઘણી રીતે સમજુતી આપવા છતાં કોઈ રીતને સંપ થે નથી તે બહુજ દીલગીર થવા જેવું છે, આ બાબત મેહેલા મધ્યેના આગેવાન ગ્રહસ્થોએ બહુ વિચારવા જેવું છે. માટે હવેથી તે ઉપર સરળ મનથી વિચાર કરી કલેશ મટાડી એક સંપ કરે સારે છે તે આશા રાખીએ છીએ કે તેને લાગતા વળગતાઓ જેમ બને તેમ બંદેબસ્ત કરશે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખણી તેને લગતું સુચના પત્ર વહીવટકત ગ્રહસ્થને આપવામાં આવ્યું છે. •