SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧૦] જીવદયા-અહિંસા. Humanitarianism આપણે અંતઃકરણથી ટેકે આપવાની જરૂર છે. આ પ્રસંગે જણાવવું જોઈએ કે કાન્સમાં– ઈટાલીમાં હેલેન્ડમાં બેલજીયમમાં તથા અમેરીકાના કેટલાક રાજ્યોમાં મોતની સજા બીલકુલ કરવામાં આવતી નથી તે પછી સુધરેલી દુનિયામાં પ્રથમ સ્થાન રાજાને ડળ કરતા દેશોમાં આ સજા શા માટે રહેવી જોઈએ ? પ્રાણીઓ ઉપર ગુજરતું ઘાતકીપણું અટકાવવા માટે બાંધવામાં આવેલ કાયદાને સંપૂર્ણ રીતે અમલમાં મેલવા-લાગુ કરવા ખાસ કરીને પ્રયાસ કરવાની જરૂર છે. જીવદયા પાળનારા પુરૂષનું હદય એટલું બધું કેમળ હોય છે કે રાજ્યવ્યવસ્થામાં મોટો ફેરફાર કરનારી, રાજ્યસત્તાને અસ્તવ્યસ્ત કરનારી, જીવદયા અને રાજ્ય અરાજકતાની હીલચાલમાં ( Anarchist movement )તેઓ ભકિત, જોડાવા મુદલ લલચાતા નથી. કઠેર દીલના પુરૂષના—મુના મરકી પ્રવર્તાવવાને હચકારા અને હૃદયભેદક કૃત્ય તરફ તેઓ બીલકુલ દીસે છ ધરાવતા નથી. જનહિતનાં-ધર્માદાનાં અનેક કાર્યો આવા દયાદ્ધ –કપાળુ પુરૂષના શ્રમને જ આભારી છે. ગરીબો માટે સસ્તા ભાડાની ચાલીઓ-દવાખાના--પાંજરાપોળ-ધર્મશાળાઓ-સદાવ્રત અન્નસત્રો વગેરેની છે જેના કરવામાં ઉદાર મનના આવા પરોપકારી પુરૂષ જ જોડાય છે. જે પુરૂષ રાતના સુતી વખતે અને છેવટે મૃત્યુ વખતે પિતાના પુણ્ય-પાપના હીસાબનું સરવાવું તપાસતાં હીંમતથી કહી શકે કે સર્વ પ્રાણીઓ તરફ મિત્રીભાવ રાખી–તેમને આત્મ સમાન ગણ તેમનું એકાંત હિત કરવામાંજ તત્પર રહ્યો છું, તે પુરૂષનું જ જીવન સાર્થક-સફળ ગણવાનું છે, દયાધર્મ પાળ્યા વિના અનંતા ભવ સુધી આ સંસાર-ચક્રમાં રટણ ક્ય કરવાનું, છુટવાનું નથી. પ્રાણીમાત્રનો ઉત્કર્ષ દયામયવૃત્તિ ઉપરજ આધાર રાખે છે. કીટ નિ પર્યંતના જીવેની રક્ષા કરનાર મનુષ્યજ સહેલાઈથી સિદ્ધિપદની પ્રાપ્તિ કરી શકે છે. પિતાને પ્રાણાંત કષ્ટ થયા છતાં પણ જીવદયા પાળવામાં પ્રવૃત રહેલા મહાત્માઓનાં, શાસ્ત્રકારોએ આપેલાં, જીવન વૃત્તાંતે પૈકી ખાસ કરીને પરમપૂજ્ય સોલમાં તીર્થકર શ્રી શક્તિનાથ ભગવાનના પૂર્વભવનું જીવન ચરિત્ર આપણને જે ઉત્તમ પ્રકારનો બેધકારક ઉપદેશ આપે છે તે મુજબજ વર્તનારા–તેવા પ્રકારના વર્તન માટે ઉત્સાહથી પ્રયાસ કરનારા સમુહમાં-જૈન સમુદાયમાં એનાકનું તતવ દાખલ થવાને બીલ કુલ સંભવ જ નથી. કીડી મકોડી જેવા ઉતરતી દશામાં રહેલા પ્રાણીઓના સ્વતઃ પ્રાણ ત્યાગ તરફ દ્રષ્ટિ થતાં જેમના હૃદયમાં અરેરાટની લાગણી ઉત્પન્ન થાય છે તેવા મનુષ્યોને નિકારણ નિરપરાધી પુરૂષોના પ્રણ લેવાનો વિચાર–ખ્યાલ પણ ઉદ્ભવશે નહિ, પરંતુ સમાનદશામાં રહેલા એક સરખો હક ભોગવનારા મનુષ્યોને બોમ્બ જેવા પ્રાણધાતક હથિયારોથી વધ કરનારા તરફ ઉલટા તેઓ તિરસ્કારની નજરથી જ જોતા રહેશે. પ્રથમ કહી ગયા મુજબ ઇગ્લેંડમાં હયુમેનીટેરીયન લીગ નામનું મંડળ આ વિષ. યમાં જે પ્રયાસ કરે છે તેને દરેક પ્રકારની સહાય આપવાની આવશ્યકતા છે. તે મંડળ
SR No.536506
Book TitleJain Shwetambar Conference Herald 1910 Book 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1910
Total Pages422
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy